Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ લોન માટે આ બેન્કો કરશે ઝડપી મદદ

જગતના તાતને અનેક રીતે સહાય પૂરી પાડવા માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવતી હોય છે, અને તેમાં એક મહત્વની યોજના છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. તો આજના આ લેખમાં અમે તમને જણાવીશું કિસાન ક્રેડિટ કાર્ડ લોન કઈ રીતે લઈ શકાય અને તે માટે કઈ બેન્કો કરે છે ઝડપી કાર્ય.

Himanee Chauhan
Himanee Chauhan
Kisan Credit Card Scheme
Kisan Credit Card Scheme

જગતના તાતને અનેક રીતે સહાય પૂરી પાડવા માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવતી હોય છે, અને તેમાં એક મહત્વની યોજના છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. તો આજના આ લેખમાં અમે તમને જણાવીશું કિસાન ક્રેડિટ કાર્ડ લોન કઈ રીતે લઈ શકાય અને તે માટે કઈ બેન્કો કરે છે ઝડપી કાર્ય.

ખેડૂતોને શાહુકારોના ભારે વ્યાજની જાળમાંથી છોડાવવા માટે અને ખેતી માટે સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા વિવિધ બેંકોમાંથી ખેડૂતોને લોનની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત ખેડૂતો અનેક પ્રકારની લોન લઈ શકે છે. જેનાથી ખેડૂતોને આર્થિક રીતે કોઈ પર નિર્ભર રહેવુ પડતુ નથી.

કિસાન ક્રેડિટ કાર્ડ – સુવિધાઓ અને લાભો

  • વ્યાજનો દર 2% p.a. જેટલો ઓછો છે.
  • આ યોજના 1.60 લાખ રૂપિયા સુધીની મફ્ત લોન ઓફર કરે છે.
  • ખેડૂતોને પાક વીમા યોજના પણ આપવામાં આવે છે.
  • કાયમી અપંગતા અને મૃત્યુ સામે 50,000 રૂપિયા સુધીની વીમાની રકમ આવરી લે છે.
  • યોજના ધારકો રૂપિયા 3 લાખ સુધીની લોન લઈ શકે છે.
  • જો લોનની રકમ રૂપિયા 1.60 લાખ સુધીની હોય તો સુરક્ષાની જરૂર પડતી નથી.

કિસાન ક્રેડિટ કાર્ડ વ્યાજ દર માટેની મુખ્ય બેન્કો

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે નાબાર્ડ દ્વારા નેશનલ બેંક તૈયાર કરવામાં આવી છે,  જે ભારતની મુખ્ય બેંકો દ્વારા અનુસરવામાં આવે છે. આ મુખ્ય બેંકોની યાદી નીચે પ્રમાણે છે.

  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા SBI
  • એચડીએફસી HDFC બેંક
  • એક્સિસ બેંક
  • બેંક ઓફ ઈન્ડિયા
  • ICICI બેંક

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા SBI

 સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા SBIએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે સૌથી મહત્વની બેંક છે, તમને જણાવી દઈએ કે આ યોજના માટે બેંકો 2 ટકા સુધીનું વ્યાજ ખેડૂતો પાસેથી વસૂલતી હોય છે. પાકની ખેતી અને પાકની પદ્ધતિના આધારે મહત્તમ 3 લાખની લોન 5 વર્ષના સમયગાળા માટે આપવામાં આવે છે. ઉપરાંત તમે વ્યકિતગત અકસ્માત વીમા યોજના, સંપત્તિ વીમો અને પાક વીમાનું કવરેજ મેળવી શકો છો.

આ પણ વાંચો : આધારકાર્ડને ચૂંટણી કાર્ડ સાથે કરવું પડશે લિંક, સરકારે મૂકી આ શરત

એચડીએફસી HDFC બેંક

 એચડીએફસી HDFC બેંક કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 9 ટકાના વ્યાજ દરે ઓફર કરે છે,  તમને જણાવી દઈએ કે બેંક ઓફર કરવામાં આવતી મહત્તમ ક્રેડિટ કાર્ડ યોજના માટે 3 લાખની લોન સાથે રૂપિયા 25,000ની મર્યાદા સાથે ચેકબુક પણ ઓફર કરે છે. જો ખેડૂતો પાકની નિષ્ફળતાથી પીડાય તો ખેડૂતોને 4 વર્ષ કે તેનાથી વધુ સમયનું વિસ્તરણ પણ મળી શકે છે.

એક્સિસ બેંક Axis Bank

કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજનામાં એક્સિસ બેંક ખેડૂતોને 8.55% ના વ્યાજ દરે લોન ઓફર કરે છે, જેના દ્વારા ખેડૂતો તેમની કૃષિ જરૂરિયાતો પૂરી કરી શકશે. એક્સિસ બેંક પાસેથી ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના દ્વારા 2.50 લાખ રૂપિયાની લોન મેળવી શકે છે. તમને જણાવી દઈએ કે લોનની મહત્તમ મુદ્દત 5 વર્ષની છે ઉપરાંત તમે રૂપિયા 50,000 સુધીનું વીમા કવરેજ મેળવી શકો છો.

બેંક ઓફ ઈન્ડિયા BOI

બેંક ઓફ ઈન્ડિયા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ અંદાજિત 25% સુધીની લોન ઓફર કરે છે. તમને જણાવી દઈએ કે અહીં લોનની મુદ્દત મહત્તમ 5 વર્ષની છે અને તેમાં કોઈપણ વીમા કવરેજ મળી શકશે નહીં.

ICICI કિસાન ક્રેડિટ કાર્ડ

ICICI બેંક તમને રોજિંદા જીવનની ખેતીની જરૂરિયાતો પૂરી કરવા માટે તમને મુક્ત અને અનુકૂળ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની સુવિધા આપે છે, ભારતીય રિઝર્વ બેંક RBI ની માર્ગદર્શિકા અનુસાર KCC વ્યાજ દર ઓફર કરે છે. આ યોજના માટે લોનની મુદ્દત પણ 5 વર્ષની છે.

આ પણ વાંચો : સોલાર લાઈટ ટ્રેપ યોજના : બાગાયતી પાકોમાં પાક સંરક્ષણ કરવામાં મળશે સોલિડ મદદ

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More