ભારતના વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. ત્યારે તેમને એક સપનું જોયું હતું કે એક દિવસ આપણા ગુજરાતના દરેક ખેતર ઝેર મુક્ત થશે અને દરેક ખેડૂત ઓર્ગેનિક અને ગાય આધારિત ખેતી તરફ આગળ વધે. પીએમ મોદીના આ સપના આજે ગુજરાતના લગભગ 7 લાખ ખેડૂતોએ પૂર્ણ કરીને બતાવ્યું છે. આ ઉપરાંત જ્યારે નરેંદ્રભાઈએ વડા પ્રધાન તરીકે 2014 માં દિલ્લી આવ્યા. ત્યારે તેમને ગુજરાતના આપણું તે પગલું દેશના ખેડૂતોને પણ જણાવ્યું અને ભારતના ખેતરને રાસાયણિક ખાતર જેવા ઝેરથી મુક્ત કરવા માટે વિનંતી કરી. પીએમ મોદીની તે વિનંતી આજે દેશના ખેડૂતો માટે તેમનો ફર્જ બની ગયું છે. દેશના ખેડૂતોએ આજે રાસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક અને ગાય આધારિત ખેતી તરફ આગળ વધ્યા છે. જેમાંથી મોટા ભાગે યુવાનો છે. આ યુવાન ખેડૂતોમાં થી જ એક છે ગુજરાતના ચિરાગ બારડ,જેમની સફળતાની વાર્તા આજે અમે તમને જણાવીશું.
ગીરસોમનાથના ચિરાગ છે ખેતીના સાચો કલાકાર
ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઇન્દ્રોઈ ગામના વતની ચિરાગભાઈ બારડ કૃષિ જાગરણ ગુજરાતીને જણાવ્યું કે તેઓ છેલ્લા 10 વર્ષથી ગાય આધારિત ખેતી સાથે સંકળાયેલા છે. જો કે એમના પિતા અને દાદા પણ ગાય આધારિત ખેતી કરતાં હતા. એટલે એમની વારસાગત ખેતી વર્ષોથી ગાય આધારિત ખેતી જ છે. પરંતુ જ્યારે તેઓ 2013 માં ખેતી કરવાનું શરૂ કર્યો તો તેઓ ગાય આધારિત ખેતીમાં કઈંક ને કઈંક નવા પ્રયોગો કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે. ચિરાગભાઈએ જણાવ્યુ કે 2013 માં અભ્યાસ છોડ્યા પછી તેમને ગાય આઘારિત ખેતી વિશે જ્ઞાન મેળવવા માટે પ્રવાસ કરવાનું નક્કી કર્યો. તેના માટે તેમને ભારતમાં જ્યાં-જ્યાં ગાય આધારિત ખેતી થતી હતી ત્યાં-ત્યાં જઈને જ્ઞાન મેળવવાનું શરૂ કર્યું અને જે યોગ્ય લાગ્યું તેનું અમલીકરણ કરવાનું ચાલું કર્યું. આજે તેઓ ગાય આધારિત ખેતીમાં એક સફળ યુવાન ખેડૂત તરીકે બીજા ખેડૂતો માટે પ્રેરણા બનીને ઉભરી આવ્યા છે.
30 વીઘા જમીન પર કરે છે ખેતી
કૃષિ જાગરણ ગુજરાતી સાથે વાત કરતા ચિરાગભાઈએ જણાવ્યું કે તેમના પાસે અત્યારે 30 વીઘા જમીન છે. જેના ઉપર તેઓ ગાય આધારિત ખેતી કરે છે. ગાય આધારિત ખેતી વિશે તેમને જણાવ્યું કે મને તેથી નાના રોકાણમાં મોટી આવક થાય છે. તેમને જણાવ્યું ગાય આધારિત ખેતી કરવા માટે મને ફક્ત 40 થી 50 હજાર રૂપિયાનો રોકાણ કરવું પડે છે. જેથી હું 20 થી 25 લાખ રૂપિયાની આવક મેળાવવું છું. ખેતી વિશે જણાવતા તેમને કહ્યું કે જ્યારે હું ભારત ફરવા માટે નીકળ્યો ત્યારે મને ઘણા પ્રકારની ખેતીની પદ્ધતિઓએ જોવા મળી. જેમા કેટલીક સરળ અને કેટલીક જટિલ પ્રક્રિયા હતી, આમાથી જે સરળ પદ્ધતિ હતી તેનું હું મારા ખેતરમાં પ્રયોગ કર્યો, જેનો નામ અગ્નિહોત્ર છે.
