વીરોની ધરતી તરીકે ઓળખાતા ભારતમાં દેશની રક્ષા માટે અનેક વીરોએ જન્મ લીધા. જેઓ દેશના રક્ષણ માટે પોતાના પ્રાણ પણ આપી દીધા, પરંતુ આ વીરો બન્યા કેવી રીતે? આ પ્રશ્ન દરેકના મનમાં હોય છે પરંતુ કોઈને તેના ઉત્તરની ખબર નથી. તો મારા વ્હાલા મિત્રો આ પ્રશ્નનું ઉત્તર ખૂબ જ સરળ છે. પહેલો તો એજ કે તેમના અંદર દેશ માટે કઈંક કરવાનું જુસ્સા હતો અને બીજો તેઓના જુસ્સા ઠંડા નહીં થાય તેના માટે તેઓને તાકાત આપવાના કામ આપણા દેશના જગતના તાત એટલે કે ખેડૂતોએ કર્યો. તેઓ તેમને અને દેશના બીજા લોકો સુધી શુદ્ધ ખોરાક પહોંચાડીને તેઓના જુસ્સાને વઘાર્યો, તેઓની તાકાત વધારી.
પરંતુ જ્યારે ભારતમાં રાસાયણિક ખાતરનું આગમન થયુ ત્યારે ભારતના યુવાનોના અંદરનો જુસ્સાએ ક્યાંક ખોવાઈ ગયું, જેનું કારણ હતો આપણી ખેતી પદ્ધતિ, રાસાયણિક ખાતર થકી કરવામાં આવેલ ખેતીના કારણે ધીમે ધીમે આ જુસ્સા લોકના અંદરથી સમાપ્ત થવા માંડ્યો અને લોકોને નાનપણમાં જ કેન્સર જેવી બીમારી થવા માંડી, જો કે તેને દૂર કરવા માટે હવે આમારા ખેડૂતો જ સામે આવી રહ્યા છે. એજ ખેડૂતોમાંથી જ એક છે ગુજરાતના રાજકોટ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત અને ભારત સરકાર અંતર્ગત ઓર્ગેનિક એફપીઓ લોધીકા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડના ચેરમેન કૃષ્ણરાજસિંહ ખોડુબા જાડેજા. જેમને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને યુવાનોને કેન્સર જેવી ઘાતક બીમારીથી બચાવવા માટેનો એક પ્રયાસ શરૂ કર્યો છે.
પ્રાકૃતિક ખેતી થકી ગુણવત્તાયુક્ત પાક
ગુજરાતના રાજકોટ જિલ્લા ખાતે આવેલ લોધીકા તાલુકાના રાવકી ગામના વતની અને પ્રગતિશીલ ખેડૂત તેમજ લોધીકા ફાર્મર પ્રોડ્યૂસર કંપનીના ચેયરમેન કૃષ્ણારાજસિંહ ખોડુબા જાડેજાએ પ્રાકૃતિક ખેતી થકી ગુણવત્તાયુક્ત પાક મેળવે છે. એજ નહીં તેમના કંપનીના સાથે જોડાયેલા બીજા ખેડૂતો પણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને ગણવત્તાયુક્ત પાક મેળવે છે અને તેનો વેચાણ કરે છે. ખોડુબા કૃષિ જાગરણ સાથે વાત કરતા જણાવ્યું કે તેમની કંપની થકી દેશી શાકભાજી અને તેના બિયારણનું વેચારણ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ યાંત્રિક ઓજાર પાવર ટીલર મોંધાદાટ ટ્રેક્ટરનો વિકલ્પ પણ પૂરો પાડે છે.
ગાય સાથેની લાગણીના કારણે હું ખેતી તરફ આકર્ષાયો
પોતાના વિશેમાં જણાવતા પ્રગતિશીલ ખેડૂત કૃષ્ણરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે તેમના બાપુજી પણ ખેતી સાથે સંકળાયેલા હતા, તેથી કરીન હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું અને જો હું મારી ખેતી પ્રત્યેની લાગણી વિશેમાં વાત કરું તો નાનપણથી જ મને ગાય પ્રત્યે એક લાગણી હતી, જેના કારણે હું ખેતી તરફ આકર્ષાયો. તેના સાથે જ મને ઘુડસવારીનો પણ શોક છે. તેમણે જણાવ્યું કે મારા બાપુજીએ એમ કહેતા હતા કે તમે બે ભાઈયો છો તમારાથી એકને તો ખેતી કરવી જોઈએ. ત્યાર પછી મારા મોટા ભાઈએ નોકરીમાં જતા રહ્યા અને કૃષિ ક્ષેત્ર પ્રત્યે મારી લાગણીના કારણે હું ખેતી સાથે સંકળાયી ગયો.
પરંપરાગત ખેતીથી કરી હતી શરૂઆત
જાડેજાએ જણાવ્યું કે જ્યારે તેઓએ ખેતીની શરૂઆત કરી ત્યારે તેઓ પરંપરાગત રીતે ખેતી શરૂ કરી હતી, જેના કારણે તેઓને વધુ ખર્ચ કરવું પડતો હતો, એટલે કે હું ખેતી માટે યૂરિયા અને રાસાયણિક ખાતર વાપરતા હતા. ખેતીમાં વધુ ખર્ચ અને ઓછી આવકના કારણે મને એમ થયું જો આમા જ ચાલશે તો ખેતીથી સરસ તો નોકરી છે. તેના સાથે જ રાસાયણિક ખેતીના કારણે મારી જમીનની ફળદ્રુપતા પણ ધીમે ધીમે પતી રહી હતી પછી મેં વિચાર્યું કે આવી રીતે તો નહીં ચાલે, ત્યારે રાસાયણિક ખેતી પ્રત્યે રાષ્ટ્ર વિરોધી એક કાર્યક્રમની શરૂઆત થઈ, જ્યાંથી મને પ્રાકૃતિક ખેતીનું વિકલ્પ મળ્યું. હવે જેમ કે મારા પાસે ગાય તો હતી જ તેથી કરીને ત્યાર પછી મેં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી દીધી
ઋષિ કૃષિ ખેતીથી મળી પ્રેરણા
પ્રાકૃતિક ખેતી પ્રત્યે પ્રેરણા ક્યાંથી મળી આ પ્રશ્નનું જવાબ આપતા તેમણે જણાવ્યું કે મને ઋષિ કૃષિ ખેતીથી પ્રેરણા મળી હતી. જેમ કે તમને ખબર છે કે ભગવાન કૃષ્ણના આગળ પાછળ ગાયો હોય છે. એવી જ રીતે ખેડૂતોના આગળ પાછળ પણ ગાયો હોય છે. તેમણે જણાવ્યું કે મારા પાસે કામધેનું ગાય છે, જેનું અગ્નિહોત્ર હું ખેતી માટે વાપરુ છું, ગાયના છાણ અને ઘીથી આમારી જમીનને પોષણ મળે છે. પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન મળે છે તેના પર વાત કરતા તેઓ કહે છે કે પ્રાકૃતિક ખેતી અમારા ગુજરાતમાં જગ્યા જગ્યા થાય છે. જો તમારે પ્રાકૃતિક ખેતી કરવી છે તો સૌથી પહેલા પ્રાકૃતિક ખેતી કરનાર પ્રગતિશીલ ખેડૂતથી મળો, ત્યાર પછી જ તમને ખબર પડશે કે પ્રાકૃતિક ખેતી કેમ સારી છે. તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતીના કારણે પાકમાં રોગ નથી આવડતું, જેથી કરીને ઓછા રોકાણમાં વધુ ઉત્પાદન મળે છે.
