Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

મજૂર અભણ માતા-પિતાનો હોનહાર પુત્ર, પહેલા IIT અને હવે IAS ઓફિસર, કોચિંગ પણ નહોતું કર્યું... જણાવ્યુ સફળતાનું રહસ્ય

જયપુર, રાજસ્થાન: ઘણીવાર લોકો કહે છે કે ભણેલા કે પૈસાદાર લોકોના બાળકોને જ મોટી સરકારી નોકરીઓ મળે છે. પરંતુ આ કહેવતને એક ગરીબ મજુર મા-બાપના પુત્રએ ખોટી સાબીત કરી બતાવી છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
IAS SOHANLAL
IAS SOHANLAL

કારણ કે જોધપુર જિલ્લામાં રહેતા અભણ માતા-પિતાના  પુત્રનુ સિલેક્શન UPSC પરીક્ષામાં થઈ ગયુ છે. એટલે કે તે IAS ઓફિસર બની ગયો છે. તેણે કોઈપણ કોચિંગ વિના આ સફળતા મેળવી છે. અગાઉ તે IIT જેવી મોટી પરીક્ષા પણ પાસ કરી ચૂક્યો છે. જણાવી દઈએ કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સોમવારે સિવિલ સર્વિસ પરીક્ષા 2021નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. આવો જાણીએ આ હોનહાર વિદ્યાર્થીની સક્સેસ સ્ટોરી...

માતા મનરેગામાં મજૂરી કરે છે, તો પિતા ખેતી કરે છે

પોતાની મહેનતના બળ પર સફળતા મેળવનાર આ હોનહાર વિદ્યાર્થી 26 વર્ષીય સોહનલાલ છે. બે દિવસ પહેલા આવેલા UPSC પરિણામમાં સોહનલાલે 681મો રેન્ક મેળવ્યો છે. તે જોધપુરના તિવારી તાલુકામાં રામપુરાના રામ નગરમાં તેના પરિવાર સાથે રહે છે. તેના ગરીબ માતા-પિતાએ સોહનને ભણાવવામાં કોઈ કસર છોડી ન હતી. જ્યારે તે પોતે બંને અભણ છે. જણાવી દઈએ કે માતા મનરેગામાં મજૂર છે અને પિતા નાના ખેડૂત છે.

આ પણ વાંચો:જાણો UPSC ટોપર શ્રુતિ શર્માની સફળતાનું રહસ્ય

UPSC માટે નકારી લાખોની ઑફર

પોતાની સફળતાની ગાથા જણાવતા IAS ઓફિસર બનેલા સોહનલાલે જણાવ્યું કે,મેં ગામની જ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી 10મા સુધીનો અભ્યાસ કર્યો છે. આ પછી હું 11 અને 12માં ધોરણમાં અભ્યાસ કરવા કોટા ગયો. 12 માંની સાથે મેં IITની તૈયારી કરી અને સિલેક્ટ પણ થઈ ગયો. ત્યારબાદ 2018માં મેં મુંબઈ IIT માંથી ઈલેક્ટ્રોનિક્સનો અભ્યાસ પૂરો કર્યો. આ દરમિયાન એક સિનિયરની IASમાં પસંદગી થઈ ત્યારે મને ખબર પડી કે IAS શું હોય છે. પછી મેં UPSC ની તૈયારી પણ શરૂ કરી દીધી. IIT પાસ કર્યા પછી જ્યારે કંપનીઓ પ્લેસમેન્ટ માટે આવી ત્યારે મેં તેમાં અરજી કરી ન હતી. મેં વિચારી લીધુ હતુ કે હવે હું માત્ર IAS જ બનીશ.

ત્રણ વાર નિષ્ફળ ગયો, પણ હિંમત ન હારી અને ચોથી વારમાં મળી સફળતા

સોહનલાલે જણાવ્યું કે IIT પૂર્ણ કર્યા બાદ મેં ચાર વર્ષનો બ્રેક લીધો અને સ્વ-અભ્યાસ કરીને UPSCની તૈયારી શરૂ કરી. જો કે, જ્યારે પણ હું મારા મિત્રોને જોઉં, ત્યારે મને એમ થાય કે  હું પણ નોકરી કરુ, પણ મોટા ભાઈ શ્રવણે સમજાવ્યું કે પ્રાઈવેટ જોબ તો ગમે ત્યારે મળી જશે, પણ આઈએએસ બનવાનો આ સાચો સમય છે, તેના પર જ ધ્યાન આપો. પછી મેં IAS ને જ લક્ષ્ય બનાવ્યુ. કોચિંગ વગર ઘરે જ સખત તૈયારી કરી. આ માટે હું યુટ્યુબ જોતો અને તેમાંથી નોટ્સ બનાવતો. હું યુટ્યુબના માધ્યમથી દરરોજ 7 થી 8 કલાક અભ્યાસ કરતો હતો. પહેલીવાર હું ઇન્ટરવ્યુમાં પહોંચ્યો, પણ સિલેક્ટ ના થઈ શક્યો, ત્યાર બાદ બીજી અને ત્રીજી વારમાં તો હું પ્રી પણ ક્લિયર ના કરી શક્યો, પરંતુ હું નિરાશ ન થયો, માતા-પિતા અને ભાઈએ હિંમત આપી અને આજે ચોથી વારમાં હું સફળ થઈ ગયો.

આ પણ વાંચો:મલ્ટીનેશનલ કંપનીની નોકરી છોડીને કરી રહ્યા છે કુદરતી ખેતી

Share your comments

Subscribe Magazine

More on Success Story

More