ખેતીની અગ્નિહોત્ર પદ્ધતિ શું છે?
અગ્નિહોત્ર વિશે ચિરાગભાઈ જણાવ્યું કે અગ્નિહોત્ર 2 મીનીટનો એક યજ્ઞન છે, તેના દ્વારા અમે ખેતી કરીએ છીએ અને 2013 થી નિયમિત કરીએ છીએ. જેના ખૂબ સારા પરિણામ અમને મળ્યા છે. જેમ કે, એમ સમજીએ કે, 14 પ્રકારના અલગ-અલગ પક્ષિઓ હાલ અમારા ફાર્મ ઉપર મોજુદ છે. કોઈપણ જટીલથી જટીલ પાક કરીએ તેમાં કોઈપણ પ્રકારના રોગ આવતા નથી. તો એનો એક ભાગ અમે અગ્નિહોત્ર માનીએ છીએ. આવી સારી સ્થિતિ નિર્માણ પામવાનું કારણ અગ્નિહોત્ર યજ્ઞ છે.
ચિરાગભાઈએ જણવ્યું તે અને તેમના પરિવાર ભેગા મળીને ખેતી કરીએ છીએ કોઈ પણ બાહરના માણસો આપણે ખેતરમાં કામ કરવા માટે રાખ્યો નથી. નહીંતર બીજા લોકએ તો 30 વીઘા જમીનને ભાડે રાખી દે છે.પોતાના પરિવાર વિશે તેમને જણવતા કહ્યું, મારા પરિવારમાં મારી ધર્મપત્ની બે બહેનો બા અને મમ્મી છે. તેથી કરીને અમને અમારા ખેતરમાં કામ કરવા માટે બાહરના માણસોની બહું જ ઓછી જરૂર પડે છે. ગાય આઘારિત ખેતીમાં રોકાણ કેટલો કરવો પડે છે? આ પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે તેમાં કોઈ પણ પ્રકારનો રોકાણ કરવું પડતું નથી આ જો 30-40 હજારનું ખર્ચ છે તે પણ લેબર કોસ્ટ છે.
ટ્રેક્ટરનો ઉપયોગ નથી કરતા ચિરાગભાઈ
આજના સમયમાં જ્યારે દરેક ખેડૂત પોતાના ખેતરમાં ટ્રેક્ટરનું ઉપયોગ કરીને ખેડાણ કરે છે ત્યારે ચિરાગભાઈએ પોતાની 30 વીઘા જમીન પર બળદ દ્વારા જ બઘી જ ખેતી કરે છે. પોતાના વિશેમાં આગળ જણાવતા ચિરાગભાઈ કહે છે કે 2013 માં જ્યારે મેં અભ્યાસ કરવાનું બંધ કર્યો. ત્યારે મેં મારા પપ્પાના પાસે ગયો અને તેમને કીધું કે મને ભણવામાં રસ નથી. ત્યારે મારા પપ્પા મને એક ચેલેન્જ આપ્યું અને કહ્યું કે આપણો પરિવારિક વ્યવસાય ખેતી છે.એટલે હું તને 5 વીઘા જમીન આપું છું, એમાં તું મને કઈંક કરીને જણાવ, પછી આપણે જોઈએ કે તારે ભણવાણું બંધ કરવાનું છે કે નહીં. ત્યારે તેઓએ 5 વીઘા જમીનમાં ખેતી કરવાનું શરૂ કર્યો. પરંતુ મારી શરૂઆત થોડી કડવી થઈ અને પહેલા સીઝનમાં હું ફેલ થઈ ગયો. કેમ કે એ પદ્ધતિ વિશે મને કઈંક ખ્યાલ જ નહોતો.
કયા-કયા પાકની ખેતી કરે છે ચિરાગભાઈ
ગુજરાતના યુવાન પ્રગતિશીલ ખેડૂત ચિરાગભાઈએ કહ્યું, જ્યારે મેં ખેતી કરવાનું શરૂ કર્યો ત્યારથી લઈને અત્યાર સુધી આપણો 30 વીધા જમીન પર કેળા, પપૈયા, સરગવા, નાળીયેરીની ખેતી કરીએ છીએ. તેના પછી સિઝન મુજબ 15 પ્રકારની શાકભાજી વાવીએ છીએ. આ વાત જણાવતા તેમને દરેક ખેડૂતો માટે સારી એવી વાત જણાવી કે ક્યારે પણ સિઝન વગર કોઈ પણ પાકનો વાવેતર કરવાનું પ્રયત્ન નથી કરવું જોઈએ. પોતાની ખેતી વિશે આગળ જણાવતા ચિરાગભાઈએ કહ્યું કે બાગાયત અને શાકભાજીના સાથે જ આપણે મસાલાની ખેતી પણ કરીએ છીએ. કંદમૂળવાળા પાકો, હળદર, મરચા, સુરણ, અડંવી તેમ જ શેરડીની ખેતી પણ આપણે ગાય આધારિત તરીકે કરીએ છીએ.
