સીમારૂબા (સીમારૂબા ગ્લાઉકા) ને સામાન્ય રીતે સ્વર્ગનું વૃક્ષા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને સીજબા, મારૂબ, લક્ષમીતરૂ, ડાયસેન્ટ્રી બાર્ક, પીતોજબા વગેરે જેવા નામથી પણ ઓળખવામાં આવે છે.
વાતાવરણ અને જમીન:
સીમારૂબા ઉષ્ણકટીબંધને લગતા વાતાવરણમાં ઉગી શકે છે. તેના માટે તાપમાનની હદ ૧૦0 સે. થી ૪૦0 સે. હોઈ શકે છે. તે ઉનાળામાં ૪૯.પ૦ સે. તાપમાન સુધી પણ જીવી શકે છે. તેના સામાન્ય વિકાસ માટે ૭૦૦ થી ૧૦૦૦ મીમી વરસાદ હોવો જરૂરી છે. તેમ છતા તે ઓછો વરસાદ (૩૦૦ મીમી) હોય અથવા વધુ વરસાદ હોય (રપ૦૦ મીમી) તો પણ અને ૬ થી ૮ મહીનાના સુકા સમયગાળામાં પણ રહી શકે છે. જમીનની આમ્લતા હદ પ.પ થી ૮.૦ હોય ત્યાં સુધી તે જીવી શકે છે.
વંશ વૃદ્ધિ :
સીમારૂબા મોટાભાગે તેના બીજમાંથી, સારી જમીન અને ભેજવાળુ વાતાવરણ મળે તો કુદરતી રીતે વૃદ્ધિ પામે છે. કુદરતી રીતે વૃદ્ધિ પામતા બીજનો વિકાસ દર કૃત્રિમ રીતે ઉછરેલા બીજ કરતા વધારે હોય છે. શિયાળ અને ખીસકોલી વગેરે તેના બીજને ફેલાવો કરવામાં મદદ કરે છે. કલમ અને પેશીસંર્વધન પધ્ધતિથી સીમારૂબાની આર્થિક રીતે વેચાણ માટેની વંશ વૃદ્ધિ સારી રીતે થઈ શકે છે.
નર્સરીમાં રોપા ઉછેરવાની કાર્યપધ્ધતિ:
સીમારૂબાના બીજની વંશ વૃદ્ધિ કરવાની શકિત બહુ જ ઓછી એટલે કે ર-૩ મહીનાની જ હોય છે. પરંતુ જો તેને હવા ન લાગે તેવા વાસણમાં, બિસ્કીટના ડબ્બામાં કે પ્લાસ્ટીકની કોથળીમાં રાખી મુકીએ તો બીજા વર્ષ પણ પ૦ % જેટલી વંશ વૃદ્ધિ શકિત રહે છે. તેના કુદરતી રીતે પાકેલા ફળ એપ્રિલ - મે માસ દરમિયાન મળી શકે છે. આવા તાજા ભેગા કરેલા ફળને પાણીમાં ડુબાડીને થોડા સમય પછી બહાર કાઢીને તેને ઘસીને તેનો પલ્પ (ગર) તેમજ બીજા ખરાબ પદાર્થો દુર કરવામાં આવે છે. આવા બીજને છાંયડામાં ર થી ૩ દીવસ સુધી મુકવામાં આવે છે. આ પછી બીજને જમીનમાં ખાડો ખોદી ર - ૩ દીવસ માટે મુકવામાં આવે છે. જેથી તેના બીજની કઠણ દીવાલ નરમ થઈ જાય. માવજત કર્યા વગરનું બીજ ર૦ - ૩૦ દીવસ પછી ઉછરે છે, જયારે માવજત આપેલું બીજ ૧૦ - ર૦ દીવસ વહેલું ઉછરે છે. બીજ માવજત માટે બીજી રીત એ છે કે બીજને એક રાત માટે ઠંડા પાણીમાં ડુબાડી રાખવા અથવા ગરમ પાણીમાં ર૦ મીનીટ રાખવામાં આવે છે.
