Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

કૃષિ ક્ષેત્રમાં મોટી સિદ્ધિ મેળવનાર ગુજરાતના યુવાનોએ MFOI 2024 માં ઝળક્યા

ગુજરાતના યુવાનો આજે સમગ્ર ભારતના યુવાનો માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહ્યા છે. 24-25 વર્ષની નાની ઉમરે જ્યારે લોકોએ જલસા કરવાનું અને મિત્રો સાથે પહાડો કે પછી કોઈ બીજી જગ્યા ફરવા નીકળી જાય છે, ત્યારે ગુજરાતના આ યુવાનોએ પોતાન અથાક પ્રયાસ થકી કૃષિ ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ મેળવી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ગુજરાતના એવોર્ડી યુવા ખેડૂત
ગુજરાતના એવોર્ડી યુવા ખેડૂત

ગુજરાતના યુવાનો આજે સમગ્ર ભારતના યુવાનો માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહ્યા છે. 24-25 વર્ષની નાની ઉમરે જ્યારે લોકોએ જલસા કરવાનું અને મિત્રો સાથે પહાડો કે પછી કોઈ બીજી જગ્યા ફરવા નીકળી જાય છે, ત્યારે ગુજરાતના આ યુવાનોએ પોતાન અથાક પ્રયાસ થકી કૃષિ ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ મેળવી છે. કૃષિ ક્ષેત્રમાં તેમના દ્વારા મેળવવામાં આવેલ સિદ્ધિના કારણે તેઓને આટલી નાની ઉમરે નેશનલ, સ્ટેટ અને જિલ્લા સ્તરિય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. કૃષિ જાગકરણ દ્વારા આયોજિત અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા પ્રાયોજિત એમએફઓઆઈ 2024 માં ગુજરાતના આ યુવા ખેડૂતોએ પોતાના અથાક પ્રયાસના કારણે ઝળકી આવ્યા છે.તેથી કરીને આ આર્ટિકલમાં અમે એજ યુવા ખેડૂતોની વાર્તા તમને કહેવા જઈ રહ્યા છે જો કે ગુજરાતનું ગૌરવ સમગ્ર ભારત શું સમગ્ર વિશ્વમાં વધાર્યુ છે અને તેઓ આમજ આગળ વધતા રહે એજ અમે ઈચ્છીએ છે.

ગીર સોમનાથના ચેતનભાઈએ જીત્યો નેશનલ એવોર્ડ

ગીર સોમનાથ જિલ્લાના જસાપર ગીર ગામના પ્રગતિશીલ ખેડૂત ચેતનભાઈ મેંદાપારાને ખેતીમાં તેમના કાર્ય બદલ MFOI 2024 માં નેશનલ એવોર્ડ આપીને બહુમાન કરવામાં આવ્યા છે. ચેતનભાઈ વિશે વધુમાં વાત કરીએ તો 24 વર્ષની નાની વયમાં ચેતનભાઈ 1000 થી પણ વધુ ખેડૂતોને આંબાની ખેતી કેવી રીતે કરવામાં આવે છે તેની ટ્રેનિંગ આપી રહ્યા છે. કૃષિ જાગરણ સાથે વાત કરતા ચેતન ભાઈ જણાવ્યું કે તેઓ ખેડૂત પરિવારમાંથી આવે છે, મારા બાપ દાદાએ છેલ્લા 40 વર્ષથી કેસર કેરીની ખેતી કરે છે અને હું વર્ષ 2020 માં જ્યારે હોર્ટિકલ્ચર માં B.sc નું અભ્યાસ પૂર્ણ કર્યો ત્યાર પછી મારા વારસા સાથે જોડાયું. મારા વારસા સાથે જોડાયા પછી હું એક્સપોર્ટનું ચાલુ કર્યો હતો અને આજે તેઓ તેના કામથી લાખોની કમાણી કરી રહ્યા છે.

