Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

16 વર્ષના વિદ્યાર્થી નીલે ભંગાર સાયકલને બનાવી સોલર સાયકલ

વડોદરાના માત્ર 18 વર્ષના 12 મા ધોરણના વિદ્યાર્થી નીલ શાહે એક સોલર સાઈકલ બનાવી છે. આ સાયકલની લાક્ષણિકતા એ છે કે આ સાયકલ બેટરીથી ચાલે છે અને સાયકલ પર લગાવેલ સોલર પેનલની મદદથી આ સાયકલની બેટ્રી ચાર્જ થઈ જાય છે અને બાદમાં આ સાયકલ બાઈકમાં રૂપાંતરીત થઈ જાય છે

Sukhadev Thakor
Sukhadev Thakor
Nil Shah
Nil Shah

વડોદરાના માત્ર 18 વર્ષના 12 મા ધોરણના વિદ્યાર્થી નીલ શાહે એક સોલર સાઈકલ બનાવી છે. આ સાયકલની લાક્ષણિકતા એ છે કે આ સાયકલ બેટરીથી ચાલે છે અને સાયકલ પર લગાવેલ સોલર પેનલની મદદથી આ સાયકલની બેટ્રી ચાર્જ થઈ જાય છે અને બાદમાં આ સાયકલ બાઈકમાં રૂપાંતરીત થઈ જાય છે

મોટાભાગના બાળકો ગણિત અને વિજ્ઞાનના વિષયમાં નબળા હોય છે, જ્યારે નીલ માટે આ વિષય સામાન્ય વિષયો છે અને તેને ગણિત વિજ્ઞાન આ બે અતિ પ્રિય વિષય છે. ગણિત વિજ્ઞાનને તે પોતાના મિત્ર માને છે.

નીલ હાલમાં બારમાં ધોરણમાં ભણે છે અને તેને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ છે. નીલે તેના ગુરૂજીની મદદથી એક એવી સાયકલ બનાવી દીધી છે કે આ સાયકલ ચલાવવા માટે કોઈ પણ પ્રકારનો શારિરીક શ્રમ કરવાની જરૂર રહેતી નથી અને સાયકલ ચલાવવા માટે કોઈ પણ જાતનો એક રૂપિયાનો પણ ખર્ચ કરવાની જરૂર રહેતી નથી. કેમ કે આ સાયકલમાં એક સોલર પ્લેટ લગાવવામાં આવેલ છે અને આ સયકલ બેટરીથી ચાલે છે જે સોલર પેનલ દ્વારા ચાર્જ થઈ જાય છે અને આમ બેટરીથી આ સાયકલ ચાલે છે. આ સાયકલ સંપૂર્ણપણે ઈક્કોફ્રેન્ડલી છે જેને ચલાવવાથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ પણ થતુ નથી.

18 વર્ષનો નીલ  કહે છે કે કોઈ પણ જાતના ઈલેક્ટ્રીક વેહીકલને ચાર્જ કરવા માટે વીજળીની જરૂર પડે છે અને તમને બધાને ખબર જ હશે કે વીજળી મોટા ભાગે કોલસા દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે અને જેના કારણે પોલ્યુશન ફેલાય છે પરંતુ મે જે સાયક બનાવી છે તે સંપૂર્ણપણે સૂર્યપ્રકાશથી ચાલે છે અને 100 ટકા ઈકોફ્રેન્ડલી છે. આ સાયકલની ડિઝાઈન એવી રીતે બનાવી છે કે જે સૂર્ય ઉર્જા ઉપરાંત  તેની બેટરીને સાયકલ ચલાવતી વખતે પેડલ મારીને પણ ચાર્જ કરી શકાય છે  

માત્ર એક મહિનામાં જ બનાવી સોલર સાયકલ


નીલને ભૌતિક વિજ્ઞાનમાં વધારે રસ હોવાથી તેના શિક્ષકે નીલને સોલાર પેનલથી ચાલતી સાયકલ બનાવવાનો કોન્સેપ્ટ આપ્યો હતો અને નીલનાં શિક્ષકનું કહેવું છે કે આ પ્રોજેક્ટ નીલે માત્ર 1 મહિનામાં જ પૂરો કરી બતાવ્યો હતો જે સામાન્ય વિદ્યાર્થી માટે કરવું અશક્ય છે જે નીલે શક્ય કરી બતાવ્યુ છે.

સાયકલ બનાવતા પહેલા આ ત્રણ પાસા પર કર્યુ કામ, બીજા પાસામાં બેટરી પર કેવી રીતે કામ કરવુ ? અને ત્રીજા પાસામાં સોલાર પેનલ વિષે ઉંડાણમાં માહિતી મેળવી.આમ, સૂર્ય પ્રકાશથી ચાલતી સાયકલ બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરવા માટે નીલના પિતાએ ભંગારીયા પાસેથી ફક્ત 300 રૂપિયામાં સાઈકલ ખરીદી હતી. આ સાયકને સૂર્ય ઉર્જાથી ચલાવવા માટે નીલે સાયકલમાં કેટલાક બદલાવ કર્યા અને આ એક સૂર્ય ઉર્જાથી ચાલતી સાયકલ બની ગઈ આ માટે નીલને આ સાયકલમાં જરૂરી ફેરફાર કરવા માટે આશરે 12 હજાર જેટલી વધારાની રકમનો ખર્ચ કરવો પડ્યો હતો

કેવી રીતે ચાર્જ થાય છે સાયકલ ?

  • સાઇકલ પર લગાવેલા સોલાર પેનલ્સની મદદથી તેની બેટરી ચાર્જ થાય છે
  • ટાયર સાથે ડાયનેમો પણ લગાવેલ છે જેની મદદથી સોલર લાઇટ વગર પણ ચાર્જ થાય છે
  • રાતના સમય દરમિયાન સાઈકલ ચાર્જ કરવા માટે ડાયનેમો મહત્વનો ભાગ ભજવે છે.
  • ની સાયકલમાં 10 વૉટની સોલર પ્લેટ લગાવેલી છે, જેનાંથી આ સાયકલ રહેલ બેટરી એક સિંગલ ચાર્જમાં 10થી 15 કિલોમીટર સુધી ચાલી શકે છે

ફિઝિક્સનાં સાયન્ટિસ્ટ બનવા માંગે છે નીલ

નીલને આ પ્રકારની વધારે સાયકલ બનાવવાનાં ઓર્ડર પણ મળવા લાગ્યા છે. આવી સાયકલ બનાવવા માટે નીલ 12માની પરીક્ષા આપ્યા બાદ બનાવશે  હાલમાં તેનું ફોકસ 12માં ધોરણની પરીક્ષામાં સારૂ પરિણામ લાવવા પર છે અને ભવિષ્યમાં નીલ ફિઝિક્સના સાયન્ટિસ્ટ બનવા માંગે છે.

આ પણ વાંચો - 25 લાખની નોકરી છોડ શરૂ કરી ખેતી, આજે કમાવે છે કરોડો

આ પણ વાંચો - UK રીટર્ન ડૉ. ધરાએ શરૂ કર્યો અમદાવાદમાં બિઝનેસ, મહિલાઓ માટે બન્યા પ્રેરણારૂપિ

Related Topics

Nil Baroda Solar Cycle Students

Share your comments

Subscribe Magazine

More on Success Story

More