Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

ખેડૂતની દિકરીએ પાસ કરી UPSCની કઠીન પરીક્ષા, પિતાનો ખુશીનો પાર ન રહ્યો

હાલના સમયમાં સ્ત્રીઓ પણ પુરૂષોની સાથે ખભે ખભો મળાવીને આગળ વધી રહી છે. હાલના સમયમાં સ્ત્રીઓ પણ પુરુષોની સાથે ખભે ખભો મળાવીને આગળ વધી રહી છે. આજે તમામ ક્ષેત્રોમાં સ્ત્રીઓ પણ એક પ્રેરણાદાઈ બની રહી છે. આજે આપણે આવી જ એક મહિલાની વાત કરવાના છીએ કે જેણે UPSCની પરિક્ષા પાસ કરેલ છે જેનુ નામ હિમાની મીણા છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Krishi Jagran
Krishi Jagran

હાલના સમયમાં સ્ત્રીઓ પણ પુરૂષોની સાથે ખભે ખભો મળાવીને આગળ વધી રહી છે. હાલના સમયમાં સ્ત્રીઓ પણ પુરુષોની સાથે ખભે ખભો મળાવીને આગળ વધી રહી છે. આજે તમામ ક્ષેત્રોમાં સ્ત્રીઓ પણ એક પ્રેરણાદાઈ બની રહી છે. આજે આપણે આવી જ એક મહિલાની વાત કરવાના છીએ કે જેણે UPSCની પરિક્ષા પાસ કરેલ છે જેનુ નામ હિમાની મીણા છે.

હિમાની મીણાનો યુપીએસસી પરીક્ષા 2020 માં 323 મો રેન્ક આવ્યો છે. હિમાની મીણાનું હંમેશા લક્ષ્ય રહ્યુ હતુ કે તે UPSC પાસ કરી IAS અધિકારી બનું અને આજે તેનું સપનું સાકાર થયુ, 16 ઓગસ્ટ 1994 ના રોજ એક ખેડૂતના ઘરે જન્મેલી હિમાની મીણાએ પ્રાથમિક શિક્ષણ જેવર પ્રાઇવેટ સ્કૂલમાંથી મેળવ્યુ છે અને 12 મું ધોરણ  જેવર કેપ્શન પબ્લિક સ્કૂલમાં પાસ કરી દિલ્હી યુનિવર્સિટીમાં બેચલર ડીગ્રી મેળવી હતી. બાદમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સીટીમાં MA અને એમફીલ ની ડિગ્રી પ્રાપ્ત કરી છે અને હાલમાં P.hd કરી રહી છે

આપને જણાવી દઈએ કે હિમાની મીણાના પિતા ઇન્દ્રજીત મીણા વ્યવસાયે ખેડૂત છે. હિમાનીના પીતાએ 12 મા ધોરણ સુધી અભ્યાસ કરેલ છે અને તે મૂળ રાજસ્થાનના જેવર જીલ્લાના સિરસા તાલુકાના માચીપુર ગામના રહેવાશી છે અને હાલ તેઓ યુપીના નોઈડાના ગૌતમનગર વિસ્તારમાં રહે છે

જણાવો કે ઇન્દ્રજીત મીના વર્ષ 1988 થી યનિ વિગત 33 વર્ષથી કૃષિ વ્યવસાય સાથે જોડાયેલ છે. તેમની પાસે 4-5 એકડ જમીન  છે અને મુખ્યત્વે ઘઉં, ધાન અને બાજરાની ખેતી કરે છે. આ ઇન્દ્રજીત મીણાની મહેનતનુ ફળ છે કે તેમની દીકરી આજે UPSC પરિક્ષા પાસ કરીને IAS અધિકારી બની શકી છે

હિમાની મીણાએ આ સફળતા કઈ રીતે પ્રાપ્ત કરી છે, કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે અને તે કઈ પરિસ્થિતિનો સામનો કરીને UPSCની પરીક્ષા પાસ કરી  છે . તે અંગે કૃષિ જાગરણ દ્વારા આજે એક વેબિનરનું આયોજન કરવામાં આવ્યુ હતુ તેમાં જણાવ્યુ હતુ.

આ વેબિનરમાં UPSCની પરીક્ષા 2020 માં 323 માં રેંકડીંગ સાથે પાસ કરી હતી તે અંગે પણ જણાવ્યુ હતુ અને આ વેબીનારમાં હિમાની વીણાના પિતા ઇન્દ્રજીત મીણા પણ જોડાયા હતા ઉપરાંત કૃષિ જાગરણ અને કૃષિક્ષેત્ર વર્લ્ડના મુખ્ય સંપાદક એમસી ડોમિનિક વધારાના કૃષિ જાગરણના તમામ કર્મચારીઓ આ વેબિનરમાં જોડાયા હતા

Share your comments

Subscribe Magazine

More on Success Story

More