Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

જાગૃતિ અવસ્થીએ UPSC માં મેળવ્યો બીજો ક્રમ, કઠીન પરિશ્રમ અને ધગસથી સ્વપ્ન કર્યું સાકાર.

કોઈ પણ વ્યક્તિને જો કામ કરવાની ધગસ હોય તો તે તેનુ સપનુ જરૂર પૂરુ કરી શકે છે. કઠીન પરિશ્રમ અને આત્મ મનોબળ જ કોઈ પણ વ્યક્તિને જીવનમાં સફળ બનાવે છે અને આ કહેવતને જાગૃતિ અવસ્થીએ સાબિત કરી બતાવી છે. જાગૃતિ અવસ્થીએ UPSC પરિક્ષામાં બીજો ક્રમ હાંસીલ કરીને સાબિત કરી બતાવ્યુ છે

Sukhadev Thakor
Sukhadev Thakor
Live On Krishi Jagran Jagruti Awasthi
Live On Krishi Jagran Jagruti Awasthi

કોઈ પણ વ્યક્તિને જો કામ કરવાની ધગસ હોય તો તે તેનુ સપનુ જરૂર પૂરુ કરી શકે છે. કઠીન પરિશ્રમ અને આત્મ મનોબળ જ કોઈ પણ વ્યક્તિને જીવનમાં સફળ બનાવે છે અને આ કહેવતને જાગૃતિ અવસ્થી (Jagruti Awasthi) એ સાબિત કરી બતાવી છે. જાગૃતિ અવસ્થીએ UPSC પરિક્ષામાં બીજો ક્રમ હાંસીલ કરીને સાબિત કરી બતાવ્યુ છે

આ ક્રમમાં કૃષિ જાગરણ જાગૃતિ અવસ્થી સાથે વાત કરી. તો ચાલો જાણીએ તેમની સફળતાની કહાની જાગૃતિ અવસ્થી પાસેથી.

ભણતરમાં રૂચી (Interest in learning)

જાગૃતિ અવસ્થી મધ્યપ્રદેશના ભોપાલમાં રહે છે, જેણે પોતાની મહેનત અને ધગસથી UPSC પરીક્ષામાં બીજો ક્રમ મેળવ્યો છે. જાગૃતિએ પોતાનું પ્રાથમિક શિક્ષણ મહર્ષિ વિદ્યા મંદિર, રતનપુર ભોપાલમાંથી પૂર્ણ કર્યું છે. નાનપણથી જ તેને અભ્યાસમાં ઘણો રસ હતો. જાગૃતિએ મૌલાના આઝાદ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગમાં આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

ત્રણ વર્ષ નોકરી કરી (Did Three Year Job)

જાગૃતિ કહે છે કે તેણે 2017 થી 2019 વચ્ચે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, ભોપાલમાં કામ કર્યું હતું. આ દરમિયાન, તેણે UPSC ની પરીક્ષા આપી હતી, પરંતુ તે તેના પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ રહી હતી. જાગૃતિનું સપનું આઇએએસ (IAS) બનવાનું અને સમાજ સેવા કરવાનું હતું, જે હવે પૂર્ણ થયું છે. તેણે નોકરી છોડ્યા બાદ રાત -દિવસ મહેનત કરીને પોતાનું સપનું પૂરું કર્યું છે.

Jagruti Awasthi & her Family
Jagruti Awasthi & her Family

મજૂર વર્ગના લોકોને મદદ કરવાની ઈચ્છા (To Help The Working Class People)

જ્યારે જાગૃતિ કામ કરતી હતી ત્યારે ઘણા મજૂરી કરતા લોકો તેની પાસે આવતા હતા. તેમની સમસ્યાઓ સાંભળીને જાગૃતિએ વિચાર્યું કે એક દિવસ મારે પણ આવી કાળી મજૂરી કરતા લોકોની મદદ કરવી જોઈએ. હું તેમની તમામ સમસ્યાઓ હલ કરી શકું છું મજૂર લોકોની મદદ કરવા માટે જાગૃતિએ નક્કી કે હું IAS ઓફિસર બનીશ અને IAS બનવાનું તેનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યુ. જાગતીનું આ સપનુ સાકાર કરવામાં માતા -પિતાએ ઘણો ફાળો રહ્યો છે.

જાગૃતિ કહે છે કે જો તમે જીવનમાં તમારું લક્ષ્ય હાંસલ કરવા માંગતા હો તો સૌથી પહેલા તમારે તમારુ લક્ષ નક્કી કરવુ ખુબજ જરૂરી છે. અને જે સપનું જોયુ છે તે પૂરું કરવા માટે તમારે સખત મહેનત કરવી કરવી જરૂરી છે અને સૌથી મોટી વાત એ છે કે તમે તમારા જીવનમાં ગમે તેટલા નિષ્ફળ જાવ, પણ તમારે ક્યારેય હાર ન માનવી.

આ પણ વાંચો - ખેડૂતની દિકરીએ પાસ કરી UPSCની કઠીન પરીક્ષા, પિતાનો ખુશીનો પાર ન રહ્યો

આ પણ વાંચો - UPSC પરિક્ષા ક્રેક કરવાની ટોપ 5 ટીપ્સ - યશ જલુકા (UPSC AIR 4)

Share your comments

Subscribe Magazine

More on Success Story

More