મુલ્યવર્ધન અને પ્રોસેસિંગ
આ પ્રશ્નના ઉત્તરમાં તેઓ જણાવ્યું કે સામાન્ય રીતે અમે 80 ટકા વસ્તુઓને પ્રૉસેસિંગ કરીને જ આપીએ છીએ. અને અમારો લક્ષ્ય તેને 100 ટકા કરીને આપવાનું છે. પરંતુ હાલમાં આપણે 20 ટકા પાકનું વેચાણ સીધું જ કરીએ છે. તેમણે જણાવ્યું કે એક તો અમે સારૂ એવી પેકિંગ તો કરીએ છીએ જ સાથે જ તેના અન્દર જે વસ્તું છે તેને ખાવાથી કેટલો લાભ મળે તે વિષય તો જુદો જ છે. પ્રૉસેસિંગ વિશે ચિરાગભાઈએ જણાવ્યું કે અમે કેળામાંથી કેળાના વેફર બનાવીએ છીએ, એમ તો કેળાના વેફરનું એટલું માર્કેટ નથી પરંતુ અમે 20-30 ટકા કેળાનું મુલ્યવર્ધર કરીને તેના વેફર બનાવીને તેનું વેચાણ કરી દઈએ છીએ, સીધા વેચીએ તો આપણે 500 રૂપિયા મળતા હોય છે પરંતુ જો તેનું પ્રૉસેસિન્ગ કરીને વેચીએ તો 2000 રૂપિયા સુધી મળી જાય છે. એટલે પાકનું મુલ્યવર્ધન એક બઉં સારો વિકલ્પ છે અને અગત્યનો વિકલ્પ છે. હું તો કહું છું બઘા ખેડૂતોને આ પદ્ધતિ શીખવી જોઈએ અને પોતાની આવકમાં વઘારો કરવું જોઈએ.
કેવી રીતે વેચાણ કરો છો તેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું, વેચાણ માટે અમે સામાન્ય રીતે બઉં બધા ઉપર નિર્ભર રહેતા નથી. જ્યારથી મેં ખેતી શરૂ કરી છે, એટલે કે 2013 થી અમે માર્કેટમાં છીએ. આથી અમારા પાસે 10 હજારથી વધારે કસ્ટમર બેઈઝ છે. અમારી પાસે એમના માટે પૂરતા પ્રમાણમાં પ્રોસેસિંગ કરેલું કેળાના વેફર હોય જ છે. કારણ કે પ્રોડક્શન આનાથી વધારે થતું નથી. તમે કસ્ટમર કેવી રીતે બનાવ્યા તેના પ્રશ્નના ઉત્તરમાં ચિરાગભાઈએ કહ્યું, કે અમે અમારા કસ્ટમર સૉશિયલ મીડિયા થકી મેળવવીએ છીએ. જેમાં ફેસબુક અને વૉટ્સએપનું મોટું રોલ છે
ખેતીના સાથે કરે છે પશુપાલન પણ
ચિરાગભાઈએ જણાવ્યુ કે તેઓ ખેતીના સાથે પશુપાલન પણ કરે છે. તેમના પાસે 25 જેટલો ગૌવંશ છે, હાં એમા એક મોટો નંદી મહારાજ છે, બે બળદ છે, બીજા બે નાના નંદી અને બાકી બીજી ગાયો અને નાની વાછરડીઓ છે. હાલ અમે તેમના સંવર્ધન ઉપર કામ કરીએ છીએ. તેમને જણાવ્યું કે મારા માનવું છે કે ગાયના બે આંચળ ઉપર તેના વાછડાઓ અને બે આંચળ ઉપર તેના પાળનારનો અધિકાર છે.તેથી અમે ગાયોના બે આચંળ જ દોઈએ છીએ. તેના પછી આપણે દૂધના પ્રૉસેસિંગ કરીને તેમાંથી ઘીનું નિર્માણ કરીએ છે અને ઘીમાંથી વિવિધ પ્રકારના અલગ-અલગ ઔષધિય પ્રકારના ધૃત બનાવીએ છીએ. ત્યારે પછી જે બચે તેને અમે ઘરમાં ખાવા માટે રાખીએ છીએ પછી જે બચે એમાંથી ઔષધી બનાવીએ અને પછી જે વચે એને જૂનું કરવા માટે સંગ્રહ કરીએ છીએ.
