Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

સફળ ખેડૂત- શેરડીમાંથી સરકો બનાવીને આ ભાઈ કરે છે લાખોની કમાણી

Sagar Jani
Sagar Jani

રાજકિશોર ઘણા સમયથી શેરડીની ખેતી કરતા આવ્યા છે.પરંતુ ખર્ચ અને મહેનત મુજબ કોઈ ફાયદો થતો નથી. પછી એક દિવસ રાજકિશોરે શેરડીમાંથી સરકો તૈયાર કરવાનું નક્કી કર્યું.તેનો આ નિર્ણય સાચો સાબિત થયો.તેમનો આ વેપાર સફળ રહ્યો, અને સાથે નફો પણ વધ્યો

રાજકિશોર ઘણા સમયથી શેરડીની ખેતી કરતા આવ્યા છે.પરંતુ ખર્ચ અને મહેનત મુજબ કોઈ ફાયદો થતો નથી. પછી એક દિવસ રાજકિશોરે શેરડીમાંથી સરકો તૈયાર કરવાનું નક્કી કર્યું.તેનો આ નિર્ણય સાચો સાબિત થયો.તેમનો આ વેપાર સફળ રહ્યો, અને સાથે નફો પણ વધ્યો. ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લાના અનેઠામાં રહેતા રાજ કિશોર આજે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. તેમના દ્વારા બનાવેલા સરકો રાજ્યના અનેક જિલ્લાઓમાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે.તેઓ ટૂંક સમયમાં અન્ય રાજ્યોમાં તેને વેચવાની તૈયારી પણ કરી રહ્યા છે.

રાજકિશોર કહે છે કે શેરડી વેચીને પણ આટલો બધો  નફો ક્યારેય થયો નથી. રાજકિશોર દ્વારા બનાવવામાં આવેલા શેરડીનો સરકો 40-50 રૂપિયા પ્રતિ લિટરમાં વેચાઇ રહ્યો છે.

કેવી રીતે તૈયાર થાય સરકો?

સરકો બનાવવાની પ્રક્રિયા અંગે તેઓ જણાવે છે કે શેરડીના રસ લગભગ ત્રણ મહિના સુધી માટીનાં ઘડામાં સંગ્રહિત કરવામાં આવે છે. ત્યારબાદ તૈયાર કરેલો સરકો 40-50 રૂપિયા પ્રતિ લિટરમાં ફેરિયાઓને  વેચવામાં આવે છે.આજે સારી કમાણીને કારણે રાજકિશોર હવે શેરડીના વાવેતરમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત થઈ ગયા છે. આ ઉપરાંત તેઓએ નજીકના ખેડૂતો પાસેથી શેરડીની ખરીદી પણ શરૂ કરી દીધી છે, જેથી તેઓ વધુ માત્રામાં સરકો બનાવીને વેચી શકે.

ફાર્મા કંપનીમાં કામ કરતા હતા રાજકિશોર

રાજકિશોરે હવે પોતાની બ્રાંડનો સરકો સ્થાપિત કરવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે.તેઓ ઇચ્છે છે કે તેમના દ્વારા બનાવેલો સરકો દેશભરમાં સપ્લાય કરવામાં આવે. કોરોના મહામારી પહેલા રાજકિશોર ફાર્મા કંપનીમાં કામ કરતા હતા. પરંતુ રોગચાળા દરમિયાન તેમણે પોતાની નોકરી ગુમાવી દીધી હતી. ત્યારબાદ તેઓ પોતાના ગામ પરત ફર્યા અને ખેતી કામ સાથે જોડાઈ ગયા.

રાજકિશોરના પિતા ગામમાં ત્રણ વીઘા જમીનમાં શેરડીની ખેતી કરતા હતા અને 15 વર્ષથી પરંપરાગત રીતે સરકો બનાવતા હતા. ગામમાં આવ્યા પછી રાજકિશોર પણ આ કામમાં જોડાય ગયા અને પોતાના પિતાનો વ્યવસાય મોટો કરી દીધો.

નાબાર્ડ પણ મદદ કરવા તૈયાર

આજે રાજકિશોર નજીકના ખેડૂતો પાસેથી શેરડી ખરીદીને સરકો તૈયાર કરી રહ્યા છે. હવે તેમને બલ્કમાં પણ ઓર્ડર મળવાનું શરૂ થયું છે. જ્યારે તેના પ્રયત્નોની માહિતી નાબાર્ડ સુધી પહોંચી ત્યારે તે પણ રાજકિશોરને મદદ કરવા સંમત થયા છે. આ ઉપરાંત રાજકિશોરે તેમના ગામના કેટલાક અન્ય લોકો સાથે મળીને અનિતા ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડમાં પણ નોંધણી કરી છે. આ એક ખેડૂત નિર્માતા સંસ્થા છે. તે  અંતર્ગત ખેડુતોને સરકાર તરફથી તમામ પ્રકારની સુવિધા મળે છે.

સફળતાની કહાણી..આ બેન મશરૂમની ખેતીથી કરે છે લાખોની કમાણી

સરકાનો ઉપયોગ અને તેની વિશેષતા

પ્રાચીન સમયમાં શેરડીના સરકોનો ઉપયોગ દવા તરીકે થતો હતો.પરંતુ આજના સમયમાં શાકભાજીનો સ્વાદ વધારવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. સરકો એક પ્રકારનો એસિડિક એસિડ છે. તેનો સ્વાદ ખાટો હોય છે.

સરકો એક પ્રિઝર્વેટિવ છે જેનો ઉપયોગ ખાદ્ય ચીજો બનાવવા માટે થાય છે.લોકોની બદલાતી જીવનશૈલીમાં સરકોનું મહત્વ વધ્યું છે, પરંતુ મુશ્કેલીએ છે કે બજારમાં ફક્ત કૃત્રિમ સરકો જ મળે છે, પરંતુ હવે લોકો તેની આડઅસરથી વાકેફ થઈ રહ્યા છે. કૃત્રિમ સરકો ખાદ્ય ચીજો માટેના પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે, પરંતુ તેની આડઅસર પણ થાય છે. આ બધુ હોવા છતાં ફળોમાંથી બનાવેલો સરકો બજારમાં વધારે જગ્યા બનાવી શકશે નહીં.

લુધિયાણાના ખેડૂતોની અનોખી પહેલ

પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણાએ ફળોમાંથી બનાવેલ સરકો બનાવવાની રેસીપી બનાવીને ખેડૂતોને આવકનો બીજો સ્રોત પૂરો પાડવાની પહેલ કરી છે.ખેડૂત 22 દિવસમાં ફળોના રસમાંથી બનાવેલો સરકો તૈયાર કરી બજારમાં વેચી શકે છે અને સારી આવક મેળવી શકે છે.આ સરકો કૃત્રિમ સરકો કરતા વધુ આરોગ્યપ્રદ છે. શેરડીના રસમાંથી સરકો બનાવી શકાય છે, જેની કિંમત બોટલ દીઠ 25 રૂપિયા જેટલી થાય છે, જ્યારે ખેડૂત તેને સ્થાનિક બજારમાં દુકાનદારોને 35થી 40 રૂપિયામાં સરળતાથી વેચી શકે છે.જેની સાથે ખેડુતો પણ ઘણી કમાણી કરી શકે છે. શેરડી સિવાય સફરજન અને દ્રાક્ષમાંથી પણ સરકો તૈયાર કરી શકાય છે.

Related Topics

farming sugarcame vinegar farmer

Share your comments

Subscribe Magazine

More on Success Story

More