સફળ ઉદ્યમી ઉષાબેન
ગુજરાતી જ્યાં પણ રહે પોતાની ઓળખાન પોતાના કામથી બનાવી લે છે. આવી જ એક સફળતાની વાર્તા છે એક એવી મહિલાની જેમનો જન્મ તો ગુજરાતના અમદાવાદમાં થયું હતું. પરંતુ લગ્ન થયા પછી તેમને દિલ્લી આવુ પડ્યો. પોતાના વારસો છોડીની બીજા શહેરમાં વસી જવાનું કોઈના માટે સરળ નથી હોતું. પણ પોતાની મેહનતથી સરળ બનાવું પડે છે. જો કરીને દેખાડ્યો છે અમદાવાદમાં ભણેલી-ગણેલી અને લગ્ન પછી દિલ્લીમાં વસી ગયેલી ઉષાબેને. ઉષાબેન દરેક એવી મહિલા માટે એક પ્રેરણા છે જો કરવાનું તો ઘણું બધું ઇચ્છે છે પરંતુ કોકના કોક કારણે પોતાના કૌશલ્ય બહાર કાઢવાથી પાછળ ખસી જાય છે. ગુજરાતની પ્રગતિશીલ મહિલા ઉદ્યોગસાહસિક ઉષાબેને બીજા મહિલાઓ માટે પ્રેરણા બનીને ઉભરી આવ્યા છે. તેમની સફળતાની વાર્તા થકી કૃષિ જાગકણ ગુજરાતી બીજા મહિલાઓને પણ ઉષાબેનની જેમ આગળ વધવાની સલાહ આપે છે.
ઉષાબેન દ્વારા જણાવ્યા મુજબ, તેમને ફક્ત 500 રૂપિયાથી પોતાના અથાણાના વેપારની શરૂઆત કરી હતી. અને આજે ઉષાબેન મહીનામાં 400 થી 500 કિલોગ્રામ અથાણાનું વેચાણ કરે છે. શરૂઆતમાં તે થોડા-થોડા અથાણા બનાવીને આજુ-બાજુ અને પોતાના ઓળખાણના લોકોને આપતી હતી. ઉષાબેન દ્વારા રંધાયેલા અથાણા ધીમો-ધીમો આટલો પ્રસિદ્ધ થઈ ગયા કે હવે લોકો સામેથી તેમને અથાણાના ઓર્ડર આપે છે. ઉષાબેન જણાવે છે શરૂઆતમાં તેમને લેબલ વગરના અથાણાનું વેચાણ કર્યો હતો.પરંતુ આજે બાલાજી પિક્લસ નામથી તેમની એક મોટી કંપની છે.
સંગીતા પિંગળેની સફળતાની વાર્તા
આ વાર્તા છે સપના જોતી અને આશાઓથી ભરાયેલી એક એવી મહિલાની જેમને પોતાના આત્મવિશ્વાસ થકી જીવનને અર્થપૂર્ણ બનાવ્યું છે. સમૃદ્ધ જીવનમાં તે પોતાના દરેક કાર્યને ઇમાનદારીથી કરી રહી હતી.પરંતુ એક અકસ્માતમાં તેમને પોતાના પતિ અને સસરાને ગુમાવી દીધું. જેથી તેમના સુખી જીવનનો દોરો નબળો પડી ગયો. અચાનક બનેલી આ ઘટનામાંથી તે પોતાની જાતને ઉપાડી શકે તે પહેલાં પરિવારની સંભાળ લેવાની જવાબદારી તેના પર આવી ગઈ. સંગીતાએ તેના સાસુ સાથે પોતાની ફરજો ઉપરાંત અન્ય તમામ ફરજો બજાવી હતી. તેણીએ તેના સસરા અને પતિનું ખેતીકામ કરવાનું શરૂ કર્યું. દરેકને તેના નિર્ણય પર શંકા હતી, પરંતુ તેણે હાર માની નહીં; તેના બદલે, તેણે આ શંકાને પડકાર તરીકે સ્વીકારી અને તેને દૂર કરવાનો નિર્ણય કર્યો.
