બંગાળના ઉપસાગરમાં દાના વાવાઝોડાના કારણે ઓડિશા અને ઝારખંડમાં ભારે તબાહી જોવા મળી રહી છે. એનડીઆરએફ દ્વારા ઓડિશામાં 5 લાખથી પણ વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, એવી માહિતી સામે આવી રહી છે. એમ તો દાના વાવાઝોડાનો સીધો અસર ગુજરાતમાં નહીં થાય, પરંતુ તેના કારણ રાજ્યામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવ્યા મુજબ પૂર્વી ભારતમાં આવેલ દાના વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર, મઘ્ય પ્રદેશ અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. આહવા,વલસાડ,સુરતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
અંબલાલ પટેલે દાના વાવાઝોડાને લઈને વધુમાં જણાવ્યું કે તેના કારણે દક્ષિણ ગુજરાતમાં 70 કિ.મીની ઝડપે પવન ફુંકાઈ શકે છે તો સરહદના વિસ્તારોમાં હળવા વરસાદ નોંઘાઈ શકે છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં 26 ઓક્ટોબર સુધી દાના વાવાઝોડાની અસર જોવા મળશે.
વાવાઝોડાના કારણે તાપમાન પર અસર દેખાશે
પૂર્વી ભારતમાં દાના વાવઝોડાના કારણે ગુજરાતના તાપમાન પર અસર દેખાશે તેના એંધાણા સેવાઈ રહ્યા છે. હવામાન વિભાગની અગાહી મુજબ અમરેલી, અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, દેવભૂમિક દ્વારકા, જામનગર, જુનાગઢ,રાજકોટ,સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં તાપમાન 36 ડિગ્રી નોંધાઈ શકે છે. જ્યારે આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, ખેડા, વડોદરા, ગીર સોમનાથ, પંચમહલ, તાપી, મહિસાગર અને પોરબંદર જેવા જિલ્લાઓમાં તાપમાન 35 ડિગ્રી પહોંચી શકે છે. ત્યારે વલસાડ, ભાવનગર,નવસારી અને દાહોદ જિલ્લા સહિતના વિસ્તારોમાં તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
એક પછી એક ત્રણ વાવઝોડા આવશે
આ સાથે જ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજુ ત્રણ વાવાઝોડા આવવાની શક્યતા છે. બંગાળ ઉપસાગરમાં એક પછી એક વાવાઝોડાની સિસ્ટમ સક્રિય રહેવાની શક્યતા તેમના દ્વારા દર્શાવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે નવેમ્બર, ડિસેમ્બરમાં પણ વાવાઝોડું આવવાની સંભાવના છે. સાથે જ જણાવ્યુ કે ત્રીજા વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ વર્તાશે. વાવાઝોડાને લીધે ગુજરાતમાં માવઠાના એંધાણ છે.
આ પણ વાંચો:શિયાળામાં ઉગાડો બીટરૂટની આ વિવિધતા અને મેળવો મોટી આવક, એક ફોનમાં ઘરે મંગાવો બિયારણ
Share your comments