Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

Coloured Rice Cultivation: રંગીન ચોખાની ખેતીથી ખેડૂત થયો માલામાલ, જાદુઈ ચોખામાં પણ મોટી કમાણી

Coloured Rice Cultivation: ખેતીમાં રોજ નવા પ્રયોગો થઈ રહ્યા છે. જેનો લાભ પણ ખેડૂતોને થઈ રહ્યો છે. ચંપારણના રામનગર બ્લોકની સોહસા પંચાયતમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
vijaygiri
vijaygiri

અહીંના રહેવાસી વિજયગીરી લાલ, લીલો, કાળો રંગ તેમજ જાદુઈ ચોખાની ખેતી કરે છે. આ ચોખાની ખાસ વાત એ છે કે તેને જોઈને એવું લાગે છે કે જાણે કોઈએ તેના પર કલર નાંખી દીધો હોય.

મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર આ ચોખાનું સેવન ડાયાબિટીસથી પીડિત દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ હકીકતને કૃષિ સંશોધન કેન્દ્ર દ્વારા પણ પ્રમાણિત કરવામાં આવી છે.

કમાઈ રહ્યા છે સારો નફો

ખેડૂત વિજયગીરીએ પરંપરાગત ખેતીથી દૂર જઈને પ્રયોગ તરીકે લાલ, લીલા, કાળા ચોખાની ખેતી શરૂ કરી. આની તે સજીવ ખેતી કરે છે. તેઓ દાવો કરે છે કે ઓર્ગેનિક ખેતીથી પ્રકૃતિ સંરક્ષણની સાથે ખેતીનો ખર્ચ ઓછો થયો છે. રંગીન ચોખાની ખેતીમાંથી પણ તેને સારી ઉપજ મળી રહી છે, જેમાંથી તેને સારો નફો પણ મળી રહ્યો છે.

આ પણ વાંચો:પ્રખ્યાત મશરૂમની ખેતી કરે છે રાજસ્થાનનો આ ખેડૂત, અહી કર્યો ટેકનિકનો ખુલાસો

જાદુઈ ચોખાની પણ કરે છે ખેતી

વિજયગીરી કહે છે કે તે જાદુઈ ચોખાની ખેતી પણ કરે છે. આ ચોખા ઠંડા પાણીમાં પણ પાકી જાય છે. આ ચોખાની પ્રજાતિની ખેતીમાંથી પણ તેને મોટી આવક થઈ રહી છે. તે વધુમાં જણાવે છે કે દેશભરમાંથી ત્રીસથી ચાલીસ હજાર ખેડૂતો તેમની સાથે જોડાયેલા છે, જેમને તેઓ દર વર્ષે લાલ, લીલા, કાળા અને જાદુઈ ચોખાના બીજ પૂરા પાડે છે. આ સાથે, તે જણાવે છે કે તેમની ખેતી કરતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ.

મળી ચુક્યા છે અનેક સન્માન

રામનગર બ્લોકના કૃષિ અધિકારી પ્રદીપ કુમાર કહે છે કે ખેડૂત વિજયગીરી આ ચોખાનું ઉત્પાદન એવા વિસ્તારમાં કરતા હતા જે ખૂબ પછાત છે. આ સાથે તે આ ચોખાનુ વેચાણ સારા ભાવે કરે છે. કૃષિ અધિકારી પ્રદીપ તિવારી કહે છે કે ખેડૂત વિજયગીરીને આ પ્રકારના યોગદાન માટે જિલ્લા અને રાજ્ય સ્તરે પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:બાગાયતના વ્યવસાયે ખેડૂતને બનાવ્યો લાખોપતિ, રચી દીધી સફળતાની ગાથા

 

Share your comments

Subscribe Magazine

More on Success Story

More