Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

Stand-up India Scheme : મહિલાઓને મળશે 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની લોન

આપણા ભારત દેશમાં પછાત વર્ગની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ભારત સરકાર અનેક નવી યોજનાઓ અમલમાં લાવતી હોય છે, જેમાંથી એક છે સ્ટેન્ડ-અપ ઈન્ડિયા યોજના છે. જેમાં દેશની અનુસૂચિત મહિલાઓ સ્વરોજગારી મેળવી શકે તે માટે આ સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના હેઠળ અનુસૂચિત મહિલાઓને આર્થિક રીતે મદદ કરવામાં આવે છે. જેથી કરીને મહિલાઓ સમાજમાં પોતાની આગવી ઓળખ બનાવી શકે.

Himanee Chauhan
Himanee Chauhan
Stand-up India Scheme
Stand-up India Scheme

સ્ટેન્ડ-અપ ઈન્ડિયા યોજના એ છે જેમાં દેશની અનુસૂચિત મહિલાઓ સ્વરોજગારી મેળવી શકે તે માટે આ સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના હેઠળ અનુસૂચિત મહિલાઓને આર્થિક રીતે મદદ કરવામાં આવે છે. જેથી કરીને મહિલાઓ સમાજમાં પોતાની આગવી ઓળખ બનાવી શકે.

સ્ટેન્ડ અપ ઈન્ડિયા સ્કીમ વિશે માહિતી What Is India Stand-up Scheme

સ્ટેન્ડ-અપ ઈન્ડિયા યોજના ભારત સરકાર દ્વારા વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી, આ યોજના ખાસ કરીને અનુસૂચિત જનજાતિ અને તમામ વર્ગની મહિલાઓ માટે શરૂ કરવામાં આવી હતી. આ સાથે જ મહિલાઓને પોતાનું અલગ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે આ યોજનામાં બેંક તરફથી મદદ પણ આપવામાં આવે છે. આ મદદમાં રૂપિયા 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની લોન આપવામાં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે આ રકમનો વ્યાજ દર બેંકના વર્તમાન વ્યાજ દરના પરિપત્ર મુજબ નક્કી કરવામાં આવશે. આ સિવાય તમે 18 મહિનાથી 7 વર્ષ સુધી બેંકની રકમ સરળતાથી પરત કરી શકો છો.

યોજનાનો મુખ્ય ઉદ્દેશ Objectives Of This Scheme

  • બેંક શાખામાં ઓછામાં ઓછા એક SC અથવા ST ને રોજગારી અપાવવી
  • લોકોને આર્થિક રીતે મદદ કરવી.
  • જો મહિલાઓ પોતાનું સેટઅપ ઉભું કરવા માંગે છે તો તેમને બેંક તરફથી લગભગ 10 લાખથી 1 કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે.
  • આ યોજનાથી દેશમાં પછાત વર્ગની મહિલાઓ આત્મનિર્ભર અને મજબૂત બનશે.

યોજના માટે પાત્રતા Scheme Eligibility

  • આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અથવા મહિલા ઉદ્યોગ સાહસિકોને જ મળી શકે છે.
  • આ યોજનામાં જોડાવા માટે મહિલાઓની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.

જરૂરી દસ્તાવેજો Required Documents

  1. પાન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર આઈડી
  2. જાતિનું પ્રમાણપત્ર
  3. કાયમી પ્રમાણપત્ર
  4. વ્યવસાયનું પ્રમાણપત્ર
  5. પાસપોર્ટ સાઈઝ ફોટો
  6. બેંકમાં ખાતુ
  7. મોબાઈલ નંબર
  8. પ્રોજેક્ટનો રિપોર્ટ

અરજીની પ્રક્રિયા How To Apply

  • આ યોજનાનો લાભ લેવા માટે, તમારે પહેલા સરકાર દ્વારા બનાવાયેલી સત્તાવાર વેબસાઈટ પર જાઓ
  • જ્યાં તમારે યુ માં એક્સેસ લોનના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અને અહીં અરજી પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી તમારે ન્યૂ એન્ટરપ્રિન્યોર New Entrepreneur પર ક્લિક કરવાનું રહેશે. જેમાં તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી પૂછવામાં આવશે. ત્યાં તમારે તેને યોગ્ય રીતે સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • આ પછી તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે. જે તમારે બાજુની કોલમમાં એટલે કે બાજુમાં આપેલ ખાનામાં ભરવાનો રહેશે.
  • આ પછી તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે અને તેમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ભરો.
  • આ રીતે તમે આ અરજી એટલે કે એપ્લિકેશન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકો છો.                                                                                                                                                                                                        આ પણ વાંચો : ‘મેરી પોલિસી, મેરે હાથ’ સ્કીમમાