Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

પશુ ખાણદાન સહાય યોજના 2022 : તમારા પશુ માટે મેળવો 250 કિલો ખાણ મફ્ત

ખેડૂતો માટે ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરવો એ ખૂબ જ ઉત્તમ આઈડિયા છે, અને તેના દ્વારા ખેડૂતોની આવક બમણી પણ થાય છે. કહી શકાય કે પશુપાલન અને ખેડૂત એક સિક્કાની બે બાજુ છે. ગુજરાત સરકાર પણ ખેડૂતો અને પશુપાલકોના વિકાસ માટે ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે. Pashu Khandan Sahay Yohana 2022 #

Himanee Chauhan
Himanee Chauhan
Government Scheme For Animals
Government Scheme For Animals

ખેડૂતો માટે ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરવો એ ખૂબ જ ઉત્તમ આઈડિયા છે, અને તેના દ્વારા ખેડૂતોની આવક બમણી પણ થાય છે. કહી શકાય કે પશુપાલન અને ખેડૂત એક સિક્કાની બે બાજુ છે. ગુજરાત સરકાર પણ ખેડૂતો અને પશુપાલકોના વિકાસ માટે ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે. 

તો આજે આપણે એવી જ એક પશુ ખાણદાન સહાય યોજના 2022 Pashu Khandan Sahay Yohana 2022 વિશે વાત કરીશું, અને આ યોજના માટે ક્યા ડોક્યુમેન્ટ જોઈશે, તમને શું સહાય મળશે અને ક્યાં અરજી કરી શકો છો તે અંગેની સંપૂર્ણ માહિતી આપીશું.

પશુ ખાણદાન સહાય યોજના 2022

ગુજરાતમાં પશુપાલનનો વ્યવસાય સતત વધી રહ્યો છે, જેના માટે સરકાર દ્રારા પશુપાલકો માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. જેમાંથી એક છે પશુ ખાણદાન સહાય યોજના. પશુપાલકો પોતાની ગાયો અને ભેંસોને પૌષ્ટિક આહાર આપતા હોય છે. આ આહાર પોતાના વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીમાં પશુદાન મેળવી શકે છે. ગાભણ પશુઓને ખાણદાન મળી રહે તે માટે પશુ ખાણદાન સહાય યોજના 2022 શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ. આ યોજના હેઠળ પશુપાલકોના ગાભણ પશુઓને મફ્તમાં 250 કિલો ખાણદાન સહાય આપવામાં આવશે.

પશુ ખાણદાન સહાય આપવાનો હેતુ

આ સહાય આપવા માટેનો ગુજરાત સરકારનો એક માત્ર મુખ્ય ઉદ્દેશ છે તે છે કે ગુજરાતના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બની શકે. પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવા ખાણદાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે.

સરકાર આપી રહી છે 100% સહાય

ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્રારા પશુપાલકોને પશુઓ માટે મુખ્ય આહાર એવા પશુદાણ ખરીદી પર 100% સહાય આપવામાં આવશે. એટલે કે, ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે.

 યોજનાના મહત્વના મુદ્દા

યોજનાનું નામ

પશુપાલન ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય

યોજનાનો ઉદ્દેશ

રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બંને

લાભાર્થી

ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા પશુપાલકો

સહાય

મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે.

ઓનલાઈન અરજી માટે વેબસાઈટ લિંક

https://ikhedut.gujarat.gov.in/

અરજી કરવાની છેલ્લી તારીખ

તા 01/05/2022 થી 31/05/2022 સુધી

પશુ ખાણદાણ સહાય લેવા માટેની પાત્રતા 

પશુપાલન વિભાગ દ્વારા ખાણદાણ સહાય યોજના માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
  • લાભાર્થી પશુપાલક હોવો જોઈએ.
  • પશુપાલક પાસે પોતાની ગાય-ભેંસ તથા અન્ય પ્રાણીઓ હોવા જોઈએ.
  • પશુપાલકોના ગાય-ભેંસ ગાભણ હોવા જોઈએ.
  • લાભાર્થી દૂધ મંડળીમાં સભાસદ હોવો જોઈએ.
  • પશુપાલક લાભાર્થી આર્થિક રીતે નબળા, SC/ST, OBC અને સામાન્ય જાતિના લોકોને લાભ મળશે.

યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો

પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય લેવા માટે નીચે મુજબના દસ્તાવેજો આપવાના રહેશે.

  • જાતિનું પ્રમાણપત્ર
  • આધારકાર્ડની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર
  • આધારકાર્ડ નંબર સાથે લિંક બેન્ક એકાઉન્ટ
  • કેટલા પશુઓ ધરાવો છો, તેનો દાખલો
  • છેલ્લે કયા વર્ષમાં લાભ લીધો હતો તેની વિગત
  • સહકાર મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
  • મોબાઈલ નંબર

આ પણ વાંચો : બાયોફ્લોક ટેક્નિક : ઓછા વિસ્તારમાં માછલીનો ઉછેર છે બેસ્ટ

આ પણ વાંચો : બતક પાલન : નફાની આ રેસમાં મરઘાં પાલનને પણ પાછળ છોડી રહ્યો છે બતક પાલનનો રોજગાર

 

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More