
ગુજરાતના યુવાનો આજે સમગ્ર ભારતના યુવાનો માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહ્યા છે. 24-25 વર્ષની નાની ઉમરે જ્યારે લોકોએ જલસા કરવાનું અને મિત્રો સાથે પહાડો કે પછી કોઈ બીજી જગ્યા ફરવા નીકળી જાય છે, ત્યારે ગુજરાતના આ યુવાને પોતાન અથાક પ્રયાસ થકી કૃષિ ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ મેળવી છે. કૃષિ ક્ષેત્રમાં તેમના દ્વારા મેળવવામાં આવેલ સિદ્ધિના કારણે તેઓને આટલી નાની ઉંમરે જિલ્લા સ્તરિય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.
કૃષિ જાગકરણ દ્વારા આયોજિત અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા પ્રાયોજિત એમએફઓઆઈ 2024 માં ગુજરાતના આ યુવા ખેડૂતે પોતાના અથાક પ્રયાસના કારણે ઝળકી આવ્યા છે.તેથી કરીને આ આર્ટિકલમાં અમે એજ યુવા ખેડૂતની વાર્તા તમને કહેવા જઈ રહ્યા છે જો કે ગુજરાતનું ગૌરવ સમગ્ર ભારત શું સમગ્ર વિશ્વમાં વધાર્યુ છે અને તેઓ આમજ આગળ વધતા રહે એજ અમે ઈચ્છીએ છે.
ખેડૂતનો દિકરો છે દિગન પટેલ
ફક્ત 24 વર્ષની નાની વયમાં સુરતના કામરેજ તાલુકાના મોરથાણા ગામના વતની એવા પ્રગતિશીલ ખેડૂત દિગનભાઈ પટેલને ખેતીમાં પોતાની સિદ્ધીના કારણે એમએફઓઈ 2024 માં જિલ્લા સ્તરિય એવોર્ડથી સન્માનિત થનાર દિગન પટેલ એક ખેડૂત પુત્ર છે. એવોર્ડ મેળવ્યા પછી દિગન પટેલે કૃષિ જાગરણ સાથે વાત કરતા ખૂબ જ ખુશી અનુભવી હતી.
કુંવર બાની વાડી નામથી શરૂ કર્યો ફાર્મ
એવોર્ડ પાછળ પોતાની સફળતાની વાર્તા જણાવતા દિગન પટેલે કહ્યું કે તેઓને ખેતી વારસામાં મળી છે. તેમના પિતા પણ એક ખેડૂત છે અને તેઓએ અભ્યાસના સાથે સાથે ખેતી સાથે સંકળાયા હતા. દિગન પટેલે જણાવ્યું કે તેઓ ગૌ આધારિત ખેતી કરે છે અને કુંવર બાની વાડી નામથી તેઓનો એક ફાર્મ છે. જેના હેઠળ દિગન પટેલે આંબા, ચંદન અને હળદરની ખેતી કરે છે.

16 વર્ષની નાની ઉંમરથી ખેતી સાથે સંકળાયેલા
ફક્ત 16 વર્ષની નાની ઉમરથી ખેતી શરૂ કરનાર દિગન પટેલે જણાવ્યું તેમનો રસ ખેતી પ્રત્યે એટલા માટે છે કેમ કે તેમનો પરિવાર એક ખેડૂત પરિવાર છે અને તેઓ બાળપણથી જ પોતાના ધરે ખેતકામ થતું જોયું છે, તેથી તેઓનો પણ ખેતી પ્રત્યે રસ વધ્યો અને તેઓ પણ ખેતી સાથે જોડાઈ ગયા.
100 ટકા ગૌ આધારિત ખેતી કરે છે દિગન
દિગન પટેલે જણાવ્યું કે અમે પહેલા રાસાયણિક ખેતી કરતા હતા પરંતુ હવે 100 ટકા અમે ગૌ આધારિત ખેતી તરફ જતા રહ્યા છે. જણાવી દઈએ કે દિગન પટેલ આજે 16 થી 17 લાખ રૂપિયાની કમાણી દર વર્ષે કરી રહ્યા છે, દિગન પટેલે પોતાના અથાક પ્રયાસ થકી યુવાનોને જણાવ્યું છે કે કૃષિ ક્ષેત્રને પણ એક રોજગારની તક તરીકે યુવાનો જોઈ શકે છે.
યુવા પેઢીથી દિગનભાઈનું નિવેદન
યુવાનો માટે પ્રરેણા તરીકે ઉભરી આવ્યા દિગનભાઈ પટેલે જણાવ્યું કે કૃષિ ક્ષેત્ર ખૂૂબ જ મોટું સેક્ટર છે. જેમાં અત્યારે ઓર્ગેનિક ખેતી મોટા પાયે કરવામાં આવી રહી છે અને વડા પ્રધાન તેને પોતે જ પ્રોત્સાહન આપી રહ્યા છે. તેથી કરીને હું એમ કહેવામાં માંગુ છું કે યુુવાનોને પણ કૃષિ સાથે જોડાવવું જોઈએ કેમ કે આવનારા સમય એગ્રીક્લ્ચરનું છે અને તેઓ મોટા પાચે રોજગારીની તક આપે છે. તેઓ કહ્યું કે ખેતી અભણ લોકોનું કામ હવે રહ્યો નથી, હવે લોકો આગળ આવી રહ્યા છે અને તેના સાથે સંકળાયી રહ્યા છે.
Share your comments