દક્ષિણ કન્નડના પુત્તુર તાલુકાના બલનાડ ગામના નિવાસી સુરેશ બાલનાડ વીજળી ઉત્પન્ન કરવા માટે 60 ફુટથી ઊંડા તળાવના પાણીનો ઉપયોગ કરે છે. તેઓએ વીજળી ઉત્પન્ન કરવા માટે એક પાઈપ સાથે એક એર ટર્બાઈન લગાવ્યો છે.
શહેરના અંગ્રજી ભણેળા ગણેળા લોકો કહે છે કે ખેતી એક જૂનો કાર્ય છે અને ખેડૂત એક અભણ માણસ. પરંતુ તે લોકોને આ વાતની ખાતરી નથી કે જે ખેડૂતના હોય તો તેમના થાળમાં જે પરોસાયે છે તે ક્યાંથી હોય. જે ખેડૂતોને તે લોકો અભણ સમઝે છે તે ખેડૂતોએ કોરોના રોગચાળાના કાળમાં ભારતની અર્થવ્યવસ્થાને પોતાના ખભે બેસાડીને રાખ્યા અને ભારતમાં બીજા દેશો કરતા ભૂખમરી નથી થવા દીધી. એટલે આપણા ખેડૂતો મે જગતના તાતની સંજ્ઞા દેવામાં આવી છે.
એવા જ જગતના તાત ઠે કર્ણાટકના દક્ષિણ કન્નડજિલ્લાના રહવાસી સુરેશ. જેને પોતાના મેહનતથી પ્રગતિશીળ ખેડૂત બનવાનુ પોતાના લક્ષ્યને પૂરા કર્યુ છે. સુરેશે ખેતીના ઉપયોગ માટે વીજળી ઉત્પન્ન કરવાનુ કાચમી કામ કરીને બધાના ધ્યાન પોતાના ઉપર આકર્ષિત કર્યુ છે. તમને જણાવી દઈએ કે, સૂરેશે પ્રિ-યૂનિવર્સિટીથી એન્જીનિયરીંગનો કોર્સ કર્યુ છે. તે જે લોકો ખેડૂતોને અભણ સમઝે છે તેમના માટે સુરેશ એક ઉદહારણ છે.
વડોદરા: ચોપડી વાંચીને આ બાળકે બનાવ્યુ સાયકલ વડે સૌર ચક્ર
દક્ષિણ કન્નડના પુત્તુર તાલુકાના બલનાડ ગામના નિવાસી સુરેશ બાલનાડ વીજળી ઉત્પન્ન કરવા માટે 60 ફુટથી ઊંડા તળાવના પાણીનો ઉપયોગ કરે છે. તેઓએ વીજળી ઉત્પન્ન કરવા માટે એક પાઈપ સાથે એક એર ટર્બાઈન લગાવ્યો છે. પોતાના આ સંશોધનની મદદથી સુરેશ છેલ્લા 16 વર્ષથી 2 કિલોવોટ વીજળીનું ઉત્પાદન કરે છે. જ્યાં તેઓ વીજળી ઉત્પાદન કરે છે ત્યાં નહેરના માધ્યમથી પાણી વહેતુ રહે છે.
તેમના પરિવારના સભ્યોનું કહેવું છે કે, સુરેશના પિતા તેમને કહેતા હતા કે, તેઓ એક એન્જીનિયર બને કારણ કે, તેમનો જન્મ એજ દિવસે થયો હતો જે દિવસે સર એમ વિશ્વેશ્વરૈયાનો જન્મ થયો હતો. પરિવારના સભ્યો કહે છે કે, અમે દર મહિને વીજળી બીલના રુપે 1,400 રૂપિયાની ચૂકવણી કરતાં હતા. પરંતુ હવે અમે કર્ણાટક વીજળી બોર્ડને માત્ર લઘુતમ ચાર્જની ચૂકવણી કરે છે.
સુરેશના ખેતરે જઈ સ્કૂલના બાળકો શીખે છે
આ વિશે વધુ જાણવા માટે અનેક લોકો વીજળી ઉત્પન્ન કરતા સ્થળની મુલાકાત કરી રહ્યા છે. સુરેશ સ્કૂલના બાળકોને વીજળી ઉત્પાદન વિશે શિક્ષણ આપવા માટે આમંત્રિત કરી રહ્યા છે. એક સરકારી સ્કૂલના શિક્ષકે જણાવ્યું કે, પહેલા અમારે બાળકોને પનવીજળી પરિયોજના જોવા માટે શિવમોગ્ગાના જોગ ફોલ્સમાં હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર પ્લાંટ લઈ જતાં હતા. હવે અમે પોતાના વિદ્યાર્થીઓને સુરેશના ખેતરે લઈ જાય છીએ.
Share your comments