Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

‘મેરી પોલિસી, મેરે હાથ’ સ્કીમમાં 3 દિવસમાં મળશે વળતર

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે Narendra Singh Tomar કહ્યું કે મેરી પોલિસી, મેરે હાથ એક મહા અભિયાન છે જે સમગ્ર દેશમાં શરૂ થવા જઈ રહ્યું છે. અમે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના PMFBY ના પોલિસી દસ્તાવેજો ખેડૂતોને સોંપીશું.

Himanee Chauhan
Himanee Chauhan
PradhanMantri Fasal Bima Yojana
PradhanMantri Fasal Bima Yojana

ભારત સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના PMFBY  હેઠળ 26 ફેબ્રુઆરીએ પાક વીમા પોલિસી વિતરણ ઝુંબેશ 'મેરી પોલિસી, મેરે હાથ' શરૂ કરવામાં આવી છે. સરકારે કહ્યું કે તે ખેડૂતોને પાક વીમા પોલિસી આપવા માટે ઘરે-ઘરે વિતરણ અભિયાન શરૂ કરવા જઈ રહી છે જેથી દરેક ખેડૂતને ઓછી મુશ્કેલી અને વધુ સુવિધાઓ મળી શકે.

મેરી પોલિસી, મેરે હાથ યોજનાની વિશેષતાઓ

કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે ઘરઆંગણે ઝુંબેશ 'મેરી પોલિસી મેરે હાથ'નો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ ખેડૂતો તેમની પોલિસી, જમીનના રેકોર્ડ, દાવાની પ્રક્રિયા અને પાક વીમા હેઠળની ફરિયાદો સુધી પહોંચી શકે. અને નિવારણ સંબંધિત તમામ માહિતીથી સારી રીતે વાકેફ રાખવુ. જૂનથી શરૂ થનારી આગામી ખરીફ સિઝનમાં આ યોજનાનો અમલ કરતા તમામ રાજ્યોમાં ડોર ટુ ડોર અભિયાન શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના PMFBY એ આગામી ખરીફ 2022 સીઝન સાથે અમલીકરણના 7માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

આ પણ વાંચો : SSY : કેન્દ્રની એક નવી બચત યોજના, જેમાં દીકરીના લગ્ન માટે મળશે 65 લાખ રૂપિયા

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના લાભો Advantages Of PMFBY

ફેબ્રુઆરી 2016 માં શરૂ કરાયેલ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના PMFBY નો ઉદ્દેશ્ય કુદરતી આફતોના કારણે પાકના નુકસાન અથવા તો નુકસાનનો ભોગ બનેલા ખેડૂતોને નાણાંકીય સહાય પૂરી પાડવાનો છે.

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના PMFBYમાં કોઈ પણ ઘટનાના 72 કલાકની અંદર ફસલ બીમા એપ દ્વારા ખેડૂતને પાકના નુકસાનનો રિપોર્ટ આપવામાં આવે છે. આ માટે, ખેડૂતોને CSC કેન્દ્ર અથવા નજીકના કૃષિ અધિકારી દ્વારા બેંક ખાતામાં ઈલેક્ટ્રોનિક રીતે ટ્રાન્સફર કરાયેલા દાવાની જાણ કરવાની સુવિધા પણ મળે છે.

આ પણ વાંચો : પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એક પરિવારના આટલા સભ્યોને જ મળશે લાભ

કેટલા ખેડૂતોએ પાક વીમાનો લાભ લીધો છે

મંત્રાલયના જણાવ્યા અનુસાર, PMFBY હેઠળ 36 કરોડથી વધુ ખેડૂતોની અરજીઓનો વીમો લેવામાં આવ્યો છે. ઉપરાંત તમને જણાવી દઈએ કે આ વર્ષે 4 ફેબ્રુઆરી સુધીમાં આ યોજના હેઠળ 1,07,059 કરોડ રૂપિયાથી વધુનું વળતર ચૂકવવામાં પણ આવ્યુ છે.

શા માટે શરૂ કર્યું પાક વીમા અભિયાન

ફસલ બીમા યોજના સૌથી વધુ સંવેદનશીલ ખેડૂતોને નાણાંકીય સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે, કારણ કે યોજનામાં નોંધાયેલા લગભગ 85 ટકા ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે. જો કે, ખેડૂતોની સ્વૈચ્છિક સહભાગિતાને સક્ષમ કરવા માટે 2020 માં PMFBY માં સુધારો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Jan Dhan Account : જનધન ખાતુ ધરાવતા લોકોને હવે દર મહિને મળશે રૂપિયા 10,000ની મદદ

આ પણ વાંચો : ગાય-ભેંસના ડેરી ફાર્મ માટે પ્રોપર્ટી ગીરવે રાખ્યા વગર મળશે 4 લાખ સુધીની લોન

 

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More