Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

ગાય-ભેંસના ડેરી ફાર્મ માટે પ્રોપર્ટી ગીરવે રાખ્યા વગર મળશે 4 લાખ સુધીની લોન

દેશના ખેડૂતો અને પશુપાલકોને કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા State Bank Of India દ્વારા કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે મહત્વની યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. જે અંતર્ગત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા SBI દ્વારા ખેડૂતોને પશુપાલન માટે એક મહત્વપૂર્ણ સુવિધા આપવામાં આવી રહી છે, જે હેઠળ ખેડૂતો અને પશુપાલકો ગાય-ભેંસ ડેરી ફાર્મના વ્યવસાયને વિકસાવી શકે છે.

Himanee Chauhan
Himanee Chauhan
Business Loan For Cow-Buffalo Dairy Farm
Business Loan For Cow-Buffalo Dairy Farm

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા State Bank Of India દ્વારા કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે મહત્વની યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. જે અંતર્ગત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા SBI દ્વારા ખેડૂતોને પશુપાલન માટે એક મહત્વપૂર્ણ સુવિધા આપવામાં આવી રહી છે, જે હેઠળ ખેડૂતો અને પશુપાલકો ગાય-ભેંસ ડેરી ફાર્મના વ્યવસાયને વિકસાવી શકે છે.

તમને ખબર જ છે કે હાલમાં ગાય-ભેંસની ડેરી Cow-Buffalo Dairy માંથી કેટલો નફો થઈ શકે છે, અને બજારમાં દૂધ અને તેની બનાવટોના મોટા જથ્થાની માંગ હંમેશા જ બજારમાં રહેતી હોય છે. આ પરિસ્થિતિમાં ગાય અને ભેંસના ડેરી ફાર્મનો વ્યવસાય વધારવા માટે વિવિધ કેટેગરીમાં લોન આપવામાં આવતી હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે એસબીઆઈ SBI કોને, શેના પર અને શું લોન આપે છે?

ડેરી ફાર્મ બિઝનેસના આ કામ માટે મળશે લોન Loan Will Be Avilable For This Worls Of Dairy Farm Business

તમને જણાવી દઈએ કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા SBI દ્વારા બિલ્ડિંગના નિર્માણ, ઓટોમેટિક મિલ્ક મશીન, દૂધ સંગ્રહ કરવા માટેની મશીન, દૂધ એકત્ર કરવા માટે અને ટ્રાન્સપોર્ટ માટે યોગ્ય વાહન ખરીદવા માટે બિઝનેસ લોન લઈ શકાય છે. જો આ બિઝનેસ લોનના વ્યાજ દરની વાત કરીએ તો SBI તરફથી ડેરી ફાર્મ બિઝનેસ માટે લોન પર વ્યાજ દર 10.85% થી શરૂ થાય છે, જે વધુમાં વધુ 24% સુધી હોય છે.

આ પણ વાંચો : તમારા ઘરમાં થયુ છે નવા મહેમાનનું આગમન, તો રેશનકાર્ડમાં આ રીતે ઓનલાઈન અને ઓફલાઈન ઉમેરી શકો છો નામ

ડેરી ફાર્મ વ્યવસાય માટે કેટલી લોન મળી શકે છે How much loan is available for dairy farm business

ઓટોમેટિક મિલ્ક કલેક્શન સિસ્ટમ મશીન ખરીદવા માટે મહત્તમ રૂ. 1 લાખ સુધીની બિઝનેસ લોન આપવામાં આવે છે.

દૂધ એકત્ર કરવા માટે તેનુ મકાન બાંધવા માટે રૂ. 2 લાખની લોન ઉપલબ્ધ છે.

તમે દૂધની ગાડી ખરીદવા માટે 3 લાખ રૂપિયાની લોન લઈ શકો છો.

દૂધને ઠંડુ રાખવા માટે ચિલિંગ મશીન લગાવવા માટે 4 લાખ રૂપિયા સુધીની લોનની સુવિધા મળી શકે છે.

આ પણ વાંચો : Camel Milk : ઊંટડીના દૂધનુ કરો સેવન, દૂધ પીવાથી થશે અનેક ફાયદાઓ

ડેરી ફાર્મ બિઝનેસ લોન માટે પાત્રતા Eligibility for Dairy Farm Business Loan

દરરોજ ઓછામાં ઓછો 1 હજાર દૂધનો પુરવઠો હોવો જોઈએ.

વ્યવસાયની બેલેન્સ શીટમાં 'A' ગ્રેડ હોવો જોઈએ.

છેલ્લા 2 વર્ષથી સરવૈયુ એટલે કે બેલેન્સ શીટ ઓડિટ કરાવવું જોઈએ.

છેલ્લા 2 વર્ષથી નફો થયો હોવો જોઈએ. 

આ પણ વાંચો : National Live Stock Mission : બકરી પાલન માટે સરકાર આપે છે સબસિડી

આ પણ વાંચો : મત્સ્ય ઉદ્યોગમાં ભારતના યુવાનો મેળવી રહ્યાં છે સફળતા

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More