કયા કયા પાકની ખેતી કરો છો
આ પ્રશ્નનું ઉત્તર આપતા કૃષ્ણરાજસિંહ ભાઈએ જણાવ્યું કે જ્યારે આપણે કોઈ પાકનું વાવેતર કરીએ ને તો સૌથી પહેલા ક્ષેત્રનું વાતાવરણ અને જમીનની માટીનું પરિક્ષણ કરીએ છે, તે પદ્ધતિ અપનાવવા માટે હું બીજા ખેડૂતોને પણ કહીશું. તો હું જ્યાં સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં રહું છું, ત્યાંના હવામાન મુજબ ત્યાં મરચા,મગફળી, તળી, કઠોળ, જીરૂ, દાણા જેવા પાક થાય છે. અને જો હું મારા પાસે જે જમીન છે તેની વાત કરૂં તો મારા પાસે 10 વિકલ્પ છે રવિ પાકનું પણ અને ખરીફ પાકમાં પણ. તો મને જો એવું લાગે કે મારી જમીન પર ચણાનું સારો એવો વાવેતર મળશે તો હું તેનું વાવેતર કરૂં છું અને જો મને એવું થાય કે કોઈ બીજા એવું પાક છે જે મારા જમીન માટે સારો નથી તો હું તેની ખેતી કરીને મારા સમય બગાડતો નથી. બીજી વાત જે પાક મારા જમીન માટે સારો છે પરંતુ મને તેનું જ્ઞાન નથી તો હું બીજા પાસેથી તેનું જ્ઞાન મેળવીને ત્યાર પછી મારા જમીન પર તેનું વાવેતર કરું છું. પોતાની આવક વિશે વાત કરતા કૃષ્ણરાજસિંહ જાડેજાએ કહ્યું કે મને ગાય આધારિક પ્રાકૃતિક ખેતી કરીને ઓછામાં ઓછા 10 થી 15 લાખ રૂપિયાની કમાણી થઈ જાય છે.
રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતીમાં શું તફાવત છે?
જેમ કે તમે રાસાયણિક અને પ્રાકૃતિક બંને ખેતી કરી છે તો હવે એવું જણાવો કો બંને વચ્ચે શું તફાવત છે. આ પ્રશ્નનું ઉત્તર આપતા કૃષ્ણરાજસિંહે જણાવ્યું કે તેના માટે તો એક પુસ્તક બાહર પાડવું જોઈએ કે પ્રાકૃતિક ખેતીથી શું લાભ છે અને રાસાયણિક ખેતીથી શું ગૈરલાભ છે? તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખાતર છોડના ઉપર જ રહે છે, જ્યારે રાસાણિક ખાતર જમીનના અંદર જઈને મૂળને ખરાબ કરે છે અને તેઓ ફળ અને શાકભાજીના સાથે પેટમાં જઈને અમને ખૂબ જ બીમાર કરી નાખે છે. તેમણે કોરોનાના ઉદાહારણ આપતા કહ્યું જ્યારે કોરોના રોગચાળા આવ્યું ત્યારે રાસાયણિક વસ્તુઓનું સેવન કરવા વાળા લોકોને વધારે તકલીફ પડી હતી. તેમણે કહ્યું કે આજે આપણા દેશમાં દવાની દુકાનો આટલી કેમ છે? કેમ કે રાસાયણિક ખેતીના કારણે અમારા દેશના લોકોએ બીમાર પડી રહ્યા છે. જેથી કરીને ખૂણે ખૂણે દવાની દુકાનો અમને જોવા મળે છે.
ગુજરાત સરકાર પ્રાકૃતિ ખેતી કરનાર ખેડૂતોને પૂરી પાડે છે સહાય
છેવટે પોતાના નિવેદન આપતા પ્રગતિશીલ ખેડૂત કૃષ્ણરાજસિંહ ખોડુબા જાડેજાએ કહ્યું કે મારી જેમ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને ગુજરાત સરકાર તરફથી પણ સહાય અને પ્રોત્સાહન આપવામાં આવે છે તેમજ આર્થિક સહાય પણ મળે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર રવિ કૃષિ મહોત્સવ જેવા આયોજન પણ કરે છે. જેના બદલ હું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરુ છું.વધુમાં વધુ ખેડૂતો ખેતી કરવા માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી અપનાવે, તેવી મારી લાગણી છે અને પ્રાકૃતિક ખેતીની આહલેકમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે સહભાગી બનવાનું ખેડૂતોને હું અપીલ પણ કરું છું.
Share your comments