ચેતનભાઈ મેંદાપારા (નેશનલ એવોર્ડી)
ચેતનભાઈ મેંદાપારા (નેશનલ એવોર્ડી)

ચેતનભાઈએ જણાવ્યું કે એક આંબાના છોડ 40 વર્ષ સુધી ફળ આપે છે અને મારા આંબાના પાકને હવે 40 વર્ષ થઈ ગયા છે, તેથી કરીને હવે હું ફરીથી મારા બાગમાં નવી તકનીક થકી આંબાના છોડ વાવીશું અને ઉત્પાદન મેળવીશું. ચેતનભાઈએ જણાવ્યું કે તેઓ ઓર્ગેનિક અને રાસાયણિક બંને તરીકે ખેતી કરે છે કેમ કે આંબાની ખેતી માટે બંને જરૂરી છે. યુવાનોના વિશેમાં વાત કરતા તેઓ જણાવ્યું કે યુવાનોને સમજવું જોઈએ કે વગર ખેતી કઈંક પણ નથી જો તમારા પાસે જમીન છે તો તેના ઉપર ખેતી ચોક્કસ કરો. તેના સાથે જ તેઓ નેશનલ એવાર્ડ મેળવવા બદલ ખૂબજ ખુશ છે અને આ એવોર્ડ બદલ કૃષિ જાગરણું આભાર પણ વ્યક્ત કર્યો છે.

16 વર્ષની નાની વયમાં શરૂ કરી ખેતી

ફક્ત 24 વર્ષની નાની વયમાં સુરતના કામરેજ તાલુકાના મોરથાણા ગામના વતની એવા પ્રગતિશીલ ખેડૂત દિગનભાઈ પટેલને ખેતીમાં પોતાની સિદ્ધીના કારણે એમએફઓઈ 2024 માં જિલ્લા સ્તરિય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. એવોર્ડ મેળવ્યા પછી દિગન પટેલે કૃષિ જાગરણ સાથે વાત કરતા ખૂબ જ ખુશી અનુભવી રહ્યા હતા. એવોર્ડ પાછળ પોતાની સફળતાની વાર્તા જણાવતા દિગન પટેલે કહ્યું કે તેઓને ખેતી વારસામાં મળી છે. તેમના પિતા પણ એક ખેડૂત છે અને તેઓએ અભ્યાસના સાથે સાથે ખેતી સાથે સંકળાયા હતા. દિગન પટેલે જણાવ્યું કે તેઓ ગૌ આધારિત ખેતી કરે છે અને કુંવર બાની વાડી નામથી તેઓનો એક ફાર્મ છે. જેના હેઠળ દિગન પટેલે આંબા, ચંદન અને હળદરની ખેતી કરે છે.

પ્રગતિશીલ એવોર્ડી ખેડૂત- દિગન પટેલ
પ્રગતિશીલ એવોર્ડી ખેડૂત- દિગન પટેલ

ફક્ત 16 વર્ષની નાની ઉમરથી ખેતી શરૂ કરનાર દિગન પટેલે જણાવ્યું તેમનો રસ ખેતી પ્રત્યે એટલા માટે છે કેમ કે તેમનો પરિવાર એક ખેડૂત પરિવાર છે અને તેઓ બાળપણથી જ પોતાના ધરે ખેતકામ થતું જોયું છે, તેથી તેઓનો પણ ખેતી પ્રત્યે રસ વધ્યો અને તેઓ પણ ખેતી સાથે જોડાઈ ગયા. દિગન પટેલે જણાવ્યું કે અમે પહેલા રાસાયણિક ખેતી કરતા હતા પરંતુ હવે 100 ટકા અમે ગૌ આધારિત ખેતી તરફ જતા રહ્યા છે. જણાવી દઈએ કે દિગન પટેલ આજે 16 થી 17 લાખ રૂપિયાની કમાણી દર વર્ષે કરી રહ્યા છે, દિગન પટેલે પોતાના અથાક પ્રયાસ થકી યુવાનોને જણાવ્યું છે કે કૃષિ ક્ષેત્રને પણ એક રોજગારની તક તરીકે યુવાનો જોઈ શકે છે.

