Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

દુનિયાનુ એવુ પહેલુ કુલર જે એસીની જેમ લગાવી શકાય છે દિવાલ પર, જે ઓછી વિજળીમાં ઘરને બનાવી દેશે શિમલા

ભારતમાં મોટા ભાગની જગ્યાઓ પર ગરમી દિવસે ને દિવસે ખુબ જ વધી રહી છે. દેશની રાજધાની દિલ્હીમાં 15 મે ના રોજ 47 ડિગ્રી તાપમાન રહ્યુ હતુ. ગરમ પવનની સાથે સાથે આગ વરસાવતી ગરમીએ લોકોને હેરાન પરેશાન કરી નાંખ્યા છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Cooler look like AC
Cooler look like AC

ભારતમાં મોટા ભાગની જગ્યાઓ પર ગરમી દિવસે ને દિવસે ખુબ જ વધી રહી છે. દેશની રાજધાની દિલ્હીમાં 15 મે ના રોજ 47 ડિગ્રી તાપમાન રહ્યુ હતુ. ગરમ પવનની સાથે સાથે આગ વરસાવતી ગરમીએ લોકોને હેરાન પરેશાન કરી નાંખ્યા છે.

એક એવુ કુલર જે એસીની જેમ જ ઠંડક આપશે

ભારતમાં હાલમાં ગરમીએ માજા મુકી છે. આવનારા સમયમાં વધારે ગરમી પડી શકે તેવી સંભાવના લાગી રહી છે. સખત ગરમી પડવાને કારણે કેટલાય લોકોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરેક લોકો તો ઘરમાં એસી વસાવી શકે તેવા સક્ષમ હોતા નથી તેવામાં ગરમીથી બચવા માત્ર એક જ ઉપાય વધે છે કે તમે ઘરમાં કુલર લગાવી દો. ઘરમાં કુલર લગાવવાથી ગરમીમાં તમને રાહત મળશે. તમને જાણીને આનંદ થશે કે બજારમાં એક એવુ કુલર આવી ગયુ છે જે તમને એસી જેવી જ ઠંડક આપે છે. આ કુલર ઓછી વિજળીમાં એસી જેવી ઠંડી હવા આપે છે. Symphonyએ હાલમાં જ એક નવુ કુલર બહાર પાડ્યુ છે જે એસીની જેમ જ દિવાલ પર લગાવી શકાય છે.

કુલરમાં ત્રણ સાઇડ કૂલિંગ પેડ્સ સાથે આવે છે.

આ કુલર જોવામાં એકદમ સ્પ્લિટ એસીની જેમ જ દેખાય છે. આ કુલરને રીમોટથી કંન્ટ્રોલ કરી શકાય છે. અને વારંવાર પાણી નાંખવાની પણ જરૂર પડતી નથી. આ કુલરની ક્ષમતા 15 લીટરની છે. એટલે કે આ કુલરમાં 15 લીટરની પાણીની ટાંકી છે. આ કુલર લગભગ 2000 સ્ક્વેર ફુટ સુધીના વિસ્તારમાં ઠંડક આપી શકે છે.  આ કુલર ત્રણ સાઇડ કૂલિંગ પેડ્સ સાથે આવે છે. તેથી તે વધારે ગરમીમાં પણ ઘરને ઠંડુ કરી શકે છે.

કુલર પર બેંક ઓફર પણ ઉપલબ્ધ

કંપનીએ જ્યારે આ કુલરને બજારમાં વેચાણ માટે મુક્યુ ત્યારે આ કુલરની  બજાર કિંમત 14,999 આંકવામાં આવી પરંતુ ફ્લિપકાર્ટ પર તમે આ કુલરને 11,899 રૂપિયામાં ખરીદી શકો છો એટલે કે આ કુલર પર 20ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ તમને મળશે. આ કુલર પર બેંક ઓફર પર ઉપલભ્ધ છે જેથી કુલરની કિંમત ઘણી ઓછી થઈ જાય છે. આ સિવાય ઈએમઆઈ સુવિધા પણ ઉપલબ્ધ છે. જેથી કુલરને ઈએમઆઈથી ખરીદીને 1000 રૂપિયામાં પણ ઘરે લાવી શકાય છે.

આ પણ વાંચો : ખેડૂતો આનંદો : ગુજરાતમાં ચોમાસાની થશે જલ્દી જ એન્ટ્રી, ખેડૂતોએ 18 મે સુધી રાખવુ પડશે આ ધ્યાન

આ પણ વાંચો : મૃત્યુ બાદ તમારા સોશિયલ મીડિયાનો વારસદાર કોણ ? આ વિશે જાણીએ રસપ્રદ માહિતી

Share your comments

Subscribe Magazine

More on News

More