શેરડીનું ખુબ જ સરલ મૉડેલ બનાવ્યું
ચિરાગભાઈએ પોતાની યાત્રા વિશે આગળ જણાવતા કહ્યુ કે અમે લગભગ અઢી વર્ષ પહેલા શેરડીનું ખૂબ સરસ મૉડેલ બનાવ્યું અમે 16 ગુંઠાનું એક વીઘામાંથી 33 ટનનું પ્રૉડક્શન લીધું હતું. જો કે હાઈએસ્ટ પ્રૉડક્શન છે. એમાં અમે શેરડીના કુલ 9 જ પિચત ડ્રીપ ઈરીગેશનથી આપી હતી. પાણી પૂશ્કળ છે, પરંતુ બતાવવા માટે કે સિદ્ધ કરવા માટે કે, ઓછા પાણીમાં પણ આપણે શેરડીની ખેતી કરી શકીએ છીએ. બસ પદ્ધતિ ચેન્જ કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે જો આપણે જીવામૃત વાપરતા હોઈએ તો જમીનમાં હ્યુમસ થઈ જાય છે. જેથી પાણીની જરૂરિયાત ઓછી થઈ જાય છે.
ગાય આધારિક ખેતીને તમે કેવી રીતે જોવો છો?
ગાય આધારિત ખેતી ખેડૂતો અને દેશ માટે કેટલી સારી છે તેના વિશે પર વાત કરતા ચિરાગભાઈ કહ્યું, ગાય આધારિત ખેતી ખુબ મહત્વનો મુદ્ધો છે. અમે એને એ રીતે સંબોધિત કરીએ છીએ કે, ગાય આધારિત જે કૃષિ છે, એ દાનવ તરફથી માનવ તરફની યાત્રા છે. મારા આ જવાબ ઉપર ઘણા લોકોએ મને પૂછે છે કે કઈ રીતે ભાઈ? તો પછી જો દાનવ છે એનું શું કાર્ય હોય? તો કે પ્રકૃતિ સાથે રહીને વિકૃતિનું નિર્માણ કરીને રહે, તેને કઈ નુકસાન પહોંચાડતુ નથી. તો મનુષ્ય છે,એના માટે આપણા વેદો શું કહે છે?
આ પણ વાંચો: Success Story: સોફ્ટવેયર એન્જિનિયરથી એક સફળ ખેડૂત બનવાની વાર્તા
તો કે પ્રકૃતિ સાથે રહીને સંસ્કૃતિનું નિર્માણ કરે એ માનવ કહેવાયે. તો અત્યારે જો ખેડૂતો આટલું બધુ અનહદ રસાયણ નાંખે છે, એક બાજુથી અમે ધરતીને માતા કહીએ અને એનું પૂજન કરીએ છે અને બીજુ બાજુથી અઢળક રસાયણ તેમાં નાખીએ છીએ. ધરતી તો આપણી માં છે એટલે તે અમને રસાયણ નાખ્યા છતાં બમણો ઉત્પાદન તો આપે છે પરંતુ તે ઝેરી રસાયણને પોતાના અન્દર ગ્રહણ કરી લે છે. ચિરાગભાઈએ પ્રશ્ન કરતાં કહ્યં કે જેવી રીતે અમારા દેશ ભારત પ્રત્યે આપણું એક ફર્જ છે. એવી રીતે શું ધરતી માંને લઈને આપણો કોઈ ફર્જ નથી? અલ્યા મારા વાલા ધરતી તો ખેડૂતની માં કહેવાયે અને અમે પોતાની માં ને જ ઝેર કેવી રીતે આપી શકીએ છીએ.
બીજા ખેડૂતોને ગાય આધારિક ખેતી માટે આપે છે તાલીમ
યુવાનો માટે પ્રેરણા બની ઉભરી આવ્યા ચિરાગબભાઈ બારડએ ગાય આધારિત ખેતીને વધુ વધારવા અને ખેડૂતો સુધી પહોંચાડવા માટે એક તાલીમ કાર્યક્રમ પણ ચલાવી રહ્યા છે. જેમાં તેઓ ખેડૂતોને ગાય આધારિત ખેતી થકી ઓછા રોકાણમાં કેવી રીત સારો એવો વાવેતર મેળવી શકાય તેના માટે નિ:શુલ્ક તાલીમ આપે છે. જો આ તાલીમ માટે કોઈ ખેડૂતને તમારા પાસે આવું હોય તો તેના માટે તેને શું કરવું પડે? આ પ્રશ્નનું ઉત્તર આપતા ચિરાગભાઈએ જણાવ્યું કે અલગ-અલગ સંસ્થાઓએ જો કે ખેડૂતો માટે કામ કરે છે તેઓ એમને ભેગા કરીને તાલીમ મેળવવા માટે મોકલે છે. તેથી કોઈ પણ ખેડૂત જેને ગાય આધારિત ખેતી કેવી રીતે કરવાની છે તો તેઓ ખેડૂતો સાથે જોડાયેલી કોઈ પણ સંસ્થા સાથે જોડાઈને નિ: શુલ્ક ગાય આધારિક ખેતીની તાલીમ મારા ત્યાં આવીને શીખી શકે છે ક તો પછી આ નંબર (+91 99983 42666) પર ફોન કરીને પણ વાત કરી શકે છે અને તાલીમ મેળવવા માટે આવી શકે છે.
આ પણ વાંચો: એક સફળતાની વાર્તા આવી પણ, જ્યારે ખેતરમાં મજૂરી કરતા દંપત્તિના ગૌરવ વધાર્યું દીકરી-દીકરા
જણાવી દઈએ ચિરાગભાઈ તાલીમ આપવાના સાથે જ ગૌસંસ્કૃતિ સંગઠન પણ ચલાવે છે. આ સંગઠન વિશે જણાવતા તેઓ કહ્યું કે, ભારતની સંસ્કૃતિ હવે પતન તરફ જઈ રહી છે, જેના તરફ કોઈ જોતું નથી. આથી અમે આ સંગઠનની શરૂઆત કરી છે, જેથી ગાયોની રક્ષા થાય અને ભારતીય સંસ્કૃતિ જો કે ગાય આધારિત ખેતી પર આધારિત છે તેનો પતન ના થાય. તેમણે કહ્યું અમે અમારા સંગઠન થકી ગામડે-ગામડે જઈને ગોષ્ટી કરીએ છીએ. છેલ્લા 2 વર્ષમાં અમે 80 થી વધું ગામડાઓમાં જઈને ગૌસંસ્કૃતિને લઈને ગૌષ્ઠીનું આયોજન કર્યો છે.
ખેડૂતો કેમ પાછા ખસે છે ગાચ આધારિત ખેતી કરવાથી
આમારા છેલ્લા અને અંતિમ પ્રશ્નનના ઉત્તર આપતા ચિરાગભાઈએ જણાવ્યું કે, ગાય આધારિત ખેતીના લીધે ખેડૂતોને આ વાતની ખાતરી રહેતી નથી કે તેથી આપણે સારો એવો ઉત્પાદન મળશે કે નહીં? ખેડૂતો આ પ્રશ્નને લઈને મુંઝાવણમાં રહે છે. કેમ કે રાસાયણિક ખાતરનું નિર્માણ કરનાર કંપનીઓએ તેમના માથે બેસાડી દીધું છે કે રાસાયણિક ખાતરના ઉપયોગ કરીને જ તમે સારો એવો ઉત્પાદન મેળવી શકો છો અને પોતાની આવક બમણી કરી શકો છો. આથી તેઓ ઓર્ગેનિક કે પછી ગાય આધારિત ખેતી કરવાથી પાછડ ખસી જાય છે.
પરંતું હું એવા ખેડૂતોને કહેવા માંગુ છું કે રાસાયણિક ખાતરનું પ્રયોગ કરીને તમે ફક્ત 25 ટકા ઉત્પાદન વધારી શકો છો અને તે પણ પાતાના અને બીજા લોકોના જીવન સાથે છેડા કરીને. પણ જો તમે ગાય આધારિત કે પછી ઓર્ગેનિક ખેતી કરશો તો તમને સારો એવો ઉત્પાદન તો મળશે જ સાથે જ તેના માટે તમારે વધું રોકાણ કરવાની પણ જરૂર નથી. કેમ કે ગાય પોતાના છાણ અને ગૌમુત્ર આપવા માટે તમારા પાસેથી રૂપિયાની માંગણી નથી કરતી. છેવટે હું મારા દરેક ખેડૂત ભાઈને ફક્ત એજ કહેવા માંગુ છું કે રાસાયણિક ખેતી કરીને તમે પોતાની જાત અને દેશના લોકોના જીવન સાથે છેડા નહીં કરો. આપણા પૂર્વજોની જેમ ગાય આધારિત અને ઓર્ગેનિક ખેતી તરફ પાછા ફરો અને ખેતીને આ ઝેરથી મુક્ત કરો.
Share your comments