ફક્ત એક વર્ષમાં ઉભી કરી ઓઝત મસાલા કંપની

આપણા આજુ બાજુમાં કેટલાક એવા લોકો હશે જેઓ એમ કહે છે કે કદાચ અમારા પાસે પણ વારસામાં કઈંક હોત તો હું પણ ખબર નથી આજે ક્યાં હોત. એવા લોકો માટે રાજકોટના લુણાગરિયા અજય એક ઉદાહરણ છે. જેમના પાસે વારસામાં કઈંક વધુ નોહતા પરંતુ તેમના પાસે જે હતુ તે હતુ જુસ્સા, કઈંક કરીને દેખાડવાનું. પોતના એજ જુસ્સાના કારણે આજે તેઓ પ્રગતિશીલ ખેડૂતના સાથે એક સફળ વેપારી પણ બનીને દેખાડ્યું છે. ફક્ત એક વર્ષ પહેલા ઓઝત નામથી મસાલા કંપની શરૂ કરનાર અજય આજે પોતેજ તો લાખોની કમાણી કરી રહ્યા છે સાથે જ બીજાને પણ રોજગાર આપી રહ્યા છે. વડા પ્રધાનનું આત્મનિર્ભર ભારતનું જો કોઈ ઉદાહરણ અમે જોઈએ તો અજયભાઈની સફળતાની વાર્તાનું તેમાં સમાવેશ થાય છે.

અજય ભાઈ લુણાગારિયા (સ્ટેટ એવોર્ડી)
અજય ભાઈ લુણાગારિયા (સ્ટેટ એવોર્ડી)

અજયભાઈનું એજ જુસ્સા આજે તેઓને મિલિનિયર ફાર્મર ઓફ ઇંડિયા બનાવી દીધું છે. તેઓને એમએફઓઆઈ 2024 માં સ્ટેટ એવોર્ડ થકી સન્માનિત કરવામાં આવ્યું છે. સ્ટેટ એવોર્ડથી સન્માનિત થયા પછી અજયભાઈએ કૃષિ જાગરણ સાથે વાત કરતા જણાવ્યું કે આજે હું બઉ ખુશ છું. તેમની સફળતાની યાત્રા વિશે પુછવામાં આવેલ પ્રશ્નનું ઉત્તર આપતા અજયભાઈએ જણાવ્યું કે તેઓએ કોન્ટ્રેક્ટ ફાર્મિંગ તરીકે પોતાની કારકીર્દીની શરૂઆત કરી હતી. ત્યાર પછી તેઓ ત્યાંથી મેળવવામાં આવેલ હળદર, મરચા, જીરૂં અને અન્ય મસાલા પાકોની ઉપજનું પ્રોસેસિંગ કરી તેનો વેચાણ શરૂ કરી દીધો. વેચાણ માટે તેઓએ ઓઝત નામથી એક કંપની સ્થાપિત કર્યું. ફક્ત એક વર્ષમાં આટલી મોટી સિદ્ધી મેળવનાર અજયભાઈએ સમગ્ર ભારતમાં કદાચ એક જ યુવાન છે.

ગૌ માતા પ્રેમી નીરજ કાંતિલાલ પુરોહિત
ગૌ માતા પ્રેમી નીરજ કાંતિલાલ પુરોહિત

ગૌ માતા માટે અકબંધ પ્રેમ

જો કોઈ વ્યક્તિ સનાતન ધર્મમાં આસ્થા રાખે છે, તેના માટે ગાય ફક્ત એક પશુ નથી પણ માતા છે. પરંતુ અમારા ભારત દેશમાં જ્યાં લગભગ 82 ટકા લોકોએ સનાતન ધર્મમાં માને છે, ત્યાં રોડ રસ્તાઓ પર ગાય માતાને રખડતા અને કચરા ખાતા દરેક વ્યક્તિ જોવે છે. કેમ કે કોઈને પણ ગાય માતાનું અમારા જીવનમાં શુ મહત્વ છે, તેની જાણ નથી. તેથી કરીને લોકોને ગાય માતાનું મહત્વ જણાવા માટે મુંબઈના નીરજભાઈ કાંતિલાલ પુરોહિતે આત્મયા ફાર્મ નામથી મુંબઈ જેવા શહેરમાં 2-2 ગૌશાળા બનાવી છે. ગાય માટે નીરજભાઈના અકબંઘ પ્રેમને જોતા દરેક વ્યક્તિની આંખો રડી પડી હતી, જ્યારે તેઓને એમએફઓઆઈ 2024 માં કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યું. મુંબઈ જેવા શહેરમાં ગાયને પાળવું અને ત્યાં 2 ગૌશાળામાં 100 થી પણ વધુ ગાયની ઉછેર કરવું એક મોટું પડકાર છે, પરંતુ નીરજભાઈએ ગૌ સેવાને પોતાના જીવનનું લક્ષ્ય બનાવી લીઘું છે. મુંબઈના સાથે સાથે ગુજરાતના આણંદમાં પણ નીરજભાઈની એક ગૌશાળા છે. કૃષિ જાગરણ સાથે વાત કરતા નીરજભાઈ જણાવે છે કે અમે આત્મયા નામથી ગૌશાળા એટલા માટે ખોલ્યું છે જેથી શહેરના લોકોને પણ ગાય માતાની સેવા કરવાનું મૌકો મળી શકે. તેઓ કહે છે કે જેને પણ ગાય માતા માટે કઈંક કરવું છે કે પછી ગાય માતાને પાળવું છે તો તેઓ ગાય માતાને અમારા ફાર્મ પર લાવી શકે છે અમે તેમના વતી ગૌ માતાની ઉછેર કરીશુ. તેમને કહ્યું અમારો ઉદેશ્ય ગૌમાતાના મહત્વને વધુ થી વધુ લોકો સુધી પહોંચાડવાનું છે. વધુમાં જણાવી દઈએ કે નીરજભાઈ ગૌમાતાના છાણ થકી ધૂપ બત્તી, માળા અને ગણપતિ ઉત્સવ માટે ઈકો ફ્રેંડલી મુર્તી પણ બનાવી રહ્યા છે. તેના સાથે જ ગાયના દૂધથી બનાવામાં આવેલ શુદ્ધ ઘી અને છાછનું પણ વેચાણ કરી રહ્યા છે.

એવોર્ડી ફાર્મર-ચિરાગભાઈ બારડ
એવોર્ડી ફાર્મર-ચિરાગભાઈ બારડ

ચિરાગભાઈને મળ્યો જિલ્લા સ્તરિય એવોર્ડ

ગીર સોમનાથના વધુ એક ખેડૂત ચિરાગભાઈ બારડને એમએફઓઆઈ 2024 માં જિલ્લા સ્તરિય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા ખાતે આવેલ ઈંદ્રોઈ ગામના વતની ચિરાગભાઈ બારડે નાની વયમાં કુદરતી ખેતી શરૂ કરી દીધી હતી. અભ્યાસ છોડીને પોતાના વારસા સંભાળનાર નક્કી કરનાર ચિરાગભાઈએ છેલ્લા 10 વર્ષથી પોતાની 30 વીઘા જમીન પર ગાય આધારિત ખેતી કરીને આજે દર વર્ષે 50 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આજના સમયમાં જ્યાં દરેક ખેડૂત પોતાના ખેતરમાં ટ્રેક્ટરનું ઉપયોગ કરીને ખેડાણ કરે છે ત્યારે ચિરાગભાઈએ પોતાની 30 વીઘા જમીન પર બળદ થકી ખેતી કરે છે. તેઓ કુદરતી ખેતીને દાનવથી માનવ તરફની યાત્રા ગણાએ છે. જણાવી દઈએ ચિરાગભાઈએ પોતાના ખેતરમાં 15 પ્રકારની શાકભાજી તેમ જ નાળીયેરી, કેળા,પૈપયા અને કંદમૂળ પાક જેમ કે હળદર, મરચા અને સુરણની ખેતી કરે છે. વધુ માહિતી માટે જણાવી દઈએ કે ચિરાગભાઈ ખેતીના સાથે જ પશુપાલન પણ કરે છે અને તેઓ શેરડીના ખુબજ સરળ મોડેલ પણ બનાવ્યું છે. ખેતીમાં તેમની એજ સિદ્ધી બદલ તેઓને એમએફઓઆઈ 2024 માં એવોર્ડ આપવામાં આવ્યું છે. 

Share your comments

Subscribe Magazine

More on Success Story

More