રોપણીની પ્રક્રિયા:
છોડની ફેરરોપણીની પ્રકિયા વરસાદની શરૂઆત પહેલા જ સુકી/પડતર જમીન વગેરેમાં કરવામાં આવે છે. જેથી વરસાદ પડતા તે સારી રીતે તૈયાર થઈ જાય. વહેલા રોપણી કરવાથી તેનો વિકાસ સારો થાય છે. કેમ કે તેને વરસાદના દીવસો વધારે મળી રહે છે અને જો મોડા રોપણી કરીએ તો વિકાસ ઓછો થાય કેમ કે વરસાદના દીવસો ઓછા મળે છે. ૮ થી ૧ર અઠવાડીયા સુધી નર્સરીમાં તૈયાર કરેલ તંદુરસ્ત છોડ જ ખેતરમાં વાવવા માટે પસંદ કરવા જોઈએ બાકીના છોડનો નાશ કરવો જોઈએ.
વૃક્ષાનો છોડ/કલમ સામાન્ય વરસાદવાળા વિસ્તારમાં પ × ૪ મીટરના અંતરે કરવામાં આવે છે અને ૬ × ૬ થી ૮ × ૮ મીટરના અંતરે વધારે વરસાદવાળા વિસ્તારમાં કરવામાં આવે છે. આ વાવણી માટે ૪પ સે.મી. × ૪પ સે.મી. × ૪પ સે.મી. ના ખાડા કરી તેમાં ઉપરની જમીન, ર - ૩ કીલો છાંણીયું ખાતર, ફોસ્ફેટીક ખાતર અને ૪૦ ગ્રામ યુરિયા આ ખાડામાં વાવણી પહેલાં જ નાંખવામાં આવે છે.
કૃષિ વાનિકી પધ્ધતિ (આંતર પાક):
સીમારૂબાના વૃક્ષાની બે હાર વચ્ચે શરૂઆતનાં સમયમાં જયાં સુધી ફળ ન આવે અને પ્રકાશ મળી શકે ત્યાં સુધી કૃષિ પાકો, વધારાની આવક તરીકે કરી શકાય છે. વાર્ષિક પાકો જેવા કે સુર્યમુખી, સોયાબીન, મગફળી કઠોળ પાકો તેની જરૂરીયાત મુજબ કરી શકાય છે. કેટલાક છાંયડો પસંદ કરતા પાકો, ફળો આવ્યા પછી પણ કરી શકાય છે.
પિયત વ્યવસ્થાપન:
સીમારૂબાએ ઓછા વરસાદવાળા વિસ્તારમાં થતો પાક છે.તેમ છતાં જો વધુ પડતો સુકો સમય આવતો હોય તો પાક બચાવવા માટે તેને જરૂરી પિયત આપવું જોઈએ. શરૂઆતના બે વર્ષમાં જયારે છોડને સ્થાપન કરવાનો હોય ત્યારે જરૂરી જતન માટે સૂક્ષમ પિયત પધ્ધતિ દ્વારા પિયત આપવું જોઈએ.
