Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

કાશ્મીરી કેસરની પ્રાકૃતિક ખેતી કરી બે મિત્રો થયા લખપતિ

શું તમે કાશ્મીરી કેસરની ખેતી કરવા વિશે વિયારી રહ્યા છોં પણ તમને ખબર નથી કે તેની ખેતી કયા પ્રકારથી કરવામાં આવે છે. તો ચાલો કૃષિ જાગરણ ગુજરાતી તમને આ વિશે જણાવશે અને તે પણ એક સફળ વાર્તાના માધ્યમથી. આ સફળ વાર્તા તદન સાચી છે અને તે આપણા ગુજરાતના બોટાદ જિલ્લાના એક નાનકડા ગામની છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
કાશ્મીરી કેસરની ખેતી કરીને કરો લાખોની કામાણી (સૌજન્ય: પિન્ટરિસ્ટ)
કાશ્મીરી કેસરની ખેતી કરીને કરો લાખોની કામાણી (સૌજન્ય: પિન્ટરિસ્ટ)

શું તમે કાશ્મીરી કેસરની ખેતી કરવા વિશે વિયારી રહ્યા છોં પણ તમને ખબર નથી કે તેની ખેતી કયા પ્રકારથી કરવામાં આવે છે. તો ચાલો કૃષિ જાગરણ ગુજરાતી તમને આ વિશે જણાવશે અને તે પણ એક સફળ વાર્તાના માધ્યમથી. આ સફળ વાર્તા તદન સાચી છે અને તે આપણા ગુજરાતના બોટાદ જિલ્લાના એક નાનકડા ગામની છે. જ્યાં બે મિત્રોએ કાશ્મીરી કેસરની પ્રાકૃતિક તરીકેથી ખેતી કરીને લાખો રૂપિયાની કામાણી કરી રહ્યા છે. એમ તો રાજ્યમાં મોટા ભાગે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે પરંતુ વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ થઈ જાય છે. જેના કારણે ખેડૂતોએ હવે ટેકનોલોજીના ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આજે અમે તમને બે એવા મિત્રો વિશે જણાવી શું જે પ્રાકૃતિક ખેતીના માધ્યમથી કાશ્મીરી કેસરની સફળ ખેતી કરી રહ્યા છે અને લાખોની કામાણી કરી રહ્યા છે. વાત જાણો એમ છે કે બોટાદ જિલ્લાના નાનકડા ગામડાના બે મિત્રોએ કાશ્મીરી કેસરની ખેતી કરીને આખા રાજ્યની આંખ પોતાના તરફ દોરાવી દીધી છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખેડૂત

આ બન્ને મિત્રો છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના હામાપર ગામના આશીષ બાવળીયા અને ભદ્રાવડી ગામના સુભાષ કાનેટિયા. આ બન્ને મિત્રોએ B.Tech. સુધીનો અભ્યાસ કર્યો છે અને બન્ને જણાએ બઉ મોટી કંપનીમાં ફર્જ બજાવતા હતા. પરંતુ ખેડૂત પુત્રો તો ખેડૂત પુત્રો જ કહવાયે. બન્ને મિત્રોએ મોટી કંપનીમાં મળી રહેલી સેલરીને છોડીને ખેતી તરફ વળી ગયા અને જમ્મુ-કાશ્મીરમાંથી કેસરના બલ્ક મંગાવ્યોં અને તેની ખેતી શરૂ કરી દીધી. જો આપણે કાશ્મીરી કેસરની ખેતીની વાત કરીએ તો પ્રથમ દ્રષ્ટિએ તેનો આકાર ડુંગળી જેવો દેખાયે છે, પરંતુ ખેતીની ભાષામાં તેને કેસર બલ્ક કહવામાં આવે છે.

ખેતી કરવા માટે પહેલા કાઢી નાખી કાર્બન ડાયોક્સાઇડ

જેમ કે તમને ખબર જ છે ખેડૂત ભાઇયો કે કેસર ઠંડા પ્રદેશોનો પાક છે અને ગુજરાતમાં તેની ખેતી કરવી પ્રાકૃતિક રૂપથી શક્ય નથી. જો તમારે કાશ્મીરી કેસરની ખેતી0 કરીને લાખોની કામાણી કરવી છે તો તેના માટે તમારે આશીષ અને સુભાષની જેમ પોતાની વાડીમાં એક કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરવું પડશે. ત્યાર પછી તેની અન્દર સાગનું લાકડ઼ું, એર કન્ડિશન, કાર્બન ડાયોક્સાઇટ બાહર માટે એક મશીન લગાવવાની રહશે. તેના સાથે જ ભેજ માપવા માટે મશીનને ઓટોમેટીક સિસ્ટિમ પર રાખવું પડશે. ત્યારે ત્યા વીજળીની ખૂબ જ જરૂરત હોય છે તો તેના માટે તમારે એક જનરેટરની પણ જરૂર પડશે.

એક  વર્ષમાં થશે  1.500 કિલો ગ્રામનું ઉત્તપાદન

પહેલા વર્ષે 1.500 કિલો ગ્રામ કાશ્મીરી કેસરનું ઉત્પાદન થશે. જો આપણે આશીષ અને સુભાષ દ્વારા કરેલી ખેતીથી જાણવવા મળ્યું છે. બન્ને મિત્રોએ પોતાની 2વર્ષની મેહનત પછી આ સફળતા મેળવી છે. જ્યારે પ્રથમ વર્ષે કેસરનું 1થી 1.500 કિલો ગ્રામ ઉત્પાદન તેમણે મળ્યું હતું, જ્યારે બીજા વર્ષે તેમણે 4 કિલો કેસરનું ઉત્પાદન કર્યો હતો.

સૌજન્ય: પિન્ટરેસ્ટ)
સૌજન્ય: પિન્ટરેસ્ટ)

કાશ્મીરી કેસરનું વાવેતર કરીને કરી લાખોની કામાણી

બોટાદ જિલ્લાના નાનકડા ગામના આશીષ અને સુભાષએ પહેલા વર્ષના 1.500 કિલો અને બીજા વર્ષમાં 4 કિલો કેસરનો ઉત્પાદન કર્યો. જો હાલ આપણે માર્કેટમાં કેસરનું ભાવ જોવા જઈએ તો એક કિલો કેસરનું ભાવ 7થી 8 લાખ રૂપિયા છે. તેના પ્રમાણે બન્ને મિત્રોઓએ બે વર્ષમાં લખપતી થઈ ગયા છે. જો તમે પણ લખપતી થવા માંગો છો તો આશીષ અને સુભાષની જેમ શુરૂ કરો કાશ્મીરી કેસરની ખેતી. આમ તો તેમા મેહનત બઉ છે પણ તે હિન્દીમાં કહેવાયે છે ને કે મેહનત અપના રંગ એક દિન જરૂર દિખાતી હૈ, તો પછી મારા ખેડૂત મિત્રો તમે કોની રાહ જોવો છો. કાશ્મીરી કેસરની ખેતી કરીને દર વર્ષે કમાવો લાખો.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More