Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

પિતાના અવસાન પછી આ યુવાને કૃષિ ક્ષેત્રમાં મુક્યો પગ, આજે છે લાખોની આવક

એક સમય એવું હતો જ્યારે ખેતીને અભણ લોકોનું વ્યવસાય તરીકે ઓળખવામાં આવતો હતો અને ગામના માણસની એક એવા વ્યક્તિ તરીકે ઓળખ હતી કે જેને કોઈ જાતની સમજ હોતી નથી. પરંતુ આજે ખેડૂતોએ પોતાની મહેનત થકી ખેતીને એક સફળ વ્યવસાય બનાવીને દેખાડ્યો અને જણાવ્યું છે કે અભણ હોય કે ભણેળા દરેક કોઈએ ખેતી કરીને સારો એવો નફો મેળવી શકે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
પ્રગતિશીલ ખેડૂત
પ્રગતિશીલ ખેડૂત

એક સમય એવું હતો જ્યારે ખેતીને અભણ લોકોનું વ્યવસાય તરીકે ઓળખવામાં આવતો હતો અને ગામના માણસની એક એવા વ્યક્તિ તરીકે ઓળખ હતી કે જેને કોઈ જાતની સમજ હોતી નથી. પરંતુ આજે ખેડૂતોએ પોતાની મહેનત થકી ખેતીને એક સફળ વ્યવસાય બનાવીને દેખાડ્યો અને જણાવ્યું છે કે અભણ હોય કે ભણેળા દરેક કોઈએ ખેતી કરીને સારો એવો નફો મેળવી શકે છે. એજ કારણ છે કે હવે દેશના યુવાનો પણ શહેરમાં મલ્ટીનેશ્નલ કંપનીમાં નોકરી છોડીને પોતાના વારસા સંભાળી રહ્યા છે અને ખેતી કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે. એજ યુવાનોમાંથી એક છે દેવાંશ પાંડે, જેને આજે ઓર્ગેનિક રીતે કમળમ એટલે કે ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને સફળ ખેડૂત બનીને દેખાડ્યો છે.

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના ગૌર ડેવલપમેન્ટ બ્લોકના કોઠવા ગામના યુવા ખેડૂત દેવાંશએ પ્રથમ વખતમાં જ કમળમની ખેતીમાં સફળતા મેળવી છે. દેવાંશે જણાવ્યું કે તેને દોઢ વર્ષ પહેલા ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાનું શરૂ કર્યો હતો. મારા પિતાના અવસાન થતા પરિવારના દરેક સદસ્યાની જવાબદારી મારા ખભા પર આવી ગઈ. ત્યારે મેં ડ્રેગન ફ્રૂટના વેપાર કરવાની જગ્યાએ તેની ખેતી કરવાનું નક્કી કર્યો. જણાવી દઈએ કે દેવાંશના પિતાએ ડ્રેગન ફ્રૂટના વેપારી હતા. જેમના અવસાન થયા પછી દેવાંશે વેપારમાં જવાની જગ્યાએ પોતે જ તેની ખેતી કરવાનું નક્કી કર્યો.   

પ્રથમ વખતમાં જ આવક પહોંચી 7 લાખ રૂપિયા

લખનૌથી B. Com, M.Com  અને બસ્તીમાંથી B.Ed નો અભ્યાસ કરનાર પ્રગતિશીલ ખેડૂત દેવાંશે જણાવ્યું કે તેઓ 1.25 એકરમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યો હતો. 610 પીઅરલેસ પર કુલ 2500 રોપા વાવવામાં આવ્યા હતા, જેમાં જૂન મહિનામાં પ્રથમ ફળ આવ્યો હતો. ત્યાર પછી દર દિવસે 5 થી 6 ફળ આવ્યા માંડ્યા. ફળ આવ્યા પછી તેનો વેચાણ 220 નંગ છૂટકમાં 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે થયુ.જેથી તેઓને પ્રથમ વખતમાં જ 6 થી 7 લાખની કમાણી થઈ.

કુદરતી ખાતરોનો ઉપયોગ

દેવાંશ પાંડેએ જણાવ્યું કે ડિસેમ્બર સુધી દર મહિને ફળ આપવાનું ચાલુ રહેશે. જેમ જેમ ફળો આવતા રહે તેમ તેમ અમે તેને વેચતા રહીશું. એકંદરે રૂ.5-6 લાખની આવક થશે. તેમણે કહ્યું કે બસ્તી જિલ્લાની આસપાસ ડ્રેગન ફ્રુટ્સનો કોઈ સપ્લાયર નથી. તેથી આ નફાકારક સોદો સાબિત થશે. દેવાંશે કહ્યું કે 90 ટકા રસાયણ મુક્ત જૈવિક ખેતી તેમની પ્રાથમિકતાઓમાંની એક છે તેમણે વધુમાં કહ્યું કે તેઓ કુદરતી ખાતરો જેમ કે ચિકન ખાતર, લીમડાની કેક, ગૌમૂત્ર, ગાયનું છાણ, ખાતર વગેરેનો ઉપયોગ કરે છે. જંતુનાશકોના છંટકાવ માટે લીમડાના તેલનો ઉપયોગ કરવામાં આવે છે.

વર્ષમાં ત્રણ વખત ફળ આવે છે

તેમણે કહ્યું કે ડ્રેગન ફ્રુટની ખેતીમાં પ્રથમ ખર્ચ ખેતરમાં બેરિકેડીંગ અને છોડને ટેકો આપવા માટેનું માળખું બનાવવામાં આવે છે. એકવાર રોપા વાવ્યા પછી ખર્ચ શૂન્ય થઈ જાય છે. તે જુલાઈથી 4 મહિનામાં વર્ષમાં ચાર વખત લણણી આપે છે. શરુઆતમાં જ ખર્ચ છે, પછી કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી. માત્ર ઉત્પાદન જ લેવાનું છે.દેવાંશે જણાવ્યું કે તે પોતાના ખેતરોમાં સિંચાઈ કરવા માટે સ્પ્રિંકલર, રેઈન ગન અને ટપક સિંચાઈનો ઉપયોગ કરવા જઈ રહ્યો છે. કારણ કે ટપક સિંચાઈથી પાણીની વધુ બચત થાય છે. જેના કારણે વૃક્ષને જોઇએ તેટલું જ પાણીનો સંગ્રહ થાય છે. આ ભેજ જાળવી રાખે છે અને તેની ખેતી માટે 25 થી 30 ડિગ્રી તાપમાન સારા માનવામાં આવે છે.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More