Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

MFOI 2023: કર્ણાટકના રહેવાસી અને ભારતના સૌથી ધનિક ખેડૂત (સ્ત્રી) રથનમ્મા ગુંદમંથાને વિશે જાણો, જેમણે રૂ. 1.18 કરોડની કમાણી કરી રચ્યો ઈતિહાસ

મહિન્દ્રા ટ્રેકટર્સ દ્વારા પ્રાયોજિત કૃષિ જાગરણના મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ 6 થી 8 ડિસેમ્બર દરમિયાન કાર્યેક્ર્મનું આયોજન કરવા માં આવ્યું હતું, જેમાં ભારતના બે ધનવાન ખેડૂતોને પુરુસ્કારથી સમ્માનિત કરવા માં આવ્યા હતા. જેમાં એક પુરષ અને એક સ્ત્રી એમ બે વ્યક્તિ હતા. જેમાં રથનમ્મા ગુંદમંથાને મહિલા વર્ગમાં એવોર્ડ માટેની પસંદગી કરવા માં આવી હતી,

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
ભારતના સૌથી ધનિક ખેડૂત (સ્ત્રી) રથનમ્મા ગુંદમંથા
ભારતના સૌથી ધનિક ખેડૂત (સ્ત્રી) રથનમ્મા ગુંદમંથા

કોલારના શ્રીનિવાસપુરા તાલુકાની એક સ્વપ્નદ્રષ્ટા મહિલા ખેડૂત રથનમ્મા ગુંડમંથાને એમસી ડોમિનિક, સ્થાપક અને મુખ્ય સંપાદક અને કૃષિ જાગરણના મેનેજિંગ ડિરેક્ટર શાઇની ડોમિનિક દ્વારા "ભારતના સૌથી ધનિક ખેડૂત" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રત્નમ્મા તેની એક એકર જમીનમાં અનાજ અને રેશમ ખેતી સહિત મિશ્ર ખેતી કરે છે. રત્નમ્માએ કૃષિ જાગરણની ટીમને જાણ કરી કે તે KVK કોલારમાં પાંચ દિવસની તાલીમ મેળવી છે અને તે તેના વ્યવસાય માટે મદદરૂપ છે.

અનાજને સાચવવાની નવી પદ્ધતિઓ રજૂ કરી છે. આનાથી તે ખેડૂત સમુદાયમાં પ્રખ્યાત થઈ છે.

તે અનાજ બનાવવાની પ્રક્રિયા સાથે  કેરી, અલોઆના અને ટામેટાંના અથાણાં બનાવે છે. "અમે મસાલા પાવડર ઉત્પાદનો પણ વેચીએ છીએ," રત્નમ્મા વધુ માં કહ્યું હતું કે તે ICAR-IIHR, બેંગ્લોર, ICAR-IIMR હૈદરાબાદ સાથે કામ કરી રહી છે."અમે અમારા બગીચામાંથી કુદરતી રીતે કેરી પકવવાની ટેક્નોલોજી વિકસાવી છે. અમે FPO અને SHG સભ્યોની મદદથી તેનું વેચાણ કરીએ છીએ. અમારા મુખ્ય ખરીદદારો બેંગ્લોરની શહેરી વસ્તી છે. અમે 3 કિલો કેરીના બોક્સ ઓનલાઈન પણ વેચીએ છીએ," તેણીએ કહ્યું.

માત્ર રિચેસ્ટ ફાર્મર ઑફ ઈન્ડિયા એવોર્ડ 2023 જ નહીં, પરંતુ મહિલા તરીકે તે ઘણા કાર્યો કરી પોતાના નામે અનેક સિદ્ધિ ઓ હાંસલ કરી છે,

રત્નમ્મા કર્ણાટક, કોલાર જિલ્લાના શ્રેષ્ઠ કૃષિ ખેડૂત મહિલા અને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ કૃષિ મહિલા પુરસ્કાર (UAS, GKVK) બેંગ્લોર (2018, 2020) જિલ્લા રાજ્યોત્સવ એવોર્ડ મળ્યો હતો.

આ પણ વાંચો : GUJARAT YOUNGEST FARMER EARN 1CR : જાણો કોણ છે ગુજરાતના યુવા ખેડૂત મેદપરા ચેતન જેણે ૧ કરોડની કમાણી કેરીની ખેતી થી કરી રચ્યો ઈતિહાસ

Share your comments

Subscribe Magazine

More on Success Story

More