Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

ફુદીનાની ચા પીને આવ્યો વિચાર,ગોવામાં કરી ઓર્ગેનિક સ્ટોર ની શરૂઆત

ગોવામાં ગ્રીન એસેન્શિયલ્સ નામનું એક સ્ટોર ચાલે છે. અહીં શુદ્ધ કાર્બનિક ઉત્પાદનો મળે છે. લોકો અહીં ઓર્ગેનિક ઉત્પાદનો ખરીદવા આવે છે. પરંતુ એસેન્શિયલ સ્ટોર ખુલવાની પાછળ એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે, જે ચાથી શરૂ થાય છે. આ વાત ગોવામાં રહેતા યોગિતા મહરા અને કરણ મનરાલની છે. જે છેલ્લા એક દાયકાથી એસેન્શિયલ સ્ટોર ચલાવી રહ્યા છે અને વાર્ષિક 50 લાખથી વધુની કમાણી કરી રહ્યા છે.

ગોવામાં ગ્રીન એસેન્શિયલ્સ નામનું એક સ્ટોર ચાલે છે. અહીં શુદ્ધ કાર્બનિક ઉત્પાદનો મળે છે. લોકો અહીં ઓર્ગેનિક ઉત્પાદનો ખરીદવા આવે છે. પરંતુ એસેન્શિયલ સ્ટોર ખુલવાની પાછળ એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે, જે ચાથી શરૂ થાય છે. આ વાત ગોવામાં રહેતા યોગિતા મહરા અને કરણ મનરાલની છે. જે છેલ્લા એક દાયકાથી એસેન્શિયલ સ્ટોર ચલાવી રહ્યા છે અને વાર્ષિક 50 લાખથી વધુની કમાણી કરી રહ્યા છે.

'ધ બેટર ઈન્ડિયા' અનુસાર યોગિતા અને કરણ બંને મુંબઈમાં મોટા થયા છે. કરણ વર્ષ 2002માં અને યોગીતા વર્ષ 2003માં ગોવામાં આવ્યા હતા. અહીંયા જ બંનેની પહેલી મુલાકાત થઈ હતી. જ્યારે બંને ગોવા આવ્યા, ત્યારે તેમને ઓર્ગેનિક ખેતી અને બાગાયતી વિશે વધારે જાણકારી નહોતી. કારણ કે બંને સંપૂર્ણપણે જુદા જુદા વિસ્તારોના હતા. જ્યારે કરણ માર્કેટિંગ અને કમ્યુનિકેશન નિષ્ણાત હતો,  તો યોગિતા ધ એનર્જી રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધનકાર તરીકે કાર્યરત હતી.

વર્ષ 2008માં ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગની કરી શરૂઆત

પરંતુ હવે છેલ્લા 13 વર્ષથી બંને જૈવિક બાગકામ કરી રહ્યા છે. એટલું જ નહીં બંને જૈવિક બાગવાની કરતા લોકો માટે પણ સમય-સમય પર વર્કશોપનું આયોજન કરે છે. વર્ષ 2008થી, આ દંપતી ઓર્ગેનિક પદ્ધતિથી કિચન ગાર્ડનિંગ કરી રહ્યા છે અને સાથો સાથ અન્ય લોકોને તાલીમ પણ આપી રહ્યા છે.

વાસ્તવમાં આ વાર્તા ફુદીનાની ચાથી શરૂ થાય છે. એકવાર યોગિતાને તેના મિત્ર દ્વારા બોલાવવામાં આવે છે અને તે ફુદીનાની ચા પીવડાવે છે. યોગિતાને આ ખૂબ ગમ્યું. પરંતુ બજારમાં ફરીને દર વખતે તાજો ફુદીનો લાવવો શક્ય નહોતું, તેથી યોગીતાએ પોતાના જ મકાનમાં ફુદીનો રોપવાનું શરૂ કર્યું.  શરૂઆતમાં નિરાશા હતી પણ ધીરે ધીરે તેમાં સુધારો થયો. આજે કિચન ગાર્ડનમાં ઉગાડેલી હળદર અને તુલસી પણ તેમના ઘરે ઉપલબ્ધ છે.

