Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

આ યુવા ખેડૂત કરે છે આશ્ચર્યજનક ખેતી, નથી માનતા હાર તેથી નસીબ પણ આપે છે સાથ!

મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના આમલા તાલુકાનો રાહુલ કુમાર 'સાહુ સબજી ફાર્મ'ના માલિક છે. તે પોતાને 29 વર્ષનો એક નાનો જમીનદાર ગણાવે છે, પરંતુ તેનું કામ જાણીને તમે તેને અનેક ગણો મોટો જમીનદાર ગણશો. જણાવી દઈએ કે, 22 વર્ષની ઉંમરે તેણે 1 એકરમાં ડુંગળી વાવીને ખેતીની શરૂઆત કરી હતી, ત્યારબાદ તેણે કોબી ઉગાડી, સાથે જ હવે તે ઓર્ગેનિક શાકભાજી ઉગાડે છે જેમાં રીંગણ, ટામેટા, કોબી અને વટાણાનો સમાવેશ થાય છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
young farmer rahul
young farmer rahul

શરૂઆતના વર્ષોમાં તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. વાસ્તવમાં ઓછા ઉત્પાદન અને ખેતરમાં રોગચાળાને કારણે પાકને નુકસાન થયું હતું, તેમજ અપૂરતા સંગ્રહને કારણે યોગ્ય ભાવ મળી શક્યો ન હતો. પરંતુ છેલ્લા ચાર-પાંચ વર્ષમાં આવી કોઈ સમસ્યા થઈ નથી. તેઓ માને છે કે અનુભવથી તેઓ શીખ્યા છે કે કેવી રીતે સમસ્યાઓ હલ કરવી અને કેવી રીતે તેમાંથી બચી શકાય.

રાહુલનુ કહેવુ છે કે "શાકભાજીના ભાવમાં વધ-ઘટ થતી રહે છે, ભલે તમારી આવક ઓછી હોય, પરંતુ તમારે આ વસ્તુઓની ખેતી કરવાનું બંધ ન કરવું જોઈએ. આવકના સંદર્ભમાં આવક ઓછી હોઈ શકે છે પરંતુ સારો સમયગાળો પણ હશે. તમારી ખેતીને આ વધઘટ ને કારણે અસર ન થવી જોઈએ અને તમારે તમારા  ગુણવત્તાયુક્ત પાકના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ."

જણાવી દઈએ કે જ્યારે કૃષિ જાગરણની ટીમ તેમની પાસે ઈન્ટરવ્યુ માટે પહોંચી ત્યારે એક ઉદાહરણ તરીકે, તેઓ તેમના કોબીના પાકને પસંદ કરે છે, જેમાં તેઓ કહે છે કે મેં ઘણી વખત મારી કોબી (કોલીફ્લાવર ફાર્મિંગ) બગડતી જોઈ છે અને સારો ભાવ ન મળવા પર મને કોઈ નિરાશા ન થઈ, કારણ કે ખેડૂતના જીવનમાં કેટલાક ઉતાર-ચઢાવ આવતા રહે છે. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તેની ખેતીથી મને ઘણો નફો થયો જેનાથી  મારુ અગાઉનુ  નુકસાન ભરપાઈ થઈ ગયુ. તમને જણાવી દઈએ કે સતત 2 થી 3 વખત નુકસાન થાય તો તે ખેડૂતોને હતાશ કરે છે અને હતાશામાં તેઓ અન્ય પાક તરફ વળે છે. તેઓ આ ખેડૂતોને સલાહ આપે છે કે તેઓ હિંમત ન હારે અને તેમના પાકની ગુણવત્તા અને ઉત્પાદકતામાં સુધારો કરે. તેમણે કહ્યું કે તમે તમારા ઉત્પાદનમાં સુધારો કરીને અને સમજદારીપૂર્વક તેનું માર્કેટિંગ કરીને તમારા દરેક પૈસોના નુકસાનની ભરપાઈ કરવા સક્ષમ બની શકશો.

તેમણે કહ્યું કે જો તમે નવા પાકની ખેતી કરી છે  અથવા ખેતીની શરૂઆત કરી હોય તો નાના પાયે ખેતી કરો. જો તમારા પાક સફળ થાય, તો ધીમે ધીમે તમે જે સ્કેલ પર ખેતી કરી રહ્યા છો તેમાં વધારો કરો. જો તમે શરૂઆતમાં ભારે રોકાણ કરો છો, તો તમને ભારે નુકસાન થઈ શકે છે જે પુનઃપ્રાપ્ત કરવું તમારા માટે મુશ્કેલ હશે, તેથી સમજદારીપૂર્વક રોકાણ કરો.

આ પછી, તેમણે ખેડૂતોને સલાહ આપી કે તેઓએ ટપક અને મલ્ચિંગ વડે આધુનિક રીતે ખેતી કરવી જોઈએ. તેમણે કહ્યું કે ખેતીની પદ્ધતિઓ અમને અમારા પુર્વજોએ આપી છે, જો કે એવું જરૂરી નથી કે તે પેઢી દર પેઢી અપનાવવામાં આવે, કારણ કે સમયની સાથે હવામાનમાં પણ બદલાવ આવ્યો છે અને સાથે સાથે ખેતી કરવાની પદ્ધતિઓમાં  પણ બદલાવ આવ્યો છે. રાહુલનુ  માનવુ છે કે કોઈ નિશ્ચિત સમય કે ચક્ર નથી, જેને અનુસરવાથી તમને સારા પરિણામો મળશે. તમારે વ્યવહારુ થવુ જોઈએ, અનુભવ દ્વારા શીખવું જોઈએ અને કોઈપણ પરિસ્થિતિમાં ઝડપથી પ્રતિક્રિયા આપવી જોઈએ.