સંગીતાએ જણાવ્યું, દ્રાક્ષની ખેતી સરળ નથી. નાની ભૂલ પણ ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કોઈપણ અનુભવ વિના પણ તેણે આ જવાબદારી ઉપાડવાનું નક્કી કર્યું. તેણે પોતાને જરૂરી શિક્ષણ મેળવવા સખત મહેનત કરવાનું નક્કી કર્યું. સૂચિત માર્ગને અનુસરતી વખતે, તેણે નવા માર્ગો શોધવાનો પ્રયાસ પણ કર્યો. એક પછી એક ટ્રેક્ટર અને અન્ય તમામ નવી સુવિધાઓ તેમના કામમાં સામેલ કરી. આનાથી તેમનું ઉત્પાદન વધ્યું અને તેમના ઉત્પાદનોની માંગ વધવા માંડી. અને આ સતત ચાલુ છે. ગુણવત્તાયુક્ત ઉત્પાદન બનાવવા અને કાર્યપદ્ધતિ પ્રસ્તાવિત કરવાનો આ અગાધ નિશ્ચય, કોઈપણ પૂર્વ અનુભવ અથવા ક્ષેત્રના જ્ઞાન વિના, આજે તેમના અસ્તિત્વની ઓળખ છે. અને તે દરેક માટે પ્રેરણાનો તેજસ્વી સ્ત્રોત છે. ઉપલબ્ધ સંસાધનો સાથે નવી બનાવેલી પદ્ધતિનું માળખું કરવું એ એક કપરા પ્રયાસથી ઓછું નથી.
અમદાવાદની સરોજબેન
અમદાવાદથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલા ઉત્તર ગુજરાતના પ્રવેશ જિલ્લા મહેસાણાના મોતીદાળ ગામની રહેવાસી સરોજા પટેલ ખેતી કરે છે. હકીકતમાં, 2006 માં તેમના પતિ ભાવેશ પટેલનું એક માર્ગ અકસ્માતમાં અવસાન થયું, ત્યારબાદ ઘરની સંભાળ લેવાની સંપૂર્ણ જવાબદારી તેમના ખભા પર આવી ગઈ. મુસીબતના સમયે તેણે હાર માનવાને બદલે ખેતી કરવાનું વિચાર્યું, તેના સાસુ-સસરાએ પણ આમાં તેની સંપૂર્ણ મદદ કરી.
સરોજ કહે છે, "જો આપણે ખેતીને વ્યવસાય તરીકે કરીએ તો ખેતીમાંથી સારી કમાણી કરી શકીએ છીએ. જ્યારે હું પહેલીવાર ખેતી કરતી હતી ત્યારે લોકો કહેતા હતા કે તેમાં કોઈ નફો નથી પણ મેં 15 લાખ રૂપિયાની કમાણી કરી. પ્રથમ વર્ષે જ. કાકડીઓ વેચી દીધી હતી અને આ પૈસાથી બેંકની લોન ચૂકવી દીધી હતી. તે આગળ જણાવતા કહ્યુ, તે ગ્રીનહાઉસમાં દ્રાક્ષ અને સ્ટ્રોબેરીનું પરીક્ષણ પણ કરે છે. એક સમયે તે સરકારી નોકરી પાછળ દોડતી હતી. આજે, તે તે નોકરી કરતાં ખેતીને વધુ સારી માને છે. આજે આ ખેતીને કારણે તેણીએ રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે.
અમરેલીની વર્ષાબેન
બીજા મહિલાઓ માટે પ્રેરણા બનીને ઉભરી આવ્યા અમરેલીની વર્ષાબેને એક પ્રગતિશીલ ખેડૂત છે. ફક્ત 6મી ધોરણ સુધી ભણેલી વર્ષાબેન પોતાના અથક પ્રયાસથી ઘણા એવા લોકોને જવાબ આપ્યું છે જેમનું કહેવું છે કે અભણ લોકો કાંઈ કરી ના શકે.વર્ષાબેન પોતાના અથક પ્રયાસથી એવા લોકોને જવાબ આપ્યો છે. વર્ષાબેન જણાવે છે કે જ્યારે માણસ ધારી લે ને કે તેને જાત મેહનત કરીને આગળ વધવું છે તો તેના રાસ્તામાં કોઈ પણ કાંટો નથી રેઢી શકતા અને તે ક્યારે પાછા પણ વળીને નથી જોતા. વર્ષાબેન કૃષિ જાગરણ ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે તે ખેતી અને ગૌપાલન કરે છે. પોતાના અથક પ્રયાસ થકી તેમને પ્રગતિશીલ મહિલા ખેડૂત બનીને દેખાડ્યો છે. તેમજ પોતાનું એક બ્રાન્ડ પણ ઉભો કર્યો છે.
