જેમ-જેમ દુનિયા એડવાન્સ થતી જાય છે તેમ તેમ લોકો માટે રોજગારીની તક ઓછી થતી જાય છે. જે લોકોએ એડવાન્સ દુનિયાના સાથે આગળ વધી રહ્યા છે તેમના માટે રોજગારીની તક કદાચ આગળ પણ રહેશે.પરંતુ એક અહેવાલમાં સામે આવ્યું છે કે આજથી 15-20 વર્ષ પછી દુનિયા આટલી એડવાન્સ થઈ જશે કે માણસોની જગ્યહ કંપ્યૂટર લઈ લેશે અને તેમના માટે રોજગારની તક ઓછી થઈ જશે. પરંતુ આજે અને ત્યારે પણ એક જ વ્યવસાય એવો રહેશે જેની તક ક્યારે પણ ઓછી નહીં થાય.જો વ્યક્તિ ધારી લે તો તે તેમાં મહેનત કરીને મોટી આવક મેળવી શકે છે. જેમ કે આ લોકો મેળવી રહ્યા છે. આવા લોકોને એમએમએફઓઈ અને કૃષિ જાગરણ બીજા લોકોને પ્રેરણાં આપવા બદલ પ્રણામ કરે છે.
અમરેલીના ધર્મેશભાઈ
ધર્મેશ ભાઈએ એક એવો ખેડૂત છે જેમને પ્રાકૃતિક રૂપથી કાશ્મીરી મરચાની ખેતી કરીને બીજા ખેડૂતો માટે એક ઉદહારણ ઉભા કર્યો છે. ગુજરાતના અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકા હેઠળ આવેલા અમરાપુર ગામમાં જન્મેલા ધર્મેશભાઇએ દેશની ટોચની કોલેજોમાં ભણેળા લોકોને પાછળ છોડી દીધું છે. ધર્મેશભાઈએ લોકો માટે એક એવો ઉદાહરણ પૂરૂ પાડ્યો છે કે શિક્ષા મેળવીને રસાયણિક ખેતી કરવાની જગ્યાએ પ્રાકૃતિક ખેતી કરીને પણ સફળતા મેળવી શકાય છે. માત્ર આઠમા ધોરણ સુધી ભણેળા ધર્મેશભાઇએ 38 વીઘા જમીનમાં મરચાની ખેતીના સફળ ખેડૂત બનીને દેખાડ્યો છે. નવીનતમ નાણાકીય અહેવાલ મુજબ, ધર્મેશ ભાઈ માથુકિયા રૂ. 1.5 કરોડની પ્રભાવશાળી વાર્ષિક આવક ધરાવે છે. ખેત મજૂરી સહિતના ખર્ચાઓને બાદ કરીને, તે ગર્વથી 90 લાખ રૂપિયાની ચોખ્ખી બચત કરે છે. બજારની ગતિશીલતા તેની તરફેણમાં છે.
પાટણની તન્વીબેન
ગુજરાતના પાટણા જિલ્લાના રહેવાસી તન્વીબેન અને તેમના પતિ હિમાંશુ પટેલ એવા લોકોમાંથી છે જેમને સ્વેચ્છાએ ઓર્ગોનિક ખેતી માટે તેમની કોર્પોરેટની નોકરીઓ છોડી નાખી.તન્વીબેન જણાવે છે કે મને અને મારા પતિને જ્યારે આ વાતની જાણ થઈ કે અમારી ભાડે રાખેલી ખેતીની જમીન પર રસાયણોથી ખેતી કરવામાં આવે છે તો અમને ખૂબ જ દુખ થયું. ત્યારે અમે નક્કી કર્યો કે અમે પોતે જ આપણી જમીન ઉપર ઓર્ગેનિક ખેતી કરીશું. તે સમય મારા હસબેંડ હિમાંશુ પટેલે જેએસડબલ્યુ પાવર પ્લાન્ટમાં સિનિયર મેનેજર તરીકે કર્જ બજાવતા હતા અને હું એક સ્કૂલ ટીચર હતી.
