ખેતીમાં આધુનિકતાના સાથે જ ખેતીની પરંપરાગત રીત પણ બદલાઈ ગઈ છે. હવે દરેક પાક પોતાના વાતાવરણના અનુકુલ થવા માંડો છે. જેમ કે કેસરની ખેતી પરંપરાગત રીતે જમ્મુ-કાશ્મીર થાય છે. પરંતુ ખેતીમાં આધુનિક તકનીકના કારણે હવે કેસરની ખેતી ભારતના કોઈ પણ ખુણામાં થઈ શકે છે. એટેલે જ તો મઘ્ય પ્રદેશના ઇન્દોરમાં એક દંપતીએ તેના ઘરને મિની કાશ્મીર બનાવી દીધું છે. તેઓએ એરોપોનિક તકનીક દ્વારા કેસરની ખેતી કરવાનું શરૂ કર્યું છે. ફક્ત 3 મહિનામાં તેઓને તેમની મહેનતને ફળ મળ્યો છે.કેસરના ફૂલ ખીલ્યા છે અને દોરાઓ પણ તૈયાર થવા લાગ્યા છે. ઈન્દોરની સાંઈ કૃપા કોલોનીમાં રહેતા અનિલ જયસ્વાલે પોતાના ઘરે અનુકૂળ વાતાવરણ બનાવવા અને કેસરનો પાક ઉગાડવા વિશે વાત કરતા કહ્યું કે તેમનો પરિવાર પરંપરાગત ખેતી સાથે સંકળાયેલો છે. થોડા સમય પહેલા તે કાશ્મીર ગયો હતો, જ્યાં તેણે કેસરની ખેતી થતી જોઈ અને તેના મનમાં તેની ખેતી કરવાનો વિચાર પણ આવ્યો.
પરિવાર પરંપરાગત ખેતી સાથે જોડાયેલો છે
અનિલ જયસ્વાલે કહ્યું કે, "અમારો પરિવાર પરંપરાગત ખેતી સાથે સંકળાયેલો છે. થોડા સમય પહેલા હું મારા પરિવાર સાથે કાશ્મીર ગયો હતો. શ્રીનગરથી પમ્પોર જતી વખતે અમે કેસરની ખેતી જોઈ, જે વિશ્વનો સૌથી મોંઘો મસાલો છે. ત્યારબાદ અમે ઇન્દોરમાં આદર્શ તાપમાન અને આબોહવાની પરિસ્થિતિઓ બનાવીને તેની ખેતી કરવાનું વિચાર્યું.અનિલ જયસ્વાલે જણાવ્યું કે તેમને ખેતી માટે જમ્મુ અને કાશ્મીરના પમ્પોર શહેરમાંથી કેસરના બલ્બ મળ્યા છે. તેઓએ કૃત્રિમ આબોહવાની પરિસ્થિતિઓ સાથે એક રૂમ તૈયાર કર્યો છે, જેનું તાપમાન 8 થી 25 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જાળવવામાં આવે છે.
13 લાખ રૂપિયાનું કર્યો રોકાણ
અનિલે જણાવ્યું કે તેણે સપ્ટેમ્બરમાં કેસરની ખેતી શરૂ કરી છે. 320 ચોરસ ફૂટનો રૂમ તૈયાર કરવા માટે તેમને લગભગ 6 લાખ રૂપિયાનો ખર્ચ થયો અને વધારાના 7 લાખ રૂપિયા એટલે કે કેસરના બલ્બ મંગાવવા પાછળ લગભગ 13 લાખ રૂપિયાનો ખર્ચ થયો.અનિલ કહે છે કે આગામી એકથી બે વર્ષમાં કેસરના બલ્બની સંખ્યા વધી જશે. આ વર્ષે તેઓને આશરે 2 કિલો કેસરની ઉપજ મળવાની અપેક્ષા છે. અનિલ જયસ્વાલે જણાવ્યું કે લોકો હવે કેસર ખરીદવા માટે ફોન કરવા લાગ્યા છે. તેઓ આ કેસરને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર વેચવાની તૈયારી કરી રહ્યા છે.
આ પણ વાંચો:ગુજરાતના સફળ ખેડૂત: MFOI 2024 માં કરવામાં આવશે સન્માનિત
આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવાની તૈયારી
તેમણે કહ્યું કે ભારતમાં કેસર લગભગ 5 લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 8 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. તેથી અમે તેને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવાની યોજના બનાવી રહ્યા છીએ. અનિલની પત્ની કલ્પના જયસ્વાલે જણાવ્યું કે તે પણ કેસરની ખેતીમાં સક્રિયપણે સામેલ છે અને આ કામમાં દરરોજ લગભગ ચાર કલાક વિતાવે છે.
Share your comments