પોષકતત્વ વ્યવસ્થાપન:
છોડના સતત વિકાસ અને લણણી માટે તેને જરૂરી એવા પૂરતા પોષકતત્વ, સેન્દ્રિય તેમજ રાસાયણિક ખાતરના સ્વરૂપમાં જમીનમાં પુરા પાડવા જોઈએ. પ૦૦ ગ્રામ છાંણીયું ખાતર તેની ઉપરની જમીન સાથે ભેળવીને ખાડો ખોડયા પછી નીચેના ભાગમાં નાંખવું. જયારે છોડને રોપવામાં આવે ત્યારે પ૦૦ ગ્રામ નાળીયેરીનો કોઈર, મગફળીનો ખોર અને શીંગોવાળા છોડના પાન વગેરેને પોટાશના સ્ત્રોત તરીકે નાંખવા. સ્થાપનના એક મહીના પછી ૧૦ ગ્રામ યુરિયા અને ૧૦ ગ્રામ સુપર ફોસ્ફેટ દરેક છોડ મુજબ આપવું. બીજા અને ત્રીજા વર્ષ પ૦ ગ્રામનું રાસાયણિક ખાતરનું ભેળસેળ (૧૭ N : ૧૭ P : ૧૭ K) કરીને પ૦૦ ગ્રામ છાંણીયા ખાતર સાથે વરસાદની ઋતુ પહેલા આપવું. ચોથા વર્ષ અને પછીના વર્ષ જયારે છોડ ફળ આપવા લાગે ત્યારે ર કીલો છાંણીયું ખાતર અને ર૦૦ ગ્રામ રાસાયણિક ખાતર ઉપર દર્શાવેલ માત્રા મુજબ આપવું. આ ખાતરો બે સરખા ભાગોમાં વહેંચીને આપવું. તેમા એક ચોમાસાની શરૂઆત પહેલા અને બીજો તેના બે મહીના પછી છોડના બે મીટરના વિસ્તારમાં ગોળ ખાડો કરીને આપવું.
રોગ, જીવાત અને અન્ય નુકશાન કરતા પ્રાણીઓનું નિયમન:
સીમારૂબાને ઘેટા-બકરાં ખાવા માટે પસંદ કરતા નથી. એવા કોઈ ગંભીર જીવાતકે રોગ નથી આવતા કે જે તેને ભારે નુકશાન કરતા હોય. તેમ છતાં ફળ કોળનાર જીવાત (Entertranychus sr.), છાલ ખાનાર ઈયળ (Indarbela tertaonic ) ચા મચ્છર, સીફ માઈન્ટર, બદામ પતંગીયુ વગેરે જેવી જીવાતો સીમારૂબામાં જોવામાં આવે છે. આ બધામાંથી માઈટ (નાની જીવાત) એ ગંભીર નુકશાન કરી શકે છે. આ જીવાત પાનની વચ્ચેની નસનો રસ ચૂસી લે છે, જો આ વધારે પ્રમાણમાં થાય તો પાન બદામી રંગના થઈ નીચે પડી જાય છે. આના નિયમન માટે ૦.રપ% ડાઈકોફોલ અથવા ગુઈનાલફોસનો છંટકાવ કરવો જોઈએ.
નર્સરીમાં છોડમાં ટોચનો સુકારો અને સુકારો નામના રોગ આવતા હોય છે. જે નિયત પાણી નિકાલની વ્યવસ્થાથી દુર થઈ શકે છે. તે પહેલાં સીમારૂબાને સ્યુડોમોનાસ ફલુરેસન્સ ૧૦ ગ્રામ/કિગ્રા. ની બીજ માવજત આપવાથી ટોચના સુકારો આવતો રોકી શકાય છે.
ફળ અને ફૂલ:
સીમારૂબાની પરીપકવતાનો સમયગાળો લગભગ ૬ - ૭ વર્ષ સુધીનો હોય છે. (૩ - ૪ વર્ષ વનસ્પતિક પ્રજનનથી) તેના ફુલ વાર્ષિક રીતે ડીસેમ્બરમાં આવવાની શરૂઆત થાય છે અને ફેબ્રુઆરી સુધી ચાલુ રહેતા હોય છે. તેના ફળ લણણી માટે એપ્રિલ - મે માસમાં તૈયાર થાય છે.
