તેઓ જૂનમાં ટી-20 વિશ્વ કપ દરમિયાન યુએસએ અને દક્ષિણ આફ્રિકાને સ્પોન્સર કરશે. આ વાતની જાહેરાત અમૂલના સાથે જ બન્મે ટીમના ક્રિકેટ બોર્ડ આજે એટલે કે ગુરૂવારે 2 મેના રોજ કર્યો છે. મળતી માહિતી મુજબ 1 જૂનથી શરૂ થનારી ટી-20 વિશ્વકપ ટૂર્નામેંટના સહ-યજમાન તરીકે તેમના ટુર્નામેન્ટની શરૂઆત કરશે. જણાવી દઈએ કે સેમિફાઈનલ અને ફાઈનમાંથી કોઈ એક મેચ કેરેબિયનમાં થશે. વધું માહિતી માટે જણાવી દઈએ કે અમૂલના પગલાથી દેશમાં ક્રિકેટના ચાહકોએ અમૂલ પ્રત્ય નારાજગી વ્યક્ત કરી શકે છે. કેમ કે અમૂલ ભારતની કંપની હોવા છતાં બીજા દેશોને સ્પોન્સર કરી રહી છે.
.અમૂલ દૂધ હવે યૂએસમાં પણ વેચાઈ રહ્યું છે.
અમૂલને યુએસએ અને દક્ષિણ આફ્રિકા બંને ટીમના લીડ આર્મ સ્પોન્સર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જણાવી દઈએ વિશ્વ કપની શરૂઆત 1 જૂનના રોજ યુએસએ અને કેનેડા વચ્ચે રમાશે. વૈશ્વિક ફૂટપ્રિન્ટ ધરાવતી ભારતીય ડેરીએ ભૂતકાળમાં નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન સહિતની ક્રિકેટ ટીમોને સ્પોન્સર કરી છે. અમૂલનું દૂધ હવે યુએસએમાં પણ વેચાઈ રહ્યું છે.
અમૂલે બન્ને ટીમોને પાઠવી શુભેચ્છા
અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુએસએ તાજેતરમાં દ્વિપક્ષીય શ્રેણીમાં કેનેડાને 4-0થી હરાવ્યું હતું. “અમૂલ મિલ્કની સારીતા યુએસએ ક્રિકેટ ટીમને વિશ્વભરના લોકોના હૃદય જીતવા માટે સક્ષમ બનાવશે. અમે આગામી ICC T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમને શુભેચ્છા પાઠવીએ છીએ.
દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે પહેલાથી જ સંકળાયેલું છે.
પ્રોટીઝ સાથેના જોડાણ અંગે, તેમણે ઉમેર્યું: “અમૂલ 2019 ODI શ્રેણી અને 2023 ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે સંકળાયેલું છે. દક્ષિણ આફ્રિકાની પુરૂષ ક્રિકેટ ટીમ સાથે અમારું જોડાણ વધુ મજબૂત કરવા બદલ અમને ગર્વ છે અને T20 વર્લ્ડ કપ માટે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.” દક્ષિણ આફ્રિકા 3 જૂને શ્રીલંકા સામે તેમની વર્લ્ડ કપની શરૂઆતની મેચ રમશે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ જણાવ્યું હતું કે, “અમૂલ એ ભારતની સૌથી પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય ડેરી બ્રાન્ડ્સમાંની એક છે અને તે પ્રોટીઝ વર્લ્ડ કપ પ્લેઇંગ કીટની અગ્રણી સ્લીવમાં જોવા મળશે.
Share your comments