Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

મૃત્યુ બાદ તમારા સોશિયલ મીડિયાનો વારસદાર કોણ ? આ વિશે જાણીએ રસપ્રદ માહિતી

શું તમે જાણો છો તમારા મૃત્યુ બાદ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને કોણ સંભાળશે? તો આવો આજે જાણીએ કે તમારા મૃત્યુ બાદ તમારા ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટનો વારસદાર કેવી રીતે શોધશો?

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Heir To Your Social Media Account After Your Death
Heir To Your Social Media Account After Your Death

શું તમે જાણો છો તમારા મૃત્યુ બાદ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને કોણ સંભાળશે? તો આવો આજે જાણીએ કે તમારા મૃત્યુ બાદ તમારા ફેસબુક અને  ટ્વિટર એકાઉન્ટનો વારસદાર કેવી રીતે શોધશો?

છેલ્લા કેટલાક દિવસોથી એલોન મસ્ક ટ્વિટરને લઈ ચર્ચાનો વિષય બ્ન્યા  છે. એલોન મસ્કએ તેના મૃત્યુને લઈને એક ટ્વિટ કરતા જણાવ્યુ કે જો મારુ મૃત્યુ રહસ્યમય રીતે થઈ જાય છે. જોકે એલોનનુ આ ટ્વિટ અલગ સંદર્ભમાં હતુ પણ એલોનના આ ટ્વિટ પર અમેરીકી યુટ્યુબર સ્ટાર જિમી ડોનાલ્ડ્સએ રીટ્વિટ કરતા જણાવ્યુ કે જો આવુ થશે તો ટ્વિટર હુ સંભાળી લઈશ. તો તેના જવાબમાં એલોન મસ્કે ઓકે લખી દીધુ હતુ.

આજ નાનાથી લઈ મોટી ઉમરના લોકો ફેસબુક, ટ્વિટર , ઈન્સ્ટાગ્રામ જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરતા થઈ ગયા છે. શું તમે કોઈ દિવસ વિચાર્યુ છે કે તમારા એકાઉન્ટ કે જેમા તમારા અંગત ફોટા, વીડિઓ, ચેટ્સ બધુ જ હોય છે. તો તમારા મૃત્યુ પછી તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને કોણ સંભાળશે ? તમે કેવી રીતે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટનો વારસદાર શોધશો?

તો આજે તમને જણાવી દઈએ કે તમારા મૃત્યુ પછી તમારા ફેસબુક, ઈન્સ્ટાગ્રામનુ શું થાય છે. પણ એ પહેલા જાણીએ કે સોશિયલ મીડિયા પર કેટલા યુઝર્સ છે.

ફેસબુક     291 કરોડ

યુટ્યુબ     256.2 કરોડ

વોટ્સએપ  200 કરોડ

ઈન્સ્ટાગ્રામ  14.8 કરોડ

ટ્વિટર      43.6 કરોડ

તો આવો આપણે શરૂઆત ફેસબુકથી કરીએ. ફેસબુક પર વારસદાર પસંદ કરવાની પ્રક્રીયા શું છે?

ફેસબુક

ફેસબુક તમારા મૃત્યુ પછી કોઈને વારસદાર બનાવવા અથવા તો તમારા એકાઉન્ટને  ડિલિટ કરવાનો વિકલ્પ આપે છે. તમારી પાસે ફેસબુક પર ઘણીબધી અંગત વસ્તુઓ હોય છે જેથી તમે વારસદાર તરીકે તમારી નજીકની કોઈ વ્યક્તિને વારસદાર બનાવી શકો છો, જે તમારા મૃત્યુ બાદ તમારા એકાઉન્ટને ચલાવી શકે. આ કામ કરવા માટે તમારે ફેસબુક એકાઉન્ટના સેટિંગ્સ એન્ડ પ્રાઇવસીમાં જવું પડશે.

સૌથી પહેલા ફેસબુકના સેટિંગ્સ ઓપ્શન પર જાઓ. અહીં તમારે પર્સનલ એકાઉન્ટ ઈન્ફોર્મેશન પર ક્લિક કરવાનું રહેશે જેમાં account ownership and controlનો વિકલ્પ છેલ્લે જોવા મળશે ત્યારબાદ Memorialisation સેટિંગ પર જાઓ. અહીં તમને Facebook તરફથી બે વિકલ્પો આપવામાં આવ્યા છે. પહેલો વિકલ્પ છે Legacy Contact અને બીજો વિકલ્પ છે Delete account after death.

Legacy Contact

આ ઓપ્શનથી તમે તમારું એકાઉન્ટ બીજા કોઈને ચલાવવાનો અધિકાર આપી શકો છો. Legacy Contact હશે તેમને તમારા મૃત્યુ પછી કરેલી પોસ્ટને ડિલિટ અથવા મેનેજ કરી શકે છે.

આ પણ વાંચો : આધારકાર્ડને ચૂંટણી કાર્ડ સાથે કરવું પડશે લિંક, સરકારે મૂકી આ શરત 

Delete account after death


આ ઓપ્શનથી તમે તમારા એકાઉન્ટને હંમેશા માટે ડિલિટ કરી શકો છો. આ માટે ફેસબુક એકાઉન્ટ પર તમારા નામની બરાબર પછી ‘Remember નો ઓપ્શન દેખાડશે. જો તમે આ ઓપ્શનની પસંદગી કરો છો તો તમારા મૃત્યુ પછી તમારા પરિવારના કોઈ સભ્યોએ ફેસબુકને તમારા મોત અંગે જાણકારી આપવી પડશે. મોતની જાણકારીમાં મરણનું પ્રમાણપત્ર ફેસબુકને આપવું પડશે.

ઈન્સ્ટાગ્રામ

આમ જોવા જઈએ તો ઈન્સ્ટાગ્રામની નીતિ 90%  ફેસબુક જેવી જ છે. આ બન્નેના માલિક માર્ક ઝકરબર્ગ છે. મૃત્યુ પછી જ Instagram એકાઉન્ટ સંપૂર્ણપણે બંધ કરી શકાય છે અથવા તેને મેમરી તરીકે રાખી શકાય છે. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તેના પરિવારના સભ્યો અથવા મિત્રો એકાઉન્ટને Memorialize કરી શકે છે. આ ત્યારે જ થશે જ્યારે પરિવારનો કોઈ સભ્ય અથવા મિત્ર ઈન્સ્ટાગ્રામ હેલ્પ સેન્ટર http://surl.li/bzjcr પર જન્મતારીખ, મૃત્યુનું પ્રમાણપત્ર જેવી તમામ જરૂરી માહિતી સબમિટ કરીને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.

ટ્વિટર 

જો તમારા મૃત્યુ બાદ  ટ્વિટર તમારું એકાઉન્ટ ડિલિટ કરી નાખે છે. આ માટે તમારા પરિવારનો કોઈપણ સભ્ય ટ્વિટર પરથી તમારું એકાઉન્ટ ડિલિટ કરવાની વિનંતી મોકલી શકે છે. આ માટે તેમણે યુઝરનું મૃત્યુ પ્રમાણપત્ર આપવું પડશે. એ પછી તમારી પોસ્ટ, ફોટોગ્રાફ, વિડિઓ અને એકાઉન્ટ ડિલિટ થઈ જશે.

યુટ્યુબ

YouTube  એક બિઝનેસ પ્લેટફોર્મ હોવાની સાથે-સાથે એનો ઉપયોગ પણ ખૂબ જ સારો છે. જો કોઈ YouTube એકાઉન્ટ યુઝર ઈચ્છે તો તેના મૃત્યુ બાદ કોઈ અન્ય વ્યક્તિ એના એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે. તેના માટે તેણે YouTube ને કાનૂની કરાર મોકલવો પડશે, જેમાં જણાવવાનું રહેશે કે તમારા મૃત્યુ પછી તમારુ એકાઉન્ટ આ વ્યક્તી સંભાળશે. જો તમે આમ નહીં કરો તો અમુક સમય પછી યુટ્યૂબ એકાઉન્ટનો ઉપયોગ નહીં કરે તો બંધ કરી દેવામાં આવશે.

મૃત્યુ પછી એકાઉન્ટ કેટલા સમય સુધી ચાલુ રહે છે?

તમારા મૃત્યુ બાદ જ્યાં સુધી કોઈ તમારા મૃત્યુની જાણ ન કરે ત્યાં સુધી એકાઉન્ટ Facebook પર ચાલુ જ રહે છે. લિંક્ડઇન પર તમારા મૃત્યુની માહિતી મળતાંની સાથે જ  એકાઉન્ટ બંધ થઈ જાય છે. Pinterest એકાઉન્ટ ક્યારેય બંધ કરી શકાતું નથી, જ્યારે ટ્વિટર એકાઉન્ટ 6 મહિના પછી બંધ થઈ જાય છે. તમારા મૃત્યુ વિશે કંપનીને જાણ કર્યા પછી તમારું Google એકાઉન્ટ બંધ થઈ જાય છે.

આ પણ વાંચો : ભારતે ઘઉંની નિકાસ બંધ કરી, વિશ્વભરના દેશોમાં સર્જાઈ ભારે ચિંતા

Share your comments

Subscribe Magazine

More on News

More