Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

મળો રામલોટનથી, જેના ખેતકામની પ્રશંસા પીએમ મોદી પણ કર્યુ

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતમાં મોટી સંખ્યામાં ખેડુતો છે. તેમા કેટલાક એવા ખેડુત પણ છે જે અમુક પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતકામ કરી રહ્યા છે. આવા જ એક ખેડૂત છે, જે ઔષધીય વનસ્પતિઓ પર કામ કરે છે અને તેણે તેની સાથે ક્ષેત્રમાં એક સંગ્રહાલય પણ બનાવ્યું છે.આ કખેડૂતે એટલું સારું કામ કર્યું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ પણ તેમની પ્રશંસા કરી છે.

રામલોટન કુશ્વાહ
રામલોટન કુશ્વાહ

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતમાં મોટી સંખ્યામાં ખેડુતો છે. તેમા કેટલાક એવા ખેડુત પણ છે જે અમુક પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતકામ કરી રહ્યા છે. આવા જ એક ખેડૂત છે, જે ઔષધીય વનસ્પતિઓ પર કામ કરે છે અને તેણે તેની સાથે ક્ષેત્રમાં એક સંગ્રહાલય પણ બનાવ્યું છે.આ કખેડૂતે એટલું સારું કામ કર્યું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ પણ તેમની પ્રશંસા કરી છે.

જી હા, પીએમ મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં આ ખેડૂત ભાઈનો ઉલ્લેખ કર્યો છે.તમે પણ વિચારતા જ હશો કે તેમણે એવું તો શું કામ કર્યું છે કે પીએમ મોદીએ પણ તેમની પ્રશંસા કરી છે. તો ચાલો જાણીએ તેમના પ્રશંસનીય કાર્યો વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

ખેતરમાં બનાવ્યું મ્યુઝિયમ

આ ખેડુત મધ્ય પ્રદેશના સતનાના રહેવાસી છે અને તેમનું નામ રામલોટન કુશવાહા છે.પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું હતું કે તેમણે તેમના ફાર્મમાં દેશનું સંગ્રહાલય બનાવ્યું છે. આ સંગ્રહાલયમાં તેમણે સેંકડો ઔષધીય છોડ અને બીજ એકત્રિત કર્યા છે. તેઓ તેમને દૂર-દૂરના વિસ્તારોથી અહીં લાવ્યા છે. આ ઉપરાંત તે દર વર્ષે અનેક પ્રકારની ભારતીય શાકભાજી પણ ઉગાડે છે. લોકો આ  સંગ્રહાલય અને રામલોટનના બગીચાને જોવા અને ત્યાંથી ઘણું શીખવા પણ આવે છે. ખરેખર, આ એક ખૂબ જ સારો પ્રયોગ છે જે દેશના જુદા જુદા પ્રદેશોમાં પણ કરી શકાય છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે હું ઇચ્છુ છુ કે બીજા લોકો પણ ખેતીના કામમાં રામલોટન જેવું કામ કરે કેમ કે દેશ ને તેના જેવા લોકોની જરૂર છે આવા નવીનતમ પ્રયોગો તમારી આવકના નવા સ્રોત પણ ખોલી શકે છે. ઉપરાંત એક ફાયદો પણ થશે કે સ્થાનિક વનસ્પતિ દ્વારા તમારા વિસ્તારની ઓળખ પણ વધશે.

વડાપ્રધાને રસી લેવાનું કહ્યું

આ સિવાય પીએમ મોદીએ કહ્યું છે કે તેમણે રસી વિશે માહિતી તો જ હશે. લોકોને રસી લેવી જોઈએ.  પીએમ મોદીએ કહ્યું કે જો કોઈ તમને મૂંઝવણમાં મૂકે છે, તો તમારે તેમના શબ્દોમાં આવવાની જરૂર નથી.  કોરોના હજી ગયો નથી, દરેકને રસી લેવી જોઈએ, જેથી કોરોનાને ટાળી શકાય.વૈજ્ઞાનિકો પર વિશ્વાસ કરવો જોઈએ, તેઓએ રસી બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે.

આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે કોરોના રસી ખૂબ મહત્વની છે. દરેકને રસી અપાવવી જોઈએ અને લોકોને પણ તેના વિશે જાગૃત થવું જોઈએ.પીએમ કહ્યું કે તેઓએ પોતે પણ બંને ડોઝ લઈ લીધા છે.

નોંધનીય છે કે, પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું હતું કે તેમણે તેમના ફાર્મમાં દેશનું સંગ્રહાલય બનાવ્યું છે. આ સંગ્રહાલયમાં તેમણે સેંકડો ઔષધીય છોડ અને બીજ એકત્રિત કર્યા છે.તેઓ તેમને દૂર-દૂરના વિસ્તારોથી અહીં લાવ્યા છે. આ ઉપરાંત તે દર વર્ષે અનેક પ્રકારની ભારતીય શાકભાજી પણ ઉગાડે છે. લોકો આ સંગ્રહાલય અને રામલોટનના બગીચાને જોવા અને ત્યાંથી ઘણું શીખવા પણ આવે છે.ખરેખર, આ એક ખૂબ જ સારો પ્રયોગ છે જે દેશના જુદા જુદા પ્રદેશોમાં પણ કરી શકાય છે.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More