દેશમાં ગરમીનું આગમન થઈ ચૂક્યુ છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધીમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડી શકે છે. આ ઉપરાંત ગંગા કાંઠાનાં રાજ્યો અને દક્ષિણ ભારતમાં ઓછી ગરમીની શક્યતા જોવા મળી રહી છે.
ગુજરાતમાં વર્તાશે ગરમીનો કહેર
આ વર્ષે ઉનાળામાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે, એટલે કે હીટવેવમાં વધારો થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે બે મહિનામાં પશ્ચિમ અને એનાથી નજીકના ઉત્તરના ભાગો અને પૂર્વોત્તરના હિસ્સાઓમાં અનેક સ્થળો પર મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની ઘણી વધુ શક્યતા છે. આગાહી મુજબ માર્ચ મહિનામાં જ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં તાપમાન વધી શકે છે,
દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો વધશે
હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તરના મેદાની વિસ્તારોમાં માર્ચ મહિનામાં લૂ અને ગરમ પવન ફૂંકાવાની શક્યતા નહિવત છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુતમ તાપમાન સામાન્યથી વધુ રહેવાનું અનુમાન જોવા મળી રહ્યુ છે. મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડીગ્રી સેલ્સિયસથી વધુ રહેવા અને સામાન્યથી ઓછામાં ઓછું 4.5 ડીગ્રી વધુ રહેતાં લૂ ફૂંકાવાની સ્થિતિ માનવામાં આવે છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં પણ સામાન્ય કરતાં વધારે તાપમાન રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
રાજસ્થાન, ગુજરાત તથા મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં એપ્રિલ, મે આ મહિનાઓમાં ગરમી પડી શકે છે. તથા ઘણા દિવસોમાં તાપમાન સામાન્ય કરતાં 5થી 6 ડિગ્રી વધારે રહેશે. ગુજરાત, રાજસ્થાનના પાકિસ્તાન સીમા પાસેના વિસ્તારોમાં આ ઉનાળે ગરમીના નવા રેકોર્ડ સર્જાઈ શકે છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ તથા લદાખમાં ઉનાળામાં સરેરાશ કરતાં વધુ તાપમાન રહેશે.
આ વર્ષથી હવામાન વિભાગ દેશભરમાં હીટવેવની ચેતવણી આપવાનું શરૂ કરશે. આ ચેતવણીમાં છેલ્લા 5 દિવસના તાપમાનની વિગતો હશે તથા સામાન્ય કરતાં તાપમાન કેટલું ઓછું કે વધારે છે એ પણ જણાવાશે, સાથે જ આગામી 5 દિવસ કેટલું તાપમાન રહેશે એની પણ જાણકારી આપવામાં આવશે.
માર્ચ મહિના દરમિયાન ભારતના મોટાભાગના ભાગોમાં અને પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્ય મહત્તમ તાપમાનની નીચે રહેવાની શક્યતા છે, જ્યારે પશ્ચિમ અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન થઈ શકે છે. ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. માર્ચમાં ઉત્તરીય મેદાનોમાં ગરમીનુ મોજુ આવવાની કોઈ શક્યતા નથી.
આ પણ વાંચો : મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન : સરકારી અને પડતર જમીન પર ફ્રી માં ખેતી કરો
આ પણ વાંચો : PM Kisan Samman Nidhi Yojana :પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 11મો હપ્તો આવવાની છે તૈયારી
Share your comments