હળદરને આર્યુર્વેદિક ઔષધી માનવામાં આવે છે. આપણા વડીલો કોઈ પણ પ્રકારના ઈજા પર હળદર લગાડવુ અને દૂધમાં હળદર ભેળવીને પીવાની સલાહ આપે છે. હળદર(Turmeric) શરદી, કફ ચામડીનો રોગમાં રાહત આપે છે. કોરોના કાળમાં લોકો ચેપથી બચવા માટે પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હળદર વાળા દૂધ પીવીને વધાવી રહ્યા હતા. રસોડામાં આ હળદર બધાના ધરમાં મોટા પાચે જોવા મળે છે.
હળદરને આર્યુર્વેદિક ઔષધી માનવામાં આવે છે. આપણા વડીલો કોઈ પણ પ્રકારના ઈજા પર હળદર લગાડવુ અને દૂધમાં હળદર ભેળવીને પીવાની સલાહ આપે છે. હળદર(Turmeric) શરદી, કફ ચામડીનો રોગમાં રાહત આપે છે. કોરોના કાળમાં લોકો ચેપથી બચવા માટે પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હળદર વાળા દૂધ પીવીને વધાવી રહ્યા હતા. રસોડામાં આ હળદર બધાના ધરમાં મોટા પાચે જોવા મળે છે. તે આપણા જમવાનુનો સ્વાદ વધારે છે. એજ હળદર ઉગાડીને રાજકોટના ખેડૂત લાખોની કમાણી કરી રહ્યા છે.
રાજકોટ શહેરથી 40 કિ,મી દૂર ભંડારીયાના ગામડાના ખેડૂતભાઈ વલ્લભભાઈ પટેલ હળદરની ખેતી કરીને વાર્ષિક થકી 8 લાખથી વધુની કમાણી કરે છે. પોતાની આ કામયાબી વિશે પટેલે જણાવ્યુ. જ્યારે મને ખબર પડી કે પ્રાકૃતિક ખેતી કરીને સારો એવો ઉત્પાદન મેળવી શકાય છે તો મે હળદરની ખેતી પ્રાકૃતિક રીતે કરવા માંડ્યો. તે કહે છે કે બજારમાં જો હળદર સામાન્ય રીતે મળે છે તેણે રસાયણિક રીતે તૈયાર કરવામાં આવે છે. જે લોકોના સ્વાસ્થ માટે હાનિકારક છે.
લોકોના સ્વાસ્થ સારા રહે અને એટલા માટે હું હળદરની પ્રાકૃતિક ખેતી કરી અને તેને બજારમાં વેંચ્યો અને સ્સતી કિંમતે ચોખ્ખો માલ મળી રહે તેના માટે ઓર્ગોનિક હળદરના ઉત્પાદાનનું અભિયાન શરૂ કર્યુ. મેં પ્રાકૃતિક પધ્ધતિથી હળદરની ખેતી પાંચ વર્ષ પહેલા પાંચ વીઘામાં પ્રયોગ કરીને શરૂ કરી હતી. હળદરની વાવણી માટે ખાસ પાળા ઉભા કરવા સુરતથી ટ્રેકટર અને ચાસ પાડવાની સાધન સામગ્રી મંગાવી ઢોળાવ ઉભા કરી તેમાં હળદરની ગાંઠો જે બિયારણ કહેવાય તેનું વાવેતર કર્યું.
પ્રાકૃતિક ખેતી માટે ખાતર પોતેજ બનાવ્યું
વલ્લભભાઈ પટેલ કહે છે કે તેમણે ખેતી માટે જરૂરી જીવામૃત પોતેજ પ્રકૃતિક રીતે બનાવ્યુ. તેના માટે ગાયના છાણ, ગૌમુત્ર, લીંબોળી, ચણાનો લોટ, વડલાના ઝાડની માટીના ભેગા કરીને તેનો મિશ્રણ બનાવ્યુ અને તેથી ગાય આધારિક હળદરની ખેતી કરી. જે જરૂરિયાત મુજબ પિયત સાથે ભેળવી દેવાનું. આશરે ૮ મહીને હળદરનો પાક તૈયાર થાય ત્યારબાદ તેની લણણી કરવાની.
તેઓ વર્ષે દહાડે વીઘે 40 મણ એટલે કે 5 વીઘે 200 મણ હળદર ઉત્પાદીત કરી તેના પાવડરનું વેચાણ કરી 8 લાખથી વધુની કમાણી કરી લે છે. તેઓ દર વર્ષે હળદર સંપૂર્ણ ઓર્ગેનિક છે તેનું પ્રમાણપત્ર પણ પ્રમાણીત લેબોરેટરી મારફત મેળવે છે. આવનારા સમયમાં તેઓ પોતાની બ્રાંડનેમ સાથે માર્કેટમાં પોતાની હળદરને આગવી ઓળખ આપવાનું આયોજન કરી રહ્યા છે.
Share your comments