લણણી/કાપણી:
સીમારૂબાના બીજ કાપણી માટે એપિ્રલ - મે માસમાં પરિપકવ થતા હોય છે. આ પરીપકવ ફળોને એકઠા કરવા એક લાંબી લાકડી લઈ તેની ડાળખી ઉપર મારવામાં આવતા પાકા ફળો નીચે પડી જાય છે અને તેને ભેગા કરવામાં આવે છે. આ રીતે જો સીધા જમીન ઉપરથી ફળ એકઠા કરવામાં મુશ્કેલ હોવાથી એક કપડુ કે પ્લાસ્ટીક નીચે પાથરી દેવાથી સરળતાથી ફળો ભેગા કરી શકાય છે. ત્યાર બાદ તે ફળોને પાણીમાં નાંખી તેના ઉપરનો ભાગ દુર કરવામાં આવે છે, મોટા ભાગે આ લણણી પ્રકિ્રયા ૩ - ૪ અઠવાડીયા ચલાવવામાં આવે છે. ત્યાર બાદ બીજમાંથી લગભગ ૧૦ ટકા જેટલો ભેજ રહે તેમ કંતાનની ગુણમાં ભરી હવાની અવરજવર થઈ શકે તેવા સ્થળે ર૭૦ સે. તાપમાને મુકવામાં આવે છે.
લક્ષ્મીતરૂના બીજમાંથી તૈલી પ્રવાહી કાઢવા માટે પૂર્વ પ્રક્રિયા અને પધ્ધતિ:
સીમારૂબાના બીજમાં ૪૦ % જેટલો પલ્પ (ગર) હોય છે. તેમજ અંદરના માવામાંથી ૬૦ - ૭૦ % ખાધ તૈલી પ્રવાહી હોય છે. પાકા ફળનાં પલ્પ (ગર) માં ૧૧ % જેટલી સુગર હોય છે.
પૂર્વ પ્રકિયા:
૧. ચોખ્ખા કરવા અને ગુણવત્તા મુજબ ગોઠવવું:
પાકા ફળોમાં ઘણીવાર કચરો, પથ્થર, રેતીના રજકણો, લાકડા, પાંદડા વગેરે જોવા મળતા હોય છે. આ બધાને સાફ કરવા ખૂબ જ જરૂરી હોય છે નહીંતર તો તેની ગુણવત્તા અને ઉત્પાદન ઉપર અસર પડે છે. આ બધું સાફ કરવા ચોખ્ખું કપડું અથવા ફરતા પડદા અથવા પટ્ટી જેવું સતત હલતુ સાધન જેને કલીનર કમ ગ્રેડર કહીએ છીએ તે વાપરવું જોઈએ.
ર. પલ્પ (ગર) દુર કરવો:
તાજા ફળમાં લગભગ ૬૦ % જેટલો પલ્પ (ગર) રહેલો હોય છે. તાજા એકઠા કરેલા ફળોને પાણીની ટાંકીમાં અથવા તો તળાવમાં એક કંતાનની બોરીમાં ભરીને ડુબાડી રાખવામાં આવે છે. બીજા દીવસે તે ફળોને કંતાન, કોથળી કે રેતીમાં ઘસવાથી તેનો પલ્પ (ગર) દુર કરી શકાય છે. મશીનનો ઉપયોગ પણ પલ્પ (ગર) દુર કરવા કરી શકાય છે. આ રીતે પલ્પ દુર કરેલ બીજ લાંબા સમય સુધી રહી શકે છે તેમજ તેમાંથી તેલ પણ ઝડપી વધારે અને સારૂ મળી શકે છે.
૩. સુકવણી:
પલ્પ (ગર) દુર કરેલ બીજને છાંયામાં, જો બીજ માટે ઉપયોગ કરવો હોય તો સુકવવામાં આવે છે. પલ્પ (ગર) દુર કરેલ બીજની સુકવણી હાથથી ચાલતા યંત્ર વડે પણ કરી શકાય છે.
૪. બીજ પટલ દુર કરવું:
સીમારૂબાના બીજમાં ૬૦ % પટલ અને ૪૦ % માવો વગેરેને તેલ કાઢતા પહેલા અલગ કરવા જરૂરી છે. જો તેને દુર કરવામાં ન આવે તો તેલનું ઉત્પાદન ઘટે છે અને તેની ગુણવત્તામાં પણ ઘટાડો થઈ શકે છે.
