ગુજરાતની અંદર હવે પુરુષોની સાથે મહિલાઓ પણ ખેતી કરી રહ્યા છે અને મહિલાઓ દ્વારા લાખો રૂપિયાનું ઉત્પાદન ખેતીમાંથી મેળવી અને એક સફળ મહિલા ખેડૂત તરીકે ઉમદા કાર્ય કરી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના મહિલા ખેડૂત ફરજાના બેન વર્ષોથી ખેતી કરી રહ્યા છે પોતે આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને પોતાના પરિવારની અંદર ચાર વ્યક્તિ છે જેવો વર્ષોથી પરંપરિક મગફળી તેમજ અન્ય ધાન્ય વર્ગોની ખેતી કરી રહ્યા છે પણ છેલ્લા ચાર વર્ષથી ડ્રેગન ફ્રુટની ખેતી કરી અને લાખો રૂપિયાની કમાણી કરી છે કોડીનાર ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઉપરાંત આત્મા પ્રોજેક્ટ ગીર તાલુકા લેવલે ફાર્મર ફ્રેન્ડ તરીકે પણ જેવો જોડાયેલા છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારની મત્સ્ય પાલન યોજનામાં અરજી કરવાનો આજે છેલ્લો દિવસ, જાણી લેજો પ્રક્રિયા
ફરજાના બેન સોરઠીયા એ જણાવ્યું કે મારા પરિવાર પાસે કુલ 11 વીઘા જમીન છે જેમાં ચાર વીઘા જમીનમાં ડ્રેગન ફ્રુટ ની ખેતી કરવામાં આવી છે પાણીના સ્ત્રોતમાં 35 ફૂટ અને 70 ફૂટ ઊંડાઈએ બે કુવા છે ઉપરાંત 500 ફૂટ થી ઉપરના ત્રણ બોર છે સાથે જ ગાય આધારિત ખેતી કરવા માટે બે દેશી ગાય રાખી અને ખેતી કરી રહ્યા છે.
સાત વિભાગ ખુલ્લી જમીનમાં પરંપરાગત પાકનું વાવેતર કરવામાં આવે છે ત્યારે આગામી ચાર વર્ષ પહેલા ભાવનગર ગ્રામીણ વિસ્તારમાંથી ડ્રેગન ફ્રુટ ના પ્લાન્ટ લઈ આવવામાં આવ્યા હતા અને ચાર વિભાગ જમીનની અંદર આ ડ્રેગન ફ્રુટ નું વાવેતર કરવામાં આવ્યું હતું. ડ્રેગન ફ્રુટ ના વાવેતરના એક વર્ષ બાદ પ્રથમ વર્ષે ૬૦ હજારનું ઉત્પાદન મળ્યું હતું. બીજા વર્ષે 1.50 લાખનું ઉત્પાદન મળ્યું હતું અને ત્રીજા વર્ષે ₹3 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું હતું અને સફળ મહિલા ખેડૂત તરીકે ઉમદા કાર્ય કરી નામના મેળવી હતી.
Share your comments