ભારતમાં ખેતીને હંમેશા મહત્વનો વ્યવસાય માનવામાં આવે છે. અહીંના ખેડૂતો પોતાની મહેનત અને સંઘર્ષથી દેશને ખાદ્ય સુરક્ષા પ્રદાન કરે છે, પરંતુ કેટલાક ખેડૂતો એવા છે જેઓ માત્ર પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેતીમાં કામ કરતા નથી, પરંતુ તેઓ તેને નવા વિચારો અને તકનીકો સાથે નવું સ્થાન પણ આપે છે. યુવરાજ પરિહાર એવા જ એક પ્રગતિશીલ ખેડૂત છે, જેમની સખત મહેનત અને દૂરંદેશીથી તેઓ આજે ભારતના સૌથી મોટા ખેડૂતોમાંના એક બન્યા છે.
પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને ખૂબ જ ઓછો નફો મળે છે
યુવરાજ પરિહારનો જન્મ ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં થયો હતો. તેમના પિતા ડૉક્ટર હતા, તેથી તેમના પરિવારમાં ખેતીનું કામ ખાસ થતું ન હતું, પરંતુ તેઓને બાળપણથી જ ખેતરમાં કામ કરવાની ટેવ હતી.જ્યારે તેમણે કૃષિ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે જોયું કે પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને બહુ ઓછો નફો મળે છે. જેના કારણે યુવરાજે ખેતીને ફક્ત ખેતી તરીકે નથી પરંતુ એક વ્યવસાય તરીકે જોવાનું શરૂ કરી દીઘો. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે કૃષિ ક્ષેત્રમાં નવા ફેરફારો લાવવાનું નક્કી કર્યું. તેમની આ વિચારસરણીએ તેમને ભારતમાં કૃષિને નવો દેખાવ આપવાના માર્ગ પર મોકલ્યું.
ખેડૂત તરીકે કારકીર્દીની શરૂઆત
22 વર્ષ પહેલા કૃષિ વ્યવસાયમાં પ્રવેશ કરનાર પ્રગતિશીલ ખેડૂત યુવરાજ પરિહાર પાસે કુલ 400 એકર જમીન છે, જેમાંથી 100 એકર આગ્રામાં અને 300 એકર રાજસ્થાનમાં છે. યુવરાજ બટાકા, કોબી અને મગ જેવા મહત્વના પાકની ખેતી કરે છે, જેની બજારમાં ખૂબ માંગ છે. તેના સાથે જ તેઓ ખેતીને વ્યવસાનું પણ એક માર્ગ બનાવ્યું છે. તેમને ડૉ. બીપીએસ નામથી એક બ્રાંડની પણ શરૂઆત કરી છે, જો કે તેમના વેપાર અને ખેતીની એક ઓળખ બની ગયું છે.
ખેતીના વેપાર થકી સફળતા
યુવારજ પરિહારે ખેતીના સાથે સાથે પોતાના વેપારને પણ વધાર્યું છે. તેઓએ ખેડૂતો માટે 3 કોલ્ડ સ્ટોરેજ અને 2 વેયર હાઉસ પણ આગ્રાંમાં સ્થાપિત કર્યો છે. જેથી ખેડૂતોના પાકને સરંક્ષણ મળી શકાય અને તેઓને બજરામાં સારી કિંમત મળી શકે છે. આ ઉપરાંત તેમણે 7 કોલેજો પણ ખોલ્યું છે, જ્યાં યુવાનોને ખેતીથી જોડાયેલી તાલિમ આપવામાં આવી છે. આજે યુવરાજના એગ્રી બિઝનેસનું ટર્નઓવર 50 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે અને તમામ બિઝનેસ સહિત તેનો કુલ બિઝનેસ 100 કરોડ રૂપિયાની આસપાસ છે. આ તેની મહેનત અને બિઝનેસમાં નવા પ્રયોગોનું પરિણામ છે.
બેસ્ટ પોટેટો ગ્રોવર અને એક્સપોર્ટર
પ્રગતિશીલ ખેડૂત યુવરાજની સફળતા માત્ર ભારત પુરતી મર્યાદિત ન હતી. 2020 માં, તેમને ગુજરાતના ગાંધીનગરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ પોટેટો કોન્ક્લેવમાં ‘બેસ્ટ પોટેટો ગ્રોવર એન્ડ એક્સપોર્ટર’ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તે સમય આ કાર્યક્રમમાં ભારતના પૂર્વ કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિતિ હતા, તેના સાથે જ ભારતના વડા પ્રધાને નરેંદ્રભાઈ મોદીએ પણ વર્ચુઅલી આ કાર્યક્રમમાં જોડાયા હતા અને યુવાજ પરિહારના યોગદાનને પણ બિરદાવ્યું હતું.
