Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

કૃષિ ઉડાન યોજના : વિદેશમાં પણ ખેડૂતો વેચી શકે છે પોતાનો પાક, આ યોજનાનો અત્યારે જ ઉઠાવો લાભ

ઓગસ્ટ 2020 માં સરકારે દેશમાં કૃષિ ઉડાન યોજના શરૂ કરી હતી, અને ફરી એકવાર 2021માં આ યોજનાને અપગ્રેડ કરીને તેને કૃષિ ઉડાન 2.0 નામ આપવામાં આવ્યુ હતુ. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જલ્દી ખરાબ થાય તેવા પાકને હવાઈ માધ્યમથી દેશ વિદેશમાં નિકાસ કરીને ખેડૂતોને જોરદાર નફો આપવાનો છે.

Himanee Chauhan
Himanee Chauhan
Krishi Udan Scheme
Krishi Udan Scheme

ઓગસ્ટ 2020 માં સરકારે દેશમાં કૃષિ ઉડાન યોજના શરૂ કરી હતી, અને ફરી એકવાર 2021માં આ યોજનાને અપગ્રેડ કરીને તેને કૃષિ ઉડાન 2.0 નામ આપવામાં આવ્યુ હતુ. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જલ્દી ખરાબ થાય તેવા પાકને હવાઈ માધ્યમથી દેશ વિદેશમાં નિકાસ કરીને ખેડૂતોને જોરદાર નફો આપવાનો છે.

આ યોજનાથી ખેડૂતના પાકને લઈ જવામાં કોઈ નુકસાન નહીં થાય અને તેનો પાક યોગ્ય સમયે બજારમાં પહોંચશે. આ યોજના હેઠળ પાકને સીધો બજારમાં લઈ જવા માટે નેશનલ હાઈવે, ઈન્ટરનેશનલ હાઈવે અને હવાઈ માર્ગની મદદ લેવામાં આવે છે. આ યોજનાએ કૃષિ ઉત્પાદનો માટે પરિવહનના અભાવને દૂર કર્યો છે. જો તમે પણ ખેડૂત છો તો આ યોજના તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે

ખેડૂતોને પોતાના ઉત્પાદનને વેચવા માટે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાની જરૂર પડે છે. એવામાં તેઓએ અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. અનેક વખત તો તેમનો પાક માર્કેટ સુધી પહોંચતા પહોંચતા જ ખરાબ થઈ જતો હોય છે. જેથી ખેડૂતોની મહેનત બેકાર થઈ જાય છે.

શું છે કૃષિ ઉડાન યોજના 2.0

આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂત ભાઈઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ યોજના હેઠળ, દેશના વિવિધ ભાગોમાંથી કૃષિ ઉત્પાદનોને એક જગ્યાએથી બીજા સ્થાને પહોંચાડવા માટે એરપોર્ટનો ઉપયોગ કરવામાં આવશે. પ્લેનમાં અડધી સીટ પર ખેડૂતોને સબસીડી આપવામાં આવશે. જેથી ખેડૂતને વધારાના ખર્ચનો બોજ સહન ન કરવો પડે અને ઉત્પાદનો યોગ્ય સમયે બજારમાં પહોંચે

આ પણ વાંચો : મિશ્ર ખેતી અને બહુવિધ ખેતી વચ્ચેનું અંતર જાણો

આ યોજનામાં જે ખેડૂતો માછલી ઉત્પાદન, દૂધ ઉત્પાદન અને ડેરી ઉત્પાદનો, માંસ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ આ યોજનાનો વધુ લાભ મેળવી શકે છે.

યોજનાના લાભો

  • આ યોજનાથી ખેડૂતોને દૂર-દૂરના સ્થળોએ પણ તેમની ઉપજ વેચવાની તક મળશે.
  • એવા સ્થળોના ખેડૂતો પણ પોતાની ઉપજ બજારમાં સરળતાથી વેચી શકશે જે પહાડી વિસ્તારોમાં રહે છે.
  • જેઓ આદિવાસી છે અને તેમના ઉત્પાદનો યોગ્ય સમયે બજારમાં ન પહોંચવાના કારણે બગડી જાય છે.
  • હવાઈ ​​પરિવહન દ્વારા ઉત્પાદનો લાવવા અને લઈ જવાથી વેપાર પણ વધશે અને ખેડૂતોને સારો નફો પણ મળશે.
  • AAI દ્વારા સંચાલિત આ યોજના માટે દેશના 53 એરપોર્ટની પસંદગી કરવામાં આવી છે.
  • આ યોજનામાં દેશના પૂર્વોત્તર રાજ્યોને હવાઈ માર્ગે દેશના બાકીના બજારો સાથે જોડવાનો પ્રયાસ છે.

આ પણ વાંચો : Health & Lifestyle: ઔષધિય ગુણોથી ભરપૂર ફૂલ છે ‘તીતા ફૂલ’, જાણો તેના ફાયદા વિશે

શું છે કૃષિ ઉડાન યોજના 2.0

આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂત ભાઈઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ યોજના હેઠળ, દેશના વિવિધ ભાગોમાંથી કૃષિ ઉત્પાદનોને એક જગ્યાએથી બીજા સ્થાને પહોંચાડવા માટે એરપોર્ટનો ઉપયોગ કરવામાં આવશે. પ્લેનમાં અડધી સીટ પર ખેડૂતોને સબસીડી આપવામાં આવશે. જેથી ખેડૂતને વધારાના ખર્ચનો બોજ સહન ન કરવો પડે અને ઉત્પાદનો યોગ્ય સમયે બજારમાં પહોંચી શકે.

આ પણ વાંચો : ગાયનું દૂધ કે પ્લાન્ટ આધારિત દૂધ બંને માંથી કયું દૂધ વધુ આરોગ્યપ્રદ છે

આ પણ વાંચો : Heena Farming : ઓછું રોકાણ કરીને મહેંદીની ખેતીથી કમાવો લાખો રૂપિયા, મળશે જોરદાર નફો

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More