જે મુશ્કેલીઓ સામે લડીને તેમને હરાવે છે, તે જ ખરૂ જીવન જીવે છે. આવું જ કંઈક આપણે કેરળના એનીસ કાનમાની જોય અને તેના પિતાએ શીખવ્યું છે. આ ખેડૂતની દીકરીએ IAS બનવા માટે જે બતાવ્યું છે આવું કોઈ ભાગ્યે હિંમત કરી શકે છે. તો આજે આપણે વાત કરીશુ આપણ ખેડૂતની દીકરીએ કોચિંગ વગર કેવી રીતે આઈએએસ ની પરિક્ષા પાસ કરી
કેરળના પિરવોમના એક નાનકડું ગામ પંપાકુડાના નિવાસી એનિસ આજે IAS અધિકારી બનીને રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે. ખેડૂતની દીકરીની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે તે IAS કોચિંગ ક્લાસ માટે લાખો રૂપિયા ખર્ચ કરી શકે. આવી સ્થિતિમાં અખબાર વાંચ્યા બાદ નર્સે અધિકારી બનવાની સફર નક્કી કરી.
એનિસ બાળપણથી જ ડોક્ટર બનવા માંગતી હતી પરંતુ મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટમાં નબળા રેન્કને કારણે તેને MBBSમાં પ્રવેશ મળ્યો ન હતો. તેથી જ તેણે ત્રિવેન્દ્રમ સરકારી મેડિકલ કોલેજમાંથી નર્સિંગમાં બીએસસી પૂર્ણ કર્યું. નર્સ બન્યા પછી, એનિસ એવું કંઈક કરવા માંગતી હતી જેમાં તેને સન્માન મળે અને તે અન્યની મદદ કરી શકે.
આ રીતે કરી પરીક્ષાની તૈયારી
- પુસ્તકો ન હોવાને કારણે, એનિસે સ્વઅભ્યાસ પર આધાર રાખ્યો અને તેણે દરરોજ અખબારમાંથી વર્તમાન બાબતો સાથે પોતાને અપડેટ રાખી.
- 2010માં એનિસે પ્રથમ વખત યુપીએસસીની પરીક્ષા આપી અને પ્રથમ વખત જ ઓલ ઇન્ડિયા 580 મો રેન્ક મેળવ્યો.
- તેણે 2011 માં ફરી પરીક્ષા આપી, આ વખતે તેણે 65 મો ક્રમ મેળવીને IAS અધિકારી બનવાનું સપનું પૂરું કર્યું.
આ પણ વાંચો - UPSC પરિક્ષા ક્રેક કરવાની ટોપ 5 ટીપ્સ - યશ જલુકા (UPSC AIR 4)
આ પણ વાંચો - જાગૃતિ અવસ્થીએ UPSC માં મેળવ્યો બીજો ક્રમ, કઠીન પરિશ્રમ અને ધગસથી સ્વપ્ન કર્યું સાકાર.
આ પણ વાંચો - ખેડૂતની દિકરીએ પાસ કરી UPSCની કઠીન પરીક્ષા, પિતાનો ખુશીનો પાર ન રહ્યો
Share your comments