Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

રામાયણના અંગદની જેમ મક્કમ બની ઉભા રહ્યા આ ખેડુત, રચી દીધી સફળતાની ગાથા, હવે છે માલામાલ

ઈરાદાઓમાં જાન અને પોતાની ઓળખ બનાવવા માટે બસ થોડા જ પગલાંની દૂરી હોય છે, જે તમારી સફળતાની કહાની રચી દે છે. વાસ્તવમાં, રવિ ઉમરાવ ઉત્તર પ્રદેશના કાનપુરની 'આયાના ફૂડ એન્ડ ઓર્ગેનિક્સ' બ્રાન્ડના સીપીઓ છે. તે ઓનલાઈન મારફતે કેમિકલ મુક્ત ખાદ્ય પદાર્થો, કઠોળ અને શાકભાજીનું વેચાણ કરે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
farmer ravi created a success story
farmer ravi created a success story

તેઓ કહે છે કે "સફળ બનવા માટે જુનુન હોવુ જરૂરી છે. આ મારા જુનુનનુ જ પરિણામ છે, જ્યાં આજે હું પહોંચ્યો છું અને મેં જે કર્યું છે તેનો અનુભવ હું દરેક સાથે શેર કરવા સક્ષમ છું". તમને જણાવી દઈએ કે, તેની કહાની એટલી જોરદાર છે કે અમને આશા છે કે, તમે આ લેખને અંત સુધી ચોક્કસપણે વાંચશો.

સફળ ખેડુતની સફળ કહાની

રવિએ એન્જિનિયરિંગ અને કાયદાનો અભ્યાસ કર્યો છે, પરંતુ તેને ખેતીમાં રસ હતો. તમને જણાવી દઈએ કે તેનો જન્મ કાનપુર જિલ્લાના એક નાના ગામમાં રહેતા ખેડૂત પરિવારમાં થયો હતો. આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં મુખ્ય વ્યવસાય ખેતી છે અને લગભગ 64 ટકા વસ્તી ખેતી પર નિર્ભર છે. આવી સ્થિતિમાં, તેઓનુ માનવુ છે કે ખેતીનું વ્યાપારીકરણ મુશ્કેલીભર્યું છે, કારણ કે રસાયણોનો ઉપયોગ પાક, જમીન અને આપણા માટે નુકસાનકારક છે. આ રસાયણો પાક, મૈત્રીપૂર્ણ બેક્ટેરિયા અને મૈત્રીપૂર્ણ જંતુઓની ફળદ્રુપતાને મારી નાખે છે. આ રસાયણો આપણા પીવાના પાણી સાથે ભૂગર્ભજળના સ્તરમાં ઘુસી ગયા છે અને આરોગ્યને અસર કરે છે.

 પ્રદૂષણનો પ્રકોપ

તમામ રસાયણો નદીઓ અને અન્ય જળાશયોને પ્રદૂષિત કરે છે, જેથી જળચર જીવો મરી જાય છે. તેનાથી એ પર્યાવરણને નુકસાન થાય છે, જેમાં આપણે રહીએ છીએ. આ રસાયણો ફૂડ ચેઈન અને આપણા શરીરમાં પ્રવેશી ચુક્યા છે અને ધીમા ઝેરની જેમ કામ કરી રહ્યા છે. આ રસાયણોએ આપણી રોગપ્રતિકારક શક્તિને ઓછી કરી દીધી છે અને આપણે કેન્સર, હાઈ કે લો બ્લડ પ્રેશર, બદલાતા સુગર લેવલ જેવા રોગોથી પીડાઈ રહ્યા છીએ.

કેમિકલ મુક્ત ખેતીનુ લક્ષ્ય

રવિ ઉમરાવ પર્યાવરણની સુરક્ષામાં મદદ કરવા માંગતા હતા, સાથે જ લોકોના સ્વાસ્થ્યને સુધારવા માંગતા હતા. તેમનું કહેવું છે કે આ માટે ખેડૂતોને રસાયણોના જોખમોથી વાકેફ કરાવવા જોઈએ, જેથી તેઓ રસાયણ મુક્ત પદ્ધતિથી ખેતી કરી શકે. તેમણે તેમના પરિવારના સભ્યો સાથે તેમના મંતવ્યો શેર કર્યા, પરંતુ તેમને ગંભીરતાથી લેવામાં આવ્યા ન હતા, કારણ કે તેના પરિવારના સભ્યોને લાગ્યું કે રસાયણો ઠીક છે અને રસાયણ મુક્ત ખેતી શક્ય નથી. નિરાશાજનક રીતે, તેમાંના કેટલાકને લાગ્યું કે રવિ એક પાગલ વ્યક્તિ છે.

જેણે પણ રવિ વિશે કંઈ પણ આડુ અવળુ કહ્યુ તેની અવગણના કરીને રવિ પોતાના ધ્યેયને વળગી રહ્યો. જે પછી તેણે તેના સ્વપ્નને અનુસરવાનું નક્કી કર્યું અને 2010 માં એક NGOની સ્થાપના કરી, રવિએ મહિલા ખેડૂતો સાથે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરવા માટે  કામ કર્યું. તેમણે કહ્યું કે ભેળસેળયુક્ત ખોરાક એક મોટી સમસ્યા છે અને તેઓ આ સમસ્યાનો ઉકેલ ઈચ્છે છે. જે પછી આ મહિલા ખેડૂતોએ પોતાની ઉપજ એનજીઓના માધ્યમથી વેચી દીધી, પરંતુ આ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો.