આ પણ વાંચો:બુંદેલખંડના સફળ ખેડૂત પ્રેમ સિંહ ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે, પૈસા બચાવવા માટે તૈયાર કર્યુ મોડલ

તેમણે કહ્યું કે જે રીતે આપણે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની આપણી રોજીંદી પ્રવૃત્તિઓનું આયોજન કરીએ છીએ, તે પ્રમાણે તમારે તમારી ખેતીનું આયોજન કરવું જોઈએ. ક્યારે વાવવું, ક્યારે પિયત આપવું, ક્યારે છંટકાવ કરવો, ક્યારે લણણી કરવી, આ બધું પૂર્વ આયોજન હોવું જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે કયા દિવસે શું કરવુ જોઈએ. એક ખેડૂત તરીકે સુધાર માટે તમારે  ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને સખત મહેનત કરવી પડશે. તમારે તમારા છોડની પરિસ્થિતિઓ  અને જરૂરિયાતોને સુનિશ્ચિત કરવા માટે ધ્યાન આપવાની જરૂર પડશે.

રાહુલે કહ્યું કે આ છોડોમાંથી ઘણુ બધુ શીખી શકાય છે, જે રીતે તેઓ બીજમાંથી ઉગે છે, જે રીતે તેઓ ફૂલે છે, તેથી તમારે તેમને ખૂબ ધ્યાનથી જોવું જોઈએ. એક ખેડૂત તરીકે તમારો દિવસ સાંજે 6 વાગ્યે અટકતો નથી, સૂર્યાસ્ત પછી તમારે જંતુઓ અથવા અન્ય વસ્તુઓને જોવી પડશે, જે તમારા કાળજીપૂર્વક વાવેલા અને ઉગતા છોડને અસર કરી રહ્યાં છે. એવી વસ્તુઓ છે જે તમે દિવસ દરમિયાન જોઈ શકશો નહીં. તમે સમય અને અનુભવ સાથે શીખી શકશો.

રાહુલ ખેડૂતોને  સલાહ આપે છે કે તેઓએ નફા-નુકશાનની ચિંતા ન કરવી જોઈએ અને માત્ર તેમના પાકની કાળજી લેવી જોઈએ અને ગુણવત્તાયુક્ત પાકનું ઉત્પાદન કરવું જોઈએ. સખત મહેનત હંમેશા સારું વળતર આપે છે તેથી જો તમે 25,000 રૂપિયાનું રોકાણ કરો અને તેને 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચો, તો પણ તમને તમારા પૈસા આજે નહીં તો કાલે પાછા મળી જશે અને તે પણ સારા એવા નફા સાથે.

અંતમાં, અમે તમને જણાવવા માંગીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બરે 'ઝીરો બજેટ ફાર્મિંગ' પર એક સમ્મેલનને સંબોધિત કરશે, જેમાં રાજ્ય સરકારો પણ ભાગ લેવાની  છે. આ સમ્મેલનનો હેતુ લોકોને ઝીરો બજેટ ફાર્મિંગ/ઓર્ગેનિક ફાર્મિંગ પ્રત્યે જાગૃતિ લાવવા અને પ્રોત્સાહિત કરવાનો છે. આ પ્રોજેક્ટ રૂ. 9,800 કરોડથી વધુના ખર્ચે પૂર્ણ થયો છે, જેમાંથી છેલ્લા ચાર વર્ષમાં રૂ. 4,600 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી હતી.

શું છે ઝીરો બજેટ ખેતી

આ કુદરતી ખેતીનો એક પ્રકાર છે. આ ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકો જેવા ઝેરી પદાર્થોથી બચી શકાય છે. આ ખેતીમાં, મોટે ભાગે ગાયના છાણ અને ગૌમૂત્ર (ગાયનું છાણ અને મૂત્ર) વડે ખેતી કરવામાં આવે છે.

કેડુતોને મળી રહી છે મદદ

કેન્દ્ર પરંપરાગત કૃષિ વિકાસ યોજના પુર્વોત્તર ક્ષેત્રમાં મિશન ઓર્ગેનિક વેલ્યુ ચેઈન ડેવલપમેન્ટ દ્વારા ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યું છે. ખેડૂતોને PKVY હેઠળ સતત ત્રણ વર્ષ સુધી બિયારણ, જૈવ-ખાતર, જૈવ-જંતુનાશકો, જૈવિક ખાતર અને ખાતર/વર્મી-કમ્પોસ્ટ જેવા ઇનપુટ ખર્ચને પહોંચી વળવા માટે કુલ ₹31,000/હે. મળે છે.

આ પણ વાંચો:સફળ ખેડૂતે આર્થિક સ્થિતિ સુધારવાનો રામબાણ ઉપાય જણાવ્યો

Share your comments

Subscribe Magazine

More on Success Story

More