Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

National Live Stock Mission : બકરી પાલન માટે સરકાર આપે છે સબસિડી

આજના સમયમાં કોરોનાને કારણે ઘણા લોકોની નોકરીએ છીનવાઈ ગઈ છે, જો તમે કોઈ એવો રોજગાર શોધી રહ્યા છો જેમાં રોકાણ ઓછુ હોય અને ફાયદો વધારે હોય. તો તમે બકરી ઉછેરનો વ્યવસાય શરૂ કરી શકો છો અને સારો નફો મેળવી શકો છો. કેન્દ્ર સરકારે આના માટે રાષ્ટ્રીય પશુધન મિશનની શરૂઆત કરી છે.

Himanee Chauhan
Himanee Chauhan
Goat Rearing
Goat Rearing

તમે બકરી ઉછેરનો વ્યવસાય શરૂ કરી શકો છો અને સારો નફો મેળવી શકો છો. કેન્દ્ર સરકારે આના માટે રાષ્ટ્રીય પશુધન મિશનની શરૂઆત કરી છે.

ભારતમાં પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી પણ મદદ મળે છે. અને જેના માટે સરકારે ઘણી યોજનાઓ પણ શરૂ કરી છે, આ યોજનાઓ તમને આત્મનિર્ભર બનાવવામાં મદદ પણ કરે છે.  

રાષ્ટ્રીય પશુધન મિશન  National Live Stock Mission

રાષ્ટ્રીય પશુધન મિશન National Livestock Mission  હેઠળ છેલ્લા કેટલાક વર્ષોમાં પશુપાલન તરફ લોકોનો રસ વધ્યો છે. આ રાષ્ટ્રીય પશુધન મિશનમાં બકરી ઉછેર Goat Rearing પણ મહત્વની ભૂમિકા ભજવે છે. અને આજકાલ બકરી ઉછેર કરીને લોકો ઘણી આવક મેળવી રહ્યા છે.

દેશમાં બકરીની સંખ્યા વધી  The Number Of Goats Is Increased

બકરી ઉછેર પ્રત્યે વધતી લોકોની રૂચિને કારણે છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં બકરીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આગામી સમયમાં આ વ્યવસાયમાં વધુ લોકો આવે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. જો આપણે બકરી ઉછેરમાં ખર્ચ અને રોકાણ વિશે વાત કરીએ તો તે અન્ય વ્યવસાય કરતા ઘણો ઓછો છે. તેથી જ બકરી ઉછેર ઓછી આવક સાથે પણ શરૂ કરી શકાય છે. બકરી કે ઘેટાં ઉછેરમાંથી થતી આવક તેના ખર્ચ કરતાં પણ વધુ હોય છે. ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી વધારવા માટે સરકાર દ્વારા બકરી ઉછેર શરૂ કરવા સબસિડી પણ આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે બકરી પાલનને પ્રોત્સાહન આપવા માટે ‘રાષ્ટ્રીય પશુધન મિશન’ની શરૂઆત કરી છે.

રાષ્ટ્રીય પશુધન મિશન શું છે? What Is National Live Stock Mission

રાષ્ટ્રીય પશુધન મિશન હેઠળ દેશમાં પશુપાલનને પ્રોત્સાહન આપવા ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે. નેશનલ લાઈવ સ્ટોક મિશનમાં ઘણી યોજનાઓ છે, જેમાં વિવિધ યોજનાઓ માટે અલગ-અલગ સબસિડી આપવામાં આવે છે. રસ ધરાવનાર વ્યક્તિ હવે સરકારી મદદ વડે પોતાની યોજના અનુસાર પોતાનો રોજગાર શરૂ કરી શકે છે.

રાષ્ટ્રીય પશુધન મિશન હેઠળ અલગ-અલગ રાજ્ય સરકારોની સબસિડીની રકમ પણ અલગ-અલગ હોય છે, કારણ કે તે કેન્દ્રીય યોજના છે, પરંતુ ઘણી રાજ્ય સરકારો તેમાં તેમની ભાગીદારી દર્શાવીને તેમના તરફથી પણ સબસિડીનો અમુક હિસ્સો ઉમેરે છે. જેથી સબસિડીની રકમ વધે છે.

બકરી ઉછેર કરવા માટે રાખો આટલું ધ્યાન

બકરી ઉછેર શરૂ કરવા માટે તમે એક અરજી લખી શકો છો અને તેને વિકાસ વિભાગના વેટરનરી ઓફિસરને સબમિટ કરી શકો છો. અહીં આવેલી અરજીઓમાંથી વેટરનરી ઓફિસર કેટલીક અરજીઓ પસંદ કરે છે. અને આ અરજીઓ જિલ્લા કક્ષાની જિલ્લા પશુધન મિશન સમિતિને મોકલવામાં આવે છે. જ્યાં પસંદગી સમિતિ તેના પર નિર્ણય લે છે.

આ પણ વાંચો : સગર્ભા અને નવજાત પશુઓની સંભાળ અને યોગ્ય વ્યવસ્થા કેવી રીતે કરશો તે જાણો

આ પણ વાંચો : દૂધ ઉત્પદાન: પશુઓને ખવડાવો દશરથ ઘાસચારો, થશે વધુ ઉત્પાદન

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More