આ પણ વાંચો:બુંદેલખંડના સફળ ખેડૂત પ્રેમ સિંહ ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે, પૈસા બચાવવા માટે તૈયાર કર્યુ મોડલ

આટલા બધા પ્રોજેક્ટ હોવા છતાં, તેણે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પરંતુ રવિ જે કરવા માંગતો હતો તે કરવા માટે મક્કમ હતો. તેણે પોતાના માટે જે યોજના બનાવી હતી, તેના પર તે મક્કમ હતો. તમને જણાવી દઈએ કે આ બધું ફક્ત એટલા માટે થઈ રહ્યું હતું કારણ કે તેની આર્થિક સ્થિતિ ઢીલી હતી. ત્યારબાદ, તે દિલ્હી ગયો અને ત્યાં 2 વર્ષ સુધી કામ કર્યું અને પછી પોતાનું સપનું પૂરું કરવા માટે પાછો ફર્યો.

તેમણે ઘણા ગામડાઓમાં પ્રવાસ કર્યો અને ઘણા ખેડૂતોને મળ્યા, ક્યારેક લાંબા અંતર સુધી પગપાળા પ્રવાસ કર્યો. રવિએ ઘણા વર્ષો સુધી આવુ કર્યું, પરંતુ ઘણા ઓછા લોકો સમજી શક્યા કે તે આ બધા લોકોના માધ્યમથી શું પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પણ કહેવાય છે ને કે જેને કંઈક કરવાની ઈચ્છા હોય તેના માટે રસ્તો આપોઆપ બની જાય છે. તમને જણાવી દઈએ કે આ બધાના અંતે તે કાનપુર (CSA) યુનિવર્સિટી અને કૃષિ વિભાગના સંપર્કમાં આવ્યો અને પછી તેનું મિશન આગળ વધતુ ગયુ અને તે વધુ ખેડૂતોના સંપર્કમાં આવતો રહ્યો.

શરૂ કરી અયાના ફૂડ એન્ડ ઓર્ગેનિક્સ કંપની

તે જે ખેડૂતોને મળ્યો તેમાંથી મોટાભાગના ખેડૂતોએ માત્ર એક જ બાબતની ફરિયાદ કરી અને તે હતી 'બજારોમાં પ્રવેશનો અભાવ'. તેથી, તેણે તેમના માટે બજાર તૈયાર કરવાની  યોજના બનાવી. આ જ કારણ છે કે આ સમસ્યાઓના ઉકેલ માટે જ 'આયાના ફૂડ એન્ડ ઓર્ગેનિક્સ'ની શરૂઆત કરવામાં આવી હતી. તેઓને શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે ઉત્તમ પેકેજિંગ અને સારી રીતે ભંડોળવાળી જાહેરાતો ધરાવતી મોટી કંપનીઓ તરફથી તીવ્ર સ્પર્ધા હતી. તેમની પાસે એટલા પૈસા નહોતા કે તેઓ તેમની સાથે બરાબરી કરી શકે. પરંતુ તેમ છતાં રવિ બાલીના પુત્ર અંગદની જેમ ઊભો રહ્યો અને પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું.

તેમને તેમના પેકેજ્ડ ઉત્પાદનો વેચવા માટે પ્રિઝર્વેટિવ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હતી અને તેઓએ આ દિશામાં નાના પાયે કામ શરૂ કર્યું. રવિએ જે યોજના ઘડી હતી, તેને અમલમાં મૂકવા માટે તેની પાસે કોઈ માનવબળ ન હતું. પરંતુ તેણે વર્ષો સુધી એકલા હાથે સંઘર્ષ કર્યો અને અંતમાં તેણે સફળતા મેળવી લીધી અને નિષ્ફળતાઓને ઝૂકાવી દીધી. તેના પ્રયાસોથી, તેણે ખેડૂતો માટે આવક પેદા કરતું નેટવર્ક બનાવ્યું અને ગ્રાહકોને કુદરતી અને આરોગ્યપ્રદ ખોરાક પૂરો પાડ્યો.

રવિ કહે છે કે તમારી પાસે લક્ષ્ય હોવુ જોઈએ અને તમારે તેને પ્રાપ્ત કરવા માટે બધું જ કરવું જોઈએ. અશક્યને પણ શક્ય બનાવવું જોઈએ. એગ્રીકલ્ચર સેક્ટર ખુબ જ વિશાળ છે અને તેમાં ઘણી બધી તકો છે, તમે તમારી પોતાની બ્રાન્ડ્સ બનાવીને, તેને માર્કેટમાં લૉન્ચ કરીને ઘણા પૈસા કમાઈ શકો છો અને જો તમે તે લોકો સાથે કનેક્ટ થવામાં સક્ષમ ન હોવ તો ધીમે ધીમે તમારું નેટવર્ક બનાવો. આ સિવાય આજના સમયમાં ઈન્ટરનેટ પર ઝડપથી ઘણી બધી વસ્તુઓ વાયરલ થઈ રહી છે. ખાસ કરીને મોટાભાગના લોકો તેનો ઉપયોગ પોતાનો બિઝનેસ વધારવા માટે કરે છે. આ સાથે, તમે તમારી બ્રાન્ડનું સોશિયલ મીડિયા હેન્ડલ પણ શરૂ કરી શકો છો જ્યાં તમે દરરોજ તમારી નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરીને વધુને વધુ લોકો સાથે જોડાઈ થઈ શકો છો.

આ પણ વાંચો:આ યુવા ખેડૂત કરે છે આશ્ચર્યજનક ખેતી, નથી માનતા હાર તેથી નસીબ પણ આપે છે સાથ!

 

Related Topics

#farmer #successstory #rich #ravi

Share your comments

Subscribe Magazine

More on Success Story

More