વર્ષાબેને મુજબ તેમના પાસે હાલ 4 ગાયો અને 1 વાછડો છે અને દરેક ગાય એક ટાઈમમાં પાંચ લીટર દૂધ આપે છે. તેથી જો દૂધનું વેચાણ કરીએ તો ગાયના દૂધના ફેટ ઓછા હોય છે એટલે તેમને ખાસ વળતર મળે છે. તેના સાથે જ વર્ષાબેન ખેતરમાં પણ કામ કરે છે. જેમાં તેઓ ઘઉંનું વાવેતર કરે છે. જેના માટે તેઓ ઓર્ગેનિક ખાતરનું ઉપયોગ કરે છે. તેથી પણ તેમને આવક થાય છે.
વર્ષાબેન જણાવ્યું તે પોતાના ધરે એક વાર પેંડા બનાવ્યા. જો કે આજુ-બાજુના લોકોને ખૂબ ભાવ્યા. ત્યાથી મેં નક્કી કર્યો કે હું મારી આવકમાં વધારો કરવા માટે પેંડા બનાવીને તેનો વેચાણં કરીશું. હવે વર્ષાબેને ગાયના દૂધ કાઢીને તેથી પેંડા બનાવે છે, તેથી તેમને વધું આવક થાય છે. આવી જ રીતે તેમને પેંડાના સાથે શીખંડ બનવવાનું પણ શરૂ કરી દીધું. આજે તેમના પેંડા અને શીખંડ એટલા પ્રખ્યાત થયા છે કે મુંબઈ, અમદવાદ, સૂરત, દિલ્લી સુધી તેની માંગણી છે. વર્ષાબેન કૃષિ જાગરણ ગુજરાતીની સાથે આગળ વાત કરતા જણાવ્યુ, જ્યારે મારા પેંડા પ્રખ્યાત થવા લાગ્યા ત્યારે મને એક બ્રાન્ડ ઉભા કરવાનું વિચાર આવ્યો. એટલે તેમણે કપિલા પ્રાકૃતિક કૃષિ અને ગાયના દૂધના પેંડા નામથી એક બ્રાન્ડ ઉભો કર્યો.
ઉત્તરાખંડની રૂપમ સિંહે
ઉત્તરાખંડની મહિલા ખેડૂત રૂપમ સિંહે બીજા મહિલાઓ માટે પ્રેરણા બનીને ઉભરી આવ્યા છીએ. જણાવી દઈએ કે રૂપમ સિંહે વિકાસ આયોજનમાં અનુસ્નાતક અને ફિશરીઝમાં સ્નાતકની ડિગ્રી ઘરાવે છે. તેણીએ ઉલ્લેખ કર્યો હતો કે તેણે અભ્યાસ પૂર્ણ કર્યા પછી વર્ષ 2019માં માછલીની ખેતીમાં સાહસ કરતા પહેલા ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું. તેણે નોકરી દરમિયાન એકરવાર રાજસ્થાનની મુલાકાત લીઘી હતી, જ્યાં તેણે મર્યાદિત શિક્ષણ હોવા છતાં વ્યવસાય સાથે સંકળાયેલી કેટલીક ગ્રામીણ મહિલાઓને મળી હતી. આ ગ્રામીણ મહિલાઓથી પ્રેરિત થઈને તેણે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું અને માછલીની ખેતી શરૂ કરી દીઘી.
માછલીની ખેતી કરનાર મહિલા ખેડૂત રૂપમે જણાવે છે કે શરૂઆતમાં તેને લગભગ 1 એકર જમીન ભાડે લીધી હતી અને હવે તેની પાસે લગભગ 3 એકર જમીન છે. જેમાં તેણે મત્સ્ય ઉછેર માટે બે તળાવ બનાવ્યા છે. આ તળાવમાં વાર્ષિક માછલીનું ઉત્પાદન અંદાજે 750 ક્વિન્ટક છે, જેના કારણે તેને વાર્ષિક 15 થી 20 લાખ રૂપિયાનો નફો થાય છે.
Share your comments