જણાવી દઈએ કે યુવરાજ પરિહારને બેસ્ટ પોટેટો ગ્રોવર અને એક્સપોર્ટરનું એવોર્ડ તેમને ખેતીમાં તેમના કાર્ય અને ખેતી પ્રત્યેના તેમના અભિગમના કારણે આપવામાં આવ્યો હતો. યુવરાજે આ કાર્યક્રમમાં તેમની ખેતીની પદ્ધતિઓ શેર કરતા જણાવ્યું હતું કે કેવી રીતે તેમણે પરંપરાગત ખેતીને આધુનિક ટેકનોલોજી સાથે જોડ્યું છે.
સામાજિક કાર્ય અને ભવિષ્યની દિશા
યુવરાજ પરિહારનું સપનું માત્ર બિઝનેસ કરવાનું નથી પરંતુ કૃષિ ક્ષેત્રમાં પણ પરિવર્તન લાવવાનું છે. તે ઈચ્છે છે કે યુવાનોને કૃષિ ક્ષેત્રમાં વધુને વધુ નકો મળે, જેથી તેઓ નવી પદ્ધતિઓ અપનાવીને પોતાની મહેનતથી સારો નફો કમાઈ શકે.યુવરાજ માને છે કે ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને ખેતીને ખૂબ જ નફાકારક ઉદ્યોગ બનાવી શકાય છે. તેઓ ઈચ્છે છે કે વધુને વધુ ખેડૂતો ટકાઉ ખેતી અપનાવે, જેથી ભવિષ્યમાં કૃષિ ક્ષેત્ર વધુ સુધરી શકે આજે તેઓ એક રોલ મોડેલ બની ગયા છે અને તેમની સફળતાની ગાથા અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત છે. તેણે સાબિત કર્યું કે જો વિચારવાની અને કામ કરવાની રીત સાચી હોય તો કોઈ પણ સપનું પૂરું થઈ શકે છે.
રિચર્સટ ફાર્મર ઓફ ઇન્ડિયાનું ફર્સ્ટ રનર અપ
યુવરાત પરિહારને 3 ડીસેમ્બર 2024 ના કૃષિ જાગરણ દ્વારા આયોજિત અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા પ્રાયોજિત મિલિનિયર ફાર્મર ઓફ ઇન્ડિયા 2024 માં ફર્સ્ટ રનર અપ તરીકે રિચર્સટ ફાર્મક ઓફ ઇન્ડિયાનું એવોર્ડ થકી સન્માનિક કરવામાં આવ્યા છે. કેંદ્રીય મંત્રી નિતિન ગડકરી દ્વારા આપવામાં આવેલ આ સન્માનથી યુવાજ પરિહારે ખુબ જ ખુશ છે. જણાવી દઈએ કે એવોર્ડ દરમિયાન નિતિન ગડકરીના સાથે જ કૃષિ જાગરણના સંસ્થાપક અને એડિટર ઇન ચીફ એમસી ડોમિનિક, કૃષિ જાગરણના મેનેજિંગ ડાયરેક્ટર શાઈની ડોમિનિક અને મહિન્દ્રા ફાર્મ ડિવીજનના માર્કેટિંગ પ્રમુખ ઉજ્જવલ મુખર્જી અને કેટલાક મહાનુભાવ ઉપસ્થિત હતા.આ પ્રતિષ્ઠિત સન્માન યુવરાજ પરિહારના કૃષિમાં નોંધપાત્ર યોગદાન અને તેમની પરિવર્તન યાત્રાને પ્રતિબિંબિત કરે છે.
કૃષિમાં શ્રેષ્ઠતાની ઉજવણી
સહ-આયોજક તરીકે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) ના સહયોગથી કૃષિ જાગરણ દ્વારા આયોજિત અને મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત MFOI એવોર્ડ્સ 2024, 1-3 ડિસેમ્બર, 2024 ના રોજ IARI ફેર ગ્રાઉન્ડ, પુસા, નવી દિલ્હી ખાતે યોજાયો હતો.ત્રણ દિવસીય કાર્યક્રમમાં નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગ અગ્રણીઓ અને પ્રગતિશીલ ખેડૂતો સહિત 1,000 થી વધુ પ્રભાવશાળી સહભાગીઓએ કૃષિમાં નવીનતા અને સહયોગની ઉજવણી માટે હાજરી આપી હતી.22,000 નોમિનેશનમાંથી, આ કિસાન મહાકુંભમાં લગભગ 400 ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી મહિનાઓમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમોમાં 1,000 વધુ પુરસ્કારો આપવામાં આવશે.
આ પણ વાંચો:રિચર્સટ ફાર્મર ઓફ ઇન્ડિયાના એવોર્ડથી સન્માનિત થનાર નીતુબેન પટેલની સફળતાની વાર્તા
Share your comments