Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

પડકારોમાંથી સફળતા સુધી, પાડુંર્ણના સંતોષ છે ક્યારે હાર ન માનવાની પ્રેરણાનો મજબૂત સ્ત્રોત

જીવનમાં આવતા દરેક પડકારમાં રમુજી વિશ્વાસ હિંમત અને ઇચ્છાશક્તિના બળ પર કરવામાં આવેલ કામ સફળતાની ઉંચાઈએ સુધી પહોંચે છે.આ વાર્તા મજબૂત ઇચ્છાશક્તિની વાર્તા તેમ જ ક્યારેય હાર ન માનવાની પ્રેરણાનો મજબૂત સ્ત્રોત છે. પાડુંર્ણા, કેદારલીના રહેવાસી સંતોષ કાઈટ દ્રઢ નિશ્ચય અને અદ્ભુત સંઘર્ષથી પોતાની વિકલાંગતા પર કાબુ મેળવ્યો.

Amansinh Jadeja
Amansinh Jadeja
સંતોષ  (પ્રગતિશીલ અને સફળ ખેડૂત )
સંતોષ (પ્રગતિશીલ અને સફળ ખેડૂત )

જીવનમાં આવતા દરેક પડકારમાં રમુજી વિશ્વાસ હિંમત અને ઇચ્છાશક્તિના બળ પર કરવામાં આવેલ કામ સફળતાની ઉંચાઈએ સુધી પહોંચે છે.આ વાર્તા મજબૂત ઇચ્છાશક્તિની વાર્તા તેમ જ ક્યારેય હાર ન માનવાની પ્રેરણાનો મજબૂત સ્ત્રોત છે. પાડુંર્ણા, કેદારલીના રહેવાસી સંતોષ કાઈટ દ્રઢ નિશ્ચય અને અદ્ભુત સંઘર્ષથી પોતાની વિકલાંગતા પર કાબુ મેળવ્યો. વિકલાંગ વ્યક્તિ યોગ્ય માર્ગદર્શન, પ્રેરણા અને સમર્થનથી સફળતાની સીડી કેવી રીતે ચઢી શકે છે તે લોકોને જણાવ્યું.

સંતોષે તેનું કામ પોતાના ગામ પાંડુરણાથી શરૂ કર્યું. પાંચ વર્ષની ઉંમરે પોલિયો થયા પછી પણ તેણે હાર ન માની અને પોતાના આત્મવિશ્વાસ પર આધાર રાખતા શીખ્યા અને પોતાના અસ્તિત્વને સ્વીકારીને તેમાં વિશેષ ક્ષમતાઓ વિકસાવવી. 2006 માં જ્યારે સંતોષના પિતાજીનું અવસાન થયું. ત્યારે કુટુંબ માટે સમસ્યાઓ ઉભી થઈ ગઈ. સમસ્યાઓને જોતા સંતોષે ખેતી કરવાની શરૂ કરી દીધી અને પોતાના ખેતીના વ્યસાયને આગળ વધારવા માટે મેહનત કરવી શરૂ કરી દીધી.

મહિન્દ્રા ટેક્ટ્રરએ કર્યો મદદ 

2014 માં ફરીથી તેમને તેમની વિકલાંગતાના કારણે ઘણા બધા પડકારોનો સામનો કરવો પડ્યો. ખેતીના કામમાં મુનાફો તો હતો પણ બળદથી થતી ખેતી અને મજૂરોની ઉચ્ચા જરૂરિયાત જેવા પડકારો સંતોષના કામ આગળ ફરી એકવાર સમસ્યા ઉભી કરવાની શરૂ કરી દીધી.તેમને પુસદમાં મહિન્દ્રાના સભ્યોને મળવાની તક મળી. મહિન્દ્રા ટીમની મદદથી સંતોષે એક ટ્રેક્ટર ખરીદ્યું અને તેનો ઉપયોગ ખેતીમાં કરવા લાગ્યો. આ સાથે તેમણે ખેતીના કામમાં આવતી સમસ્યાઓને થોડા સમયમાં દૂર કરી દીધો. એક ટ્રેક્ટરથી શરૂઆત કરીને આજે તેની પાસે 4 ટ્રેક્ટર છે.

તેનું પોતાનું ઘર અને સુસ્થાપિત ઉદ્યોગ છે. સંતોષ માને છે કે આત્મનિર્ભર બનવું ખૂબ જ જરૂરી છે. પરંતુ જો કોઈ કામ કોઈની મદદથી વધુ સારી રીતે પાર પડતું હોય તો તે મદદ પણ મહત્વની છે. અનેક પડકારોને પાર કરીને, તેમણે ખેતીના કામમાં ટ્રેક્ટરના ઉપયોગ અને તેના ટેકનિકલ સુધારા માટે પોતાનો વ્યવસાય સ્થાપ્યો છે. સંતોષ નિષ્ઠાપૂર્વક માને છે કે જીવનમાં સફળતા હાંસલ કરવા માટે આપણે મુશ્કેલીઓનો સ્વીકાર કરવો અને તેને પાર કરવાની હિંમત રાખવી ખૂબ જ જરૂરી છે.

સંતોષનો સપનો આખો ગામ થાય આત્મનિર્ભર 

તેમને ફક્ત સમસ્યાઓનું સામનો નથ કર્યો, પરંતુ પોતાના કામથી ગામના બીજા લોકોને પણ પ્રેરણા આપી. તેમનું સૌથી મોટું સપનું છે કે એક દિવસ તેમના આખું ગામ આત્મનિર્ભર બનીને લોકો સામે એક ઉદાહરણ પૂરૂ પાડે. જેના માટે તેઓ દર દિવસે પોતાના 100 ટકા આપે છે. સંતોષે પોતાના આખા ગામને મજબૂત અને આત્મનિર્ભર જીવન જીવવા માટે પ્રેરિત કર્યો છે. તેણે સાબિત કર્યું કે જો વ્યક્તિ પાસે માનસિક શક્તિ હોય, પ્રિયજનોનો ટેકો હોય અને સક્ષમ માર્ગદર્શન હોય તો તે કોઈપણ મુશ્કેલીઓને પાર કરી શકે છે.

સંતોષે માત્ર તેમના જીવનને સમૃદ્ધ બનાવ્યું જ નહીં પરંતુ ગામના તમામ લોકોને સમૃદ્ધિ અને સફળતા તરફ આગળ વધવાની પ્રેરણા પણ આપી. જે નિષ્ફળતા સામે પ્રયત્ન કરે છે અને હંમેશા નવી ઊંચાઈઓની શોધમાં હોય છે તેને સફળતા મળે છે, આ સંતોષની વિચારધારા છે. સંતોષનું કાર્ય આપણને પ્રેરણા આપે છે કે આપણે જીવનમાં સફળ સફર માટે ક્યારેય હાર ન માનવી જોઈએ. પરંતુ દરેક સંકટને નવી દિશામાં ફેરવવાનો આત્મવિશ્વાસ હોવો જોઈએ.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More