Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Sports

બે દાયકા પછી સાકાર થયું મેસ્સીનું સપનું, આર્જેન્ટિનાએ ફ્રાન્સને હરાવીને જીત્યો FIFA વર્લ્ડ કપ

ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને હરાવીને ફિફા વર્લ્ડ કપ જીત્યો હતો. મેસ્સીનું ફિફા વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ આ વર્લ્ડ કપમાં પૂરું થયું. મેસીએ અનોખી રીતે કરી જીતની ઉજવણી...

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja

ફિફા વર્લ્ડ કપ 2022ની ટાઈટલ મેચમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. આ સાથે લિયોનેલ મેસ્સીનું વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ આ વર્લ્ડ કપમાં પૂરું થયું. લિયોનેલ મેસ્સીનો આ છેલ્લો વર્લ્ડ કપ હતો, તેથી આ વર્લ્ડ કપ મેસ્સી માટે વિદાયની ભેટ સમાન હતો. ફ્રાન્સ સામે ઐતિહાસિક જીત બાદ આર્જેન્ટિનાના ખેલાડીઓએ ખુશી વ્યક્ત કરી હતી અને જીતની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

લિયોનેલ મેસીના નેતૃત્વમાં આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપમાં ફ્રાંસને પેનલ્ટી શૂટઆઉટ દ્વારા હરાવ્યું હતું. જ્યારે મેચ 3-3 પર સમાપ્ત થઈ ત્યારે મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી. અહીં આર્જેન્ટિનાએ 4-3થી જીત મેળવીને ઈતિહાસ રચ્યો હતો.

ફિફા વર્લ્ડ કપની ટ્રોફી હાથમાં લેતા જ આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી આનંદથી ઉછળી પડ્યા, મેસીએ ટ્રોફીને પહેલા ચુંબન કર્યું અને પછી તેને મન ભરીને ટ્રોફીને નિહાળી. મેસ્સી લગભગ બે દાયકાથી આ ટ્રોફી માટે ઉત્સુક હતો, જે હવે પૂર્ણ થઈ ગયો છે. ટ્રોફી લીધા બાદ મેસ્સી તેની ટીમ સાથે સ્ટેજ પર પહોંચ્યો, ત્યારબાદ આખી ટીમે ટ્રોફી લીધી અને સ્ટેજ પર ફટાકડા ફોડીને ઉજવણી કરી. મેસ્સી ટ્રોફી હાથમાં લઈને જમ્પ કરી રહ્યો હતો અને ઉજવણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયો હતો. સેલિબ્રેશન પૂરું થયા બાદ લિયોનેલ મેસ્સી તેના પરિવાર પાસે પહોંચ્યો હતો.

આર્જેન્ટિનાએ 34 વર્ષ બાદ ફિફા વર્લ્ડ કપ જીત્યો

આર્જેન્ટિનાએ છેલ્લે વર્ષ 1986માં વર્લ્ડ કપ જીત્યો હતો, જ્યારે ડિએગો મેરાડોનાએ આર્જેન્ટિનાને ઐતિહાસિક જીત અપાવી હતી, ત્યારબાદ લિયોનેલ મેસીએ આ કારનામું કર્યું હતું. મેસ્સીએ પોતાના કરિયરની છેલ્લી વર્લ્ડ કપ મેચમાં પોતાના દેશને ચેમ્પિયન બનાવ્યો હતો.

લિયોનેલ મેસીએ પોતાના ત્રણ બાળકો અને પત્ની એન્ટોનેલા રોકુઝો સાથે આ જીતની ઉજવણી કરી હતી. તેની પત્ની એન્ટોનેલા રોકુઝોએ તેના ઈન્સ્ટાગ્રામ પર વર્લ્ડ કપ ટ્રોફી સાથે ઘણી તસવીરો શેર કરી છે, જેમાં લિયોનેલ મેસ્સી અને તેનો આખો પરિવાર વર્લ્ડ કપ ટ્રોફી સાથે બેઠેલા જોવા મળે છે.

કાયલિયન એમબાપ્પેએ  જીત્યો ગોલ્ડન બૂટ 2022

સામાન્ય સમયમાં મેચ 3-3થી ડ્રો થયા બાદ આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને 4-2થી હરાવ્યું હતું. FIFA વર્લ્ડ કપ 2022માં 7 ગોલ કરનાર મેસ્સીને આઉટ કરીને ફ્રાન્સ કાયલિન એમબાપ્પેએ 8 ગોલ કરીને  ગોલ્ડન બૂટ જીત્યો હતો.

આર્જેન્ટિનાએ ફ્રાન્સને 4-3થી હરાવ્યું

ફિફા વર્લ્ડ કપની ફાઇનલ મેચ કતારના લુસેલ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને 4-3થી હરાવ્યું હતું. આ મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી આવ્યો હતો. જ્યારે મેચનો નિર્ધારિત સમય પૂરો થયો ત્યારે સ્કોર 3-3 હતો, ફ્રાન્સ માટે આ મેચમાં એમ્બાપેએ હેટ્રિક નોંધાવી હતી, જ્યારે લિયોનેલ મેસીએ બે ગોલ કર્યા હતા. આર્જેન્ટિનાએ આ વર્લ્ડ કપ પેનલ્ટી શૂટઆઉટમાં જીતીને તેના 36 વર્ષની પ્રતીક્ષાનો અંત લાવી દીધો હતો.

આ પણ વાંચો: IPL 2023ના ઓક્શનને લઈને સૌથી મોટા સમાચાર: નોટ કરી લો તારીખ, 991 ખેલાડી હશે કતારમાં!

Share your comments

Subscribe Magazine

More on Sports

More