મધના માત્ર એક કે બે લાકડાના ક્રેટ્સથી મધમાખી ઉછેરની શરૂઆત કરનાર તન્વીબેને આજે લાકડાના 1000 ક્રેટ્સમાં મધમાખી ઉછેર કરે છે. જેથી તેઓ ઓર્ગેનિક રીતે 25 હજાર કિલો મધનું ઉત્પાદન કરે છે. અને આથી 30 લાખથી વઘુની આવક મેળવે છે. સફળ દંપતીએ શેર કર્યું છે કે કેવી રીતે તેઓએ માત્ર કાચું મધ વેચવાનું સાહસ જ વિકસાવ્યું નથી, પરંતુ પડોશી ખેતરના ખેડૂતોને સજીવ ખેતી તરફ વળવામાં પણ મદદ કરી છે.
સોલાપરુના મહેશ આસાબેએ
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના દુષ્કાળગ્રસ્ત સાંગોલા તાલુકામાં, 27 વર્ષીય એન્જિનિયર ડ્રેગન ફ્રૂટની ખેતીમાં અગ્રણી છે. મહેશ આસાબેએ તેમના કુટુંબની 20 એકર જમીન પર ડ્રેગન ફ્રુટનું વાવેતર કર્યું છે અને હવે સૂકા પ્રદેશમાં જ્યાં ખેતીને ખોટ કરતી દરખાસ્ત ગણવામાં આવે છે ત્યાં પ્રતિ એકર રૂ. 10 લાખની કમાણી કરે છે.પોતાની યાત્રા વિશે મહેશ જણાવતા કહ્યું, જ્યારે 2013 માં ડ્રેગન ફ્રૂટ ભારતમાં બહુ લોકપ્રિય નહોતું ત્યારે તેણે એક મેગેઝિનમાં તેના વિશે વાંચ્યું હતું. ત્યાર પછી મેં મારા પિતાને કહ્યું કે આપણે ખેતરમાં તેને ઉગાડવો જોઈએ. મારા પિતાએ મારી વાતથી સંમત થયા અને મેં ડ્રેગન ફ્રુટના 9000 રોપા ખરીદ્યો અને મારી 3 એકર જમીનમાં તેને વાવ્યો. જણાવી દઈએ કે મહેશે પશ્ચિમ બંગાળની નર્સરીમાંથી રૂ. 110 પ્રતિ નંગના ભાવે ડ્રેગન ફ્રુટના રોપા 25 થી 30 રૂપિયા પ્રતિ છોડના ભાવે ખકીદ્યો હતો
વડોદરાની ધર્મિષ્ઠાબેન
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વલવા ગામની રહેવાસી ધર્મિષ્ઠાબેન પરમારે પોતાના પગ પર ઉભા રહીને સમાજની સામે મહિલા સશક્તિકરણનું એક મોટું ઉદાહરણ પૂરૂ પાડ્યો છે. નાનકડા સમય પહેલા ફક્ત ચોથા ધોરણ સુધી ભણેલા ધર્મિષ્ઠા પરમારની આર્થિક સ્થિતિ એટલી દયનીય હતી કે બે ટાઈમનું ભોજન પણ મળવું મુશ્કેલ હતું. પંરતુ આજે તેમની સખત મેહનત અને આગળ વધવાની તત્પરતાએ તેમની દુનિયા બદલી નાખી છે. ધર્મિષ્ઠાએ પોતાની મેહનત થકી બિઝનેસ કરીને સમગ્ર જિલ્લામાં પોતાનું નામ રોશન કર્યું છે અને તે તેના જેવી અન્ય મહિલાઓ માટે ઉદાહરણરૂપ છે.આજે ધર્મિષ્ઠા ગાયોની ડેરી ચલાવે છે અને આ ડેરીની આવક માત્ર આખા પરિવારને સારી રીતે ટેકો આપી રહી નથી, પરંતુ દર મહિને તેને સારી રકમ બચાવવામાં પણ મદદ કરી રહી છે. આજે ધર્મિષ્ઠાબેન દર વર્ષે લાખોની આવક મેળવી રહી છે.
Share your comments