Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

Health & Lifestyle: ઔષધિય ગુણોથી ભરપૂર ફૂલ છે ‘તીતા ફૂલ’, જાણો તેના ફાયદા વિશે

આપણો ભારત દેશ ઔષધિય દવાઓથી ભરપૂર છે, ભગવાને આપેલ અમૂલ્ય ભેટ માંથી એક છે તીતા ફૂલ, આપણા દેશમાં તીતા ફૂલ ક્યા મળે છે અને તેનો ઔષધિય ઉપયોગ શું છે તે વિશે આજના લેખમાં અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું.

Himanee Chauhan
Himanee Chauhan
'Teeta Flower' Is A Full Of Medicinal Properties
'Teeta Flower' Is A Full Of Medicinal Properties

આપણો ભારત દેશ ઔષધિય દવાઓથી ભરપૂર છે,  ભગવાને આપેલ અમૂલ્ય ભેટ માંથી એક છે તીતા ફૂલ, આપણા દેશમાં તીતા ફૂલ ક્યા મળે છે અને તેનો ઔષધિય ઉપયોગ શું છે તે વિશે આજના લેખમાં અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું.

તીતા ફૂલમાં અનેક શક્તિશાળી ઔષધિય ગુણો હોય છે, જે અનેક ગંભીર બીમારીઓ અને વાતાવરણથી થતા સંક્રમણમાં સારવાર માટે એન્ટીબાયોટિક તરીકે કામ કરે છે. આ લાલ રંગના ફૂલમાં ઉધરસ તેમજ એનીમિયા જેવા વિકારોને દૂર કરવાની પણ ક્ષમતા હોય છે.

આપણી આસપાસ રહેલી અનેક જાતની વનસ્પતિ માનવજાત માટે જાણે આશીર્વાદ સમાન છે. આ વનસ્પતિઓ સુંદર ફુલો અને ફળો આપે છે. સાથે જ ઔષધિ Herbs તરીકે પણ ઉપયોગમાં આવતી હોય છે. અનેક પ્રકારની વનસ્પતિઓનો ઉપયોગ વિવિધ દવાઓ, ખોરાક વગેરેમાં થાય છે. આયુર્વેદ અનુસાર આવા ઘણા વૃક્ષો અને છોડ છે, જે સ્વાસ્થ્યને ઘણી રીતે લાભ આપી શકે છે, બસ તમારે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું જોઈએ. ઔષધીય ગુણોથી ભરપૂર એવું જ એક ફૂલ છે ‘તીતા ફૂલ’ જેનો ઉપયોગ માત્ર શણગારમાં Decoration જ નહીં, ખાવામાં પણ થાય છે.

તીતા ફૂલ’ Teeta Flower થી સ્વાસ્થ્યને થાય છે ચમત્કારિક ફાયદા

તીતા ફૂલમાં અનેક શક્તિશાળી ઔષધિય ગુણો હોય છે, જે અનેક ગંભીર બીમારીઓ અને વાતાવરણથી થતા સંક્રમણમાં સારવાર માટે એન્ટીબાયોટિક તરીકે કામ કરે છે. આ લાલ રંગના ફૂલમાં ગઠિયા, ઉધરસ તેમજ એનીમિયા જેવા વિકારોને દૂર કરવાની પણ ક્ષમતા હોય છે.

​શું છે તીતા ફૂલ?

તીતા ફૂલનો મતલબ અંગ્રેજીમાં કડવું ફૂલ એવો થાય છે. આ ફૂલ અસમિયા પાક સંસ્કૃતિમાં એક વિશેષ સ્થાન રાખે છે. આ ફૂલ પારંપરિક રીતે શક્તિશાળી ઔષધિય ગુણોના કારણે ભોજનમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. જેથી તેને અનેક બીમારીઓ અને સંક્રમણોને ઠીક કરવા માટે એન્ટીબાયોટિક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

તીતા ફૂલનો ઉપયોગ કેવી રીતે કરશો?

તીતા ફૂલને મોટાભાગના લોકો ભોજનમાં નાખવામાં આવતા મસાલા તરીકે જ ઉપયોગ કરે છે. જેનો સ્વાદ થોડો કડવો હોય છે. કુદરતી રીતે તે ક્ષારીય હોય છે. આસામી ભોજન બનાવવા તેનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. પહેલા તેનો વધારે સ્વાદ માણવા માટે બપોરના ભોજનમાં ઉપયોગ કરવામાં આવતો હતો.

લોહી વધારવામાં મદદરુપ થાય છે તીતા ફૂલ

અસમના કેટલાક ભાગમાં આ ફૂલનો ઉપયોગ ગઠિયા, ઉધરસ તેમજ એનીમિયાની સારવાર માટે પણ કરવામાં આવે છે. જ્યારે અરુણાચલના કેટલાક ભાગ જેવા કે મણિપુર અને ત્યાં સુધી કે બાંગ્લાદેશમાં પણ આ ફૂલનું અલગ અલગ રીતે સેવન કરવામાં આવે છે. કેટલાક લોકો તેને કાચું ખાય છે અથવા તો મસાલો બનાવે છે. કેટલાક આ ફૂલને શાકભાજી સાથે નાખી દે છે અને ભાત સાથે ખાય છે અથવા તો દાળમાં નાખીને ખાય છે.

આ પણ વાંચો : Soil Test : માટી પરીક્ષણથી ખેડૂતોને થશે જોરદાર ફાયદો, વાંચો સંપૂર્ણ લેખ

તીતા ફૂલના અન્ય ફાયદાઓ

તીતા ફૂલનો ઉપયોગ ભોજન ઉપરાંત તેના ઔષધિય ગુણોના કારણે અનેક સારવારમાં કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ફૂલે કાચું અથવા તો ચા તરીકે તેમજ શાકભાજીના રુપમાં ભોજનથી ઉધરસ અને શરદી, બ્રોંકાઈટિસ, અસ્થમા, ચેચક અથવા ચામડીના રોગોમાં પણ ફાયદાકારક હોય છે. તીતા ફૂલના પાનના અર્કનો ઉપયોગ લીવર અને પ્લીહાની સમસ્યાઓના સારવારમાં કરવામાં આવે છે.

આ પણ વાંચો : PM Kisan : શું તમે PM કિસાનના 11માં હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો આ દિવસે આવશે તમારો આગામી હપ્તો

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More