Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

ડુંગળી સંગ્રહ કરવાની વિવિધ પધ્ધતિઓ

1. થાંભલા પર લટકાવીને: આ પધ્ધતિમાં ડુંગળીના પાન સાથે ઝુડીઓ બનાવીને થાભલા ઉપર લટકાવવામાં આવે છે. આ પધ્ધતિમાં સિઝન પ્રમાણે વજનમાં થતી ઘટ સિવાય અન્ય રીતે થતું નુકસાન ઓછું હોય છે. કારણ કે, ડુંગળી જમીનની ઉપર થાંભલા ઉપર લટકતી રહેવાથી ચારેબાજથી અવરજવર થતી રહે છે. આમ, આ પધ્ધતિથી નાનાથી મધ્યમ પ્રકારના સંગ્રહ માટે અનુકૂળ છે.

KJ Staff
KJ Staff
Methods To Store Onions
Methods To Store Onions

1. થાંભલા પર લટકાવીને:

            આ પધ્ધતિમાં ડુંગળીના પાન સાથે ઝુડીઓ બનાવીને થાભલા ઉપર લટકાવવામાં આવે છે. આ પધ્ધતિમાં સિઝન પ્રમાણે વજનમાં થતી ઘટ સિવાય અન્ય રીતે થતું નુકસાન ઓછું હોય છે. કારણ કે, ડુંગળી જમીનની ઉપર થાંભલા ઉપર લટકતી રહેવાથી ચારેબાજથી અવરજવર થતી રહે છે. આમ, આ પધ્ધતિથી નાનાથી મધ્યમ પ્રકારના સંગ્રહ માટે અનુકૂળ છે.

2. સીકા પધ્ધતિ:

 સીકા પધ્ધતિથી ડુંગળીનો નાના જથ્થામાં ખેડૂત કક્ષાએ ઘર વપરાશ માટે સંગ્રહ કરવા છે. આ પ્રકારના સંગ્રહમાં દોરીની જાળી (નેટ) બનાવી તેની અંદર ડુંગળીને ૪૦ થી ૬૦ કિ.ગ્રા. નાં છા હવામાં અધ્ધર લટકાવવામાં આવે છે. જેને સીકા કહેવામાં આવે છે. સીકા પધ્ધતિમાં ડુંગળીની ફરતે હવાની અવરજવર વધુ રહેતી હોવાથી ડુંગળીમાં વજનની ઘટ સિવાય ખાસ કોઈ બગાડ થતો નથી. આમ. આ પધ્ધતિ સૌથી ઉત્તમ ગણાય, પરંતુ આ પ્રકારના સંગ્રહમાં જગ્યાની જરૂરીયાત વધુ પડતી હોય છે. તેમજ આ પધ્ધતિ મધ્યમથી મોટા જથ્થાનાં સંગ્રહ માટે અપનાવવી મુશ્કેલ છે.

. મેડા પધ્ધતિ:

            આ પધ્ધતિ ધ્વારા લાંબાગાળા માટે તેમજ વધુ જથ્થામાં ડુંગળીનો સંગ્રહ કરી શકાય છે. ખાસ પ્રકારના તૈયાર કરવામાં આવેલા મેડામાં પાંચ મહિના કે તેથી વધુ સમય માટે ડુંગળીનો સંગ્રહ કરવામાં આવે છે.મેડા વધુ ઉજાસવાળી જગ્યાએ બનાવવા જોઈએ. મેડા જમીનથી ૩-૪ ફુટ ઉપર લાકડાની કે વાંસની પટ્રીઓ વચ્ચે એક ઈંચ જગ્યા રહે તે રીતે પ્લેટફોર્મ પર ૩ થી ૫ ફુટની ઉંચાઈ રહે તે રીતે પાંદડા વગરની ડુંગળીનો સંગ્રહ કરવામાં આવે છે. આ બાંધકામથી દિવાલોમાં હવાની સતત અવરજવર રહે તે માટે અસંખ્ય બારીઓ રાખવામાં આવે છે. જેથી તાજી હવા દાખલ થાય છે અને ગરમ ભેજવાળી હવા બહાર વાતાવરણમાં ધકેલાય છે.

 ડી - હાઈડ્રેશન :

ડુંગળીના કંદ સંગ્રહ દરમ્યાન ઝડપથી બગડી જાય છે. સંગ્રહ દરમ્યાન ડુંગળી સાચવવા માટે ખૂબ જગ્યા જોઈએ છે. તેમજ કાળજી પણ ખૂબ રાખવી પડે છે. ડુંગળીમાંથી પાણીનો મોટો ભાગ જુદી જુદી પ્રક્રિયા દ્વારા કાઢી તેમાંથી પાવડર બનાવવાની પ્રક્રિયાને ડી – હાઈડ્રેશન કહેવામાં આવે છે. વિદેશોમાં અત્યારે આ પ્રકારનાં પાવડરની ખૂબ માંગ હોવાથી તેના નિકાસ દ્વારા હુંડિયામણની ઉજળી તકો રહેલી છે.

ડી - હાઈડ્રેશન પધ્ધતિમાં સર્વ પ્રથમ ડુંગળીનાં ફોતરાં ઉતારી તેની ઉપરનો અને નીચેનો બિન ખાવાલાયક ભાગ દૂર કરવો. ત્યારબાદ ૨ થી ૩ મિ.મી. જાડાઈની ગોળ ચીપ્સ (પતરી) કરીને તેને યાંત્રિક ડ્રાયરમાં સૂકવવામાં આવે છે. ડ્રાયરમાં એક કરતાં વધારે ટ્રે દ્વારા વારાફરતી ચોકકસ સમયાંતરે અને ચોકકસ સમય માટે ગરમ હવાનાં સંપર્કમાં આવે છે. ચીપ્સમાં પાણીનું પ્રમાણ ૬ ટકા જેટલું રહે ત્યાં સુધી ડ્રાયરમાં રાખવામાં આવે છે. ત્યારબાદ તેને ડ્રાયરમાંથી બહાર કાઢી હવાના દબાણયુકત પ્રવાહથી બાકીનું ૨ ટકા જેટલું પાણી ઉડાડી ચીપ્સમાં લગભગ ૪ ટકા જેટલું પાણી રાખવામાં આવે છે. આ ચીપ્સને તે જ સ્વરૂપમાં અથવા તો તેને દળીને પાવડરનાં સ્વરૂપમાં બનાવી પ્લાસ્ટીકનાં પેકિંગમાં ભરીને બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે છે. જો કુલ ઘનદ્રાવ્યો પદાર્થો (ટી.એસ.એસ.) ૧૫ ટકાથી વધારે હોય તો ૧૦૦ કિલો ડુંગળીમાંથી ૧૫ થી ૧૭ કિલો પાવડર મળે છે.

અત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે ડી – હાઈડ્રેશન પ્લાન્ટસ છે તે મોટે ભાગે સફેદ ડુંગળીમાંથી જ પાવડર બનાવે છે. ડી – હાઈડ્રેશન માટેની ડુંગળી મોટા કદની, ગોળાકાર તેમજ નીચે તળિયાનો ભાગ ઉપસેલો હોય તેવી નકકર પસંદ કરવામાં આવે છે. ડુંગળીમાં જેમ કુલ દ્રાવ્ય ઘન પદાર્થનું પ્રમાણ વધારે તેમ પાવડર વધારે મળતો હોવાથી પ્લાન્ટવાળા ઊંચા કુલ દ્રાવ્ય ઘન પદાર્થ (ટી.એસ.એસ.) ધરાવતી ડુંગળીને પ્રથમ પસંદગી આપે છે. આ જ પ્રક્રિયા દ્વારા ડુંગળીનો ચીપ્સ બનાવવામાં પણ ઉપયોગ થાય છે.

કે.ઝેડ.વાઘેલા, ડૉ. એચ.એન.લેઉયા, ચિરાગ ઠાકર

શાકભાજી વિજ્ઞાન વિભાગ,

બાગાયત મહાવિધ્યાલય, જગુદણ

સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રિકલ્ચર યુનિવર્સિટી

 

આ પણ વાંચો : યુરિયાની કાર્યક્ષમતા વધારે: નીમ લીપીત યુરિયા

આ પણ વાંચો : પોલીસલ્ફેટ સ્થાનિક ખેતી માટે એક મહત્વપૂર્ણ કુદરતી ખાતર

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More