Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

24 વર્ષની નાની ઉંમરમાં નેશનલ એવોર્ડથી સન્માનિત થનાર ચેતનભાઈ મેંદપરાની સફળતાની વાર્તા

ગુજરાતના યુવાનો આજે સમગ્ર ભારતના યુવાનો માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહ્યા છે. 24-25 વર્ષની નાની ઉમરે જ્યારે લોકોએ જલસા કરવાનું અને મિત્રો સાથે પહાડો કે પછી કોઈ બીજી જગ્યા ફરવા નીકળી જાય છે, ત્યારે ગુજરાતના આ યુવાનોએ પોતાન અથાક પ્રયાસ થકી કૃષિ ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ મેળવી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
નેશનલ એવોર્ડથી સન્માનિત થનાર યુવા ખેડૂત
નેશનલ એવોર્ડથી સન્માનિત થનાર યુવા ખેડૂત

ગુજરાતના યુવાનો આજે સમગ્ર ભારતના યુવાનો માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહ્યા છે. 24-25 વર્ષની નાની ઉમરે જ્યારે લોકોએ જલસા કરવાનું અને મિત્રો સાથે પહાડો કે પછી કોઈ બીજી જગ્યા ફરવા નીકળી જાય છે, ત્યારે ગુજરાતના આ યુવાનોએ પોતાન અથાક પ્રયાસ થકી કૃષિ ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ મેળવી છે. કૃષિ ક્ષેત્રમાં તેમના દ્વારા મેળવવામાં આવેલ સિદ્ધિના કારણે તેઓને આટલી નાની ઉમરે નેશનલ, સ્ટેટ અને જિલ્લા સ્તરિય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

કૃષિ જાગકરણ દ્વારા આયોજિત અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા પ્રાયોજિત એમએફઓઆઈ 2024 માં ગુજરાતના આ યુવા ખેડૂતોએ પોતાના અથાક પ્રયાસના કારણે ઝળકી આવ્યા છે.તેથી કરીને આ આર્ટિકલમાં અમે એજ યુવા ખેડૂતોની વાર્તા તમને કહેવા જઈ રહ્યા છે જો કે ગુજરાતનું ગૌરવ સમગ્ર ભારત શું સમગ્ર વિશ્વમાં વધાર્યુ છે અને તેઓ આમજ આગળ વધતા રહે એજ અમે ઈચ્છીએ છે.

ગીર સોમનાથના ચેતનભાઈએ જીત્યો નેશનલ એવોર્ડ

ગીર સોમનાથ જિલ્લાના જસાપર ગીર ગામના પ્રગતિશીલ ખેડૂત ચેતનભાઈ મેંદપરાને ખેતીમાં તેમના કાર્ય બદલ MFOI 2024 માં નેશનલ એવોર્ડ આપીને બહુમાન કરવામાં આવ્યા છે. ચેતનભાઈ વિશે વધુમાં વાત કરીએ તો 24 વર્ષની નાની વયમાં ચેતનભાઈ 1000 થી પણ વધુ ખેડૂતોને આંબાની ખેતી કેવી રીતે કરવામાં આવે છે તેની ટ્રેનિંગ આપી રહ્યા છે.

પોતાના સ્ટાર્ટઅપ સાથે ચેતનભાઈ
પોતાના સ્ટાર્ટઅપ સાથે ચેતનભાઈ

ખેડૂત પરિવારમાંથી આવે છે ચેતનભાઈ 

કૃષિ જાગરણ સાથે વાત કરતા ચેતન ભાઈ જણાવ્યું કે તેઓ ખેડૂત પરિવારમાંથી આવે છે, મારા બાપ દાદાએ છેલ્લા 40 વર્ષથી કેસર કેરીની ખેતી કરે છે અને હું વર્ષ 2020 માં જ્યારે હોર્ટિકલ્ચર માં B.sc નું અભ્યાસ પૂર્ણ કર્યો ત્યાર પછી મારા વારસા સાથે જોડાયું. મારા વારસા સાથે જોડાયા પછી હું એક્સપોર્ટનું ચાલુ કર્યો હતો અને આજે તેઓ તેના કામથી લાખોની કમાણી કરી રહ્યા છે.

40 વર્ષ સુધી ફળ આપે છે આંબાના વૃક્ષ 

ચેતનભાઈએ જણાવ્યું કે એક આંબાના છોડ 40 વર્ષ સુધી ફળ આપે છે અને મારા આંબાના પાકને હવે 40 વર્ષ થઈ ગયા છે, તેથી કરીને હવે હું ફરીથી મારા બાગમાં નવી તકનીક થકી આંબાના છોડ વાવીશું અને ઉત્પાદન મેળવીશું. ચેતનભાઈએ જણાવ્યું કે તેઓ ઓર્ગેનિક અને રાસાયણિક બંને તરીકે ખેતી કરે છે કેમ કે આંબાની ખેતી માટે બંને જરૂરી છે.

કૃષિથી સ્ટાર્ટઅપ સુધીની સફર

પરંપરાગત ખેતી થકી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર ચેતનભાઈ જણાવ્યું કે મેં જોયું કે ખેડૂતો તેમની મહેનતથી પૂરો નફો કમાઈ શકતા નોહતા. ત્યારે હું કૃષિ ક્ષેત્રમાં અભ્યાસ કર્યો અને ત્યારે મને સમજાયું કે હોર્ટિકલ્ચર ફૂડ્સ એલએલપીની સ્થાપના કરવી જોઈએ. આજે તેઓનું એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ ફક્ત ભારતીય ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારમાં નથી પહોંચાડતા પરંતુ ખેડૂતોની સમસ્યાઓને મૂલ્યવર્ધન અને નિકાસ દ્વારા ઉકેલી રહ્યા છે.

પોતાના ઑફિસમાં ચેતનભાઈ
પોતાના ઑફિસમાં ચેતનભાઈ

કોઈ પણ સરકારી યોજનાનું નથી લીધુ લાભ 

ચેતને હજુ સુધી કોઈ સરકારી યોજનાનો સીધો લાભ લીધો નથી, પરંતુ તે માને છે કે આ યોજનાઓનો યોગ્ય ઉપયોગ કરીને ખેડૂતો તેમના વ્યવસાયને વધુ સફળ બનાવી શકે છે. "હું ઇચ્છું છું કે સરકાર સ્ટાર્ટઅપ્સને વધુ પ્રોત્સાહન આપે અને ખેડૂતોને સીધા બજાર સાથે જોડવા માટે યોજનાઓ બનાવે છે. 

કરી રહ્યા છે લાખોની કમાણી 

ચેતનનું એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ આજે લાખો રૂપિયાની વાર્ષિક આવક પેદા કરી રહ્યું છે. આ સિદ્ધિ માત્ર તેમની મહેનત જ દર્શાવે છે એટલું જ નહીં પરંતુ એ પણ સાબિત કરે છે કે નવીનતા અને યોગ્ય અભિગમ સાથે ખેતીને નફાકારક વ્યવસાય બનાવી શકાય છે.

ચેતન મેંદપરા
ચેતન મેંદપરા

વગર ખેતી કઈંક પણ નથી 

યુવાનોના વિશેમાં વાત કરતા તેઓ જણાવ્યું કે યુવાનોને સમજવું જોઈએ કે વગર ખેતી કઈંક પણ નથી જો તમારા પાસે જમીન છે તો તેના ઉપર ખેતી ચોક્કસ કરો. તેના સાથે જ તેઓ નેશનલ એવાર્ડ મેળવવા બદલ ખૂબજ ખુશ છે અને આ એવોર્ડ બદલ કૃષિ જાગરણું આભાર પણ વ્યક્ત કર્યો છે.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More