બાગકામમાં રસ વધતા ઘરના ફળિયામાં શાકભાજી ઉગાડી

યોગિતાએ વર્ષ 2006માં બાગકામ શરૂ કર્યું હતું, થોડા સમય બાદ કરણે પણ તેની મદદ કરવાનું શરૂ કર્યું. આ રીતે બન્નેનો બગીચામાં રસ વધતો ગયો. આ પછી તેણે ઘરની નજીકની ખાલી જમીન પર પોતાના માટે શાકભાજી ઉગાડવાનું નક્કી કર્યું. અહીંથી તેની નવી યાત્રા શરૂ થઈ.આ અમય દરમિયાન યોગિતા એક ખેડૂત જૂથને મળી. ખેડૂત જૂથને માર્કેટિંગની જરૂર હતી, તેથી કરણે તેમની મદદ કરી.

જ્યારે કરણે ખેડૂત જૂથ માટે માર્કેટિંગ કર્યું ત્યારે તે સમજી ગયો કે ઘણા ખેડુતો જૈવિક રીતે પાક ઉગાડતા હોય છે પરંતુ તેઓ જાણતા નથી કે તેમના પાક ક્યાં વેચવાના છે. ઘણા લોકો સજીવ ખેતી કરવા માગે છે પરંતુ તેઓને ખબર નથી હોતી કે ક્યાંથી શરૂઆત કરવી. ત્યારે તેના મનમાં આ વિસ્તારમાં કંઇક અલગ કરવાનું વિચાર્યું. એ સમયે  ઇન્ટરનેટ પર જૈવિક ખેતી અંગે દેશમાં અપનાવવામાં આવતા પગલાં વિશે ખૂબ ઓછી માહિતી હતી. આ પછી તેણે ઓર્ગેનિક સ્ટોર ખોલવાનું નક્કી કર્યું.

નોકરી છોડીને એસેન્શિયલ સ્ટોર શરૂ કર્યો

આ પછી યોગિતાએ તેની નોકરી છોડી અને એસેન્શિયલ સ્ટોર શરૂ કર્યો. કરણે કહ્યું કે આ સ્ટોરમાં ત્રણ વસ્તુઓ પર કામ કરવામાં આવ્યું છે. લોકોને કિચન ગાર્ડનિંગ માટેની આવશ્યક વસ્તુઓ સ્ટોર દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ઉપરાંત, બીજો કાર્ય એ છે કે તેઓ બંને મકાનોમાં કિચન ગાર્ડન ઊભું કરવામાં મદદ કરે છે. ત્રીજું કાર્ય એ છે કે તે બંને લોકો માટે વર્કશોપનું આયોજન કરે છે જેઓ તેમના ઘરે બગીચા બનાવવા માંગે છે અને પોતાનો ખોરાક જાતે જ ઉગાડવા માંગે છે.

5 હજારથી વધુ લોકોને આપી કિચન ગાર્ડનિંગની તાલીમ

અત્યાર સુધીમાં આ દંપતીએ 5000થી વધુ લોકોને તાલીમ આપી છે. આ સાથે 55 કિચન ગાર્ડન પણ ગોઠવાયા છે. બગીચો સ્થાપવાનું કામ ફક્ત ગોવામાં જ કરવામાં આવે છે. યોગિતા કહે છે કે તેણે લર્નિંગ મોડલ તરીકે પોતાનું કામ આગળ ધપાવ્યું. તેમનું લક્ષ્ય લોકોને શુદ્ધ ઓર્ગેનિક ખોરાક વિશે જાગૃત કરવા અને તેમને ઓર્ગેનિક ખેતી સાથે જોડવાનું છે.  હવે તેમની સખત મહેનત રંગ લાવી રહી છે. વધુને વધુ લોકો તેમની સાથે જોડાઇ રહ્યા છે. લોકડાઉન દરમિયાન આ કામમાં વધુ લોકોની રુચિ વધી છે.

યોગિતાએ કહ્યું હતું કે હવે લોકો આવા કામને તેમનો શોખ તેમ જ પોતાની કારકિર્દી બનાવી શકે છે. ડિજિટલ યુગમાં આ કાર્ય કરવુ વધુ સરળ બન્યું છે. તેથી જો તમે પણ આ કાર્ય કરવા માંગતા હો, તો તમે આગળ વધી શકો છો કારણ કે આમાં પણ સારી આવક શક્ય છે.

Related Topics

Mint Tea Goa

Share your comments

Subscribe Magazine

More on Success Story

More