ઉત્પાદન:
સીમારૂબાનું ઉત્પાદન વૃક્ષાના વાવણીના ૬ - ૮ વર્ષ પછી મળવાની શરૂઆત થાય છે, જે પ૦ - ૬૦ વર્ષ સુધી સતત ચાલુ રહે છે. દરેક સારી રીતે તૈયાર થયેલ વૃક્ષા ૧પ - ૩૦ કિગ્રા. જેટલા ફળો આપે છે, જેમાંથી ર.પ - પ.૦ કિગ્રા જેટલું તેલ નીકળે છે અને તેટલો જ ખોળ પણ. બીજમાં ૬૦ - ૭પ % જેટલું તેલ રહેલું હોય છે. ૧૦ વર્ષ જુના વૃક્ષાોમાંથી આશરે ૧૦ - ર૦ કવીટલ તેલ/હે./વર્ષ મેળવી શકાય છે.
તૈલી પદાર્થના ભૌતિક - રાસાયણિક ગુણધર્મો:
ક્રમ |
ભૌતિક - રાસાય્ણિક ગુણધમો |
માત્રા |
૧. |
ફ્રી ફેટી એસિડ |
૦ - ૦૬ % |
ર. |
આયોડીન |
પ૦ - પ૪ |
૩. |
સેપોનીફીકેશન |
૧૯ % |
૪. |
અનસેપોનીફાયબેલ મેટર |
૦ - ૪૦ % |
પ. |
રીફેકટીવ ઈન્ડેકક્ષા @ રપ૦ સે. |
૧.૪પપ૬ % |
૬. |
ટીટર |
૪૭૦ સે. |
૭. |
ગલનબિંદુ |
૧૩૮૦ સે. |
૮. |
ઠંડકનો બિંદુ |
ર૭૦ સે. |
૯. |
રંગ (પ્રવાહી) |
૧૦ - પીળો - ૦ - ૮ - લાલ |
|
ઘન |
આછો પીળો |
૧૦. |
ફલેવર |
બહુ સારી |
૧૧. |
ટેકસ્ચર |
સારું |
૧ર. |
કીપીંગ કવોલીટી |
સારી (૬ મહીના) |
ઉપયોગો:
- સીમારૂબામાંથી નીકળેલું ભેળસેળવાળુ તેલને શુધ્ધ કરવામાં આવે છે, સૂર્ય તાપ કે રાસાયણિક પ્રકિયાથી સફેદ કરવું, દુર્ગધ દુર કરી અને આંશિક શુદ્ધિકરણ કરવામાં આવે છે. ઉંચા ઓલીક એસિડના આંશિક તત્વવાળા નીચા ઠંડકના બિંદુએ તેનો ખાધતેલ તરીકે ઉપયોગ કરી શકાય છે.
- તે આઈસક્રીમ અને વનસ્પતિ ઘી બનાવવા ઉપયોગી છે.
- ઔધોગિક તેલ તરીકે તેનો ઉપયોગ સારી જાતના સાબુ બનાવવા, ધોવાનો પાઉડર બનાવવા, લુબ્રીકન્ટમાં, રંગકામમાં, પોલીશ, દવાઓ, મીણબત્તી વગેરે બનાવવામાં થાય છે.
- બીજનો ખોળ એ ઉત્તમ નાઈટ્રોજન (૭.૭ - ૮.૧ %), ફોસ્ફરસ (૧.૦૭ %) અને પોટાશ (૧.ર૪ %) હોવાથી સેન્દ્રિય ખાતર તરીકે વપરાય છે.
- બીજનો ઉપરનો પટલ હાર્ડ બોર્ડ ઉધોગોમાં વપરાય છે.
- ફળનો પલ્પ (ગર) (આશરે ર૦ કિગ્રા/વૃક્ષા/વર્ષ, તાજા ફળના વજનના આશરે ૬૦ %) માં ૧૧ % જેટલી સુગર હોવાથી તે પીણા તેમજ ફરમેન્ટેશન ઉધોગોમાં વાપરી શકાય છે.
- વૃક્ષાના પાંદડા જમીનમાં ખાતર તરીકે, છાલ વગેરે દવા બનાવવા તેમજ તેનું લાકડું ફર્નિચર તેમજ અન્ય વસ્તુ બનાવવા વપરાય છે.
તેલ ખાદ્ય છે કે કેમ ?
સીમારૂબાના તેલને સંપૂર્ણ શુદ્ધિકરણ કર્યા પછી આડકતરી રીતે તેનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ તેના પણ હજુ પુરતા સંશોધનો મળેલ ન હોવાથી આ તેલ ખાદ્ય છે તેવા કોઈ જાતના પુરાવા આપી શકાય તેમ નથી. તેથી આ તેલને બાયોડીઝલ તરીકે અને અન્ય ઔદ્યોગીક કાચા માલ માટે ઉપયોગમાં લેવું હીતાવહ છે.
વેચાણની તકો :
એગ્રીકલ્ચર અને ઈન્ડસ્ટ્રીયલ સર્વે (૦૧/૧ર/ર૦૦પ) ના એડીટોરીયલ ટીમના કહેવા પ્રમાણે એક એકર જેટલી સુકી જમીનમાંથી લગભલ રૂા. ૧ર,૦૦૦/- મેળવી શકાય છે.
૧) શ્રી. જે.એસ.રેડ્ઢી, મેનેજીંગ ડીરેકટર, સીમ્હાપુરી એગ્રો- પ્રોડકટસ પ્રા.લી. ૩૧૮ ૧૦૦ ફીટ રોડ, ઈન્દીરાનગર, આઈ સ્ટેજ, બેંગલોર (કર્ણાટક) ફોન:(૦૮૦ - રપરપ૯ર૯ર, રપરપર૯ર૯)
બીજ ભેગા કરવાના સ્થળો: બેંગલોર, બેલેરી, હોસ્પેટ હરીહરા, શીમાંગા
ર) શ્રી પ્રવીન લુંકડ, એકઝીકયુટીવ ડાઈરેકટર, નવ મહારાષ્ટ્રા ચકન ઓઈલ મીલ, નવ મહારાષ્ટ્ર હાઉસ પુને-૪૧૧ ૦૩૦ ( મહારાષ્ટ્ર) ફોન: ૦ર૦-૪૪૬૧૦ર૧/રર/ર૩
બીજ ભેગા કરવાના સ્થળો: બેંગલોર, હુબલી, બીજાપુર
૩) શ્રીવનાપ્પા, મેનેજીંગ ડીરેકટર, પુતૈઆદ સોલ્વેન્ટસ એકટ્રેકશન લી. કલ્લૂર - (આર.એસ.) પ૧પ૭૭પ અનંતજીર તાલુકો ( આંધ્રપ્રદેશ ) ફોન: ૦૮પપ૧-ર૮૮૧૪ર/ર૮૮૧૪૪
૪) શ્રી. પી.રાજેશ્વરારાઓ, કલ્યાણી ટ્રેડર્સ, ડી નં. ૮-૧૦૯, પીકાવીધી, અંબાજીપેટા-પ૩૩ ર૧૪ (ઈ.જી. ડીસ્ટ) ( આંધ્રપ્રદેશ ) ફોન:- ૦૮૮પ૬ - ર૪૩૧૮૭/ર૪૩પ૭૪/ર૪૩૯પ૦
પ) સોસાયટી ફોર રૂરલ ઈનીશીએટીવ ફોર પ્રોમોશન ઓફ હર્બલસ, બી-૧૩ર, સૈનિક બસ્તી, ચુરૂ- ૩૩૧૦૦૧, રાજસ્થાન
શ્રી. ગોવિંદ, રામ મયુર એલ, ડૉ. વી. એમ. પ્રજાપતિ, ડૉ એમ. બી. ટંડેલ, , શ્રી એમ. આર. પરમાર, ડો. બી.એસ. દેસાઈ
વનીય મહાવિદ્યાલય
અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલય
આ પણ વાંચો : ગોળ ઉદ્યોગમાં ઉપયોગી મહત્વનો પાક: જંગલી ભીંડા
આ પણ વાંચો : સોપારીનુ સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
Share your comments