આજે અમે તમારા માટે બિજનૌરના એક ખેડૂતની સક્સેસ સ્ટોરી લઈને આવ્યા છીએ. જેણે 2013 માં તેની ઉચ્ચ પગારવાળી નોકરી છોડીને ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લા હેઠળ આવેલ તેના ગામમાં પોલી ફાર્મિંગ શરૂ કરી દીઘી હતી. હિમાંશુ ત્યાગી નામનું આ ખેડૂતે ખેતી કરવાથી પહેલા માર્કેટિંગનું કામ કરતા હતા. તેમની પાસે નોકરીનો 10 વર્ષનો અનુભવ છે.
નોકરી છોડીને શરૂ કરી પોલી-ફાર્મિંગ
હિમાંશુએ જણાવ્યું કે તેણે 2013માં માર્કેટિંગની જૉબ છોડીને ખેતી શરૂ કરી દીધી હતી. તેના માટે તેણે 2014માં પોલી-ફાર્મનું બાંધકામ શરૂ કર્યું હતું અને 2015માં બાંધકામ પૂર્ણ થયા પછી હિમાંશુ ત્યાગીએ પોલી-ફાર્મમાં બીજ વિનાની કાકડી, રંગીન કેપ્સિકમ, ડચ ગુલાબ, જીપ્સી ફૂલ જેવી ઘણા પાકોની રોપણી કરી હતી. આ ઉપરાંત ક્રાયસેન્થેમમ ફ્લાવર, ગ્લેડિયા ફ્લાવર અને મેરીગોલ્ડ ફ્લાવરની પણ ખેતી શરૂ કરી હતી.
આ પણ વાંચો:સફળ મહિલા ખેડૂતની વાર્તા, મરી જઈશું પણ પોતાના બાળકોને ક્યારે ખેતી નથી કરવા દઉં
1.5 કરોડનું કર્યો રોકાણ
હિમાંશુ ત્યાગીએ કૃષિ જાગરણને જણાવ્યું કે તેઓ સીડલેસ કાકડી અને રંગીન કેપ્સીકમ સીઝનના આધારે ઉગાડે છે. તેણે એપ્રિલ મહિનામાં કાકડી અને જૂનના અંતમાં રંગીન કેપ્સિકમનું વાવેતર કર્યું. હિમાંશુ ત્યાગીએ એમ પણ કહ્યું કે વર્ષમાં 12 મહિના સુધી ફૂલની ખેતી ચાલુ રહે છે. તેમણે રૂ. 1.5 કરોડનું રોકાણ કરીને 17 વીઘા જમીનમાં પોલી-ફાર્મની સ્થાપના કરી અને સરકાર પાસેથી 50 ટકા સબસિડી પણ મેળવી હતી. હિમાંશુ ત્યાગીએ પોતાના ખિસ્સામાંથી 75 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આજે તેઓ 3 કરોડની આવક ધરાવે છે.
ટપક સિચાઈનું કરે છે ઉપયોગ
જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે તેઓ તેમના પોલી-ફાર્મમાં સિંચાઈ માટે કઈ તકનીકનો ઉપયોગ કરે છે, ત્યારે હિમાંશુએ કહ્યું કે અમે અમારા પોલી-હાઉસમાં ટપક સિંચાઈનો ઉપયોગ કર્યો છે. ટપક સિંચાઈની આ ટેકનિકને કારણે તેમના તમામ પાણીની બચત થાય છે અને હિમાંશુએ એમ પણ જણાવ્યું કે ટપક સિંચાઈ એક શ્રેષ્ઠ પદ્ધતિ છે.
તેમણે જણાવ્યું, આજે સિંચાઈની સૌથી કાર્યક્ષમ અને સફળ પદ્ધતિ, ટપક સિંચાઈ છોડને વધુ પડતું પાણી આપતા અટકાવે છે. તે ટાઈમર સાથે સંપૂર્ણ સ્વચાલિત છે અને નીંદણ પણ ઘટાડે છે. તેમણે કહ્યું કે અમે વધુ ખેતી માટે જૈવિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ અને ગુલાબના છોડ પર જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ કરીએ છીએ જેથી છોડને કોઈ રોગ ન થાય.
આજે લોકોને રોજગાર પણ આપી રહ્યો છે.
આજે હિમાંશુએ પોતાના પોલી-ફાર્મમાં 14 જેટલા લોકોને રોજગારી આપી છે. ઉપરાંત, તમામ ઉત્પાદન સીધું જયપુર, જમ્મુ-કાશ્મીર, ગુજરાત, લખનૌમાં વેચવામાં આવે છે, તેમણે ઉમેર્યું હતું કે, બજારમાંથી વચેટિયાઓને દૂર કરવા માટે તેમણે પોતાનો પુરવઠો કર્યો છે. આ સિરીઝ એટલા માટે બનાવવામાં આવી છે કે જેથી કરીને ખેતીમાંથી વધુમાં વધુ નફો મેળવી શકાય.
ક્યાંથી મળી પ્રેરણા
જ્યારે કૃષિ જાગરણના રિપોર્ટરે હિમાંશુ ત્યાગીને પૂછ્યું કે તમને પોલી-ફાર્મ સ્થાપવાની પ્રેરણા ક્યાંથી મળી, તો તેમણે કહ્યું કે જ્યારે હું બેંગલુરુમાં કામ કરતો હતો, ત્યારે 2013માં બેંગલુરુમાં પોલી-ફાર્મિંગમાં જોઈ હતી. જોકે કે ત્યાં વધું તેજી સાથે આગળ વધી રહી હતી. કેમ કે ત્યાં પાણી અછત મોટા પાચે રહે છે તેથી ત્યાંના ખેડૂતોએ ટપક સિંચાઈ સાથે પોલી ફાર્મિક કરીએ છીએ અને મોટી આવક મેળવીએ છે. ત્યાંથી પ્રેરણા લઈને હિમાશુએ પણ પોલી ફાર્મિંગ કરવાનુ નક્કી કર્યો અને પોતાની માર્કેટિંગની જૉબ છોડીને પોતાના ગામ પાછા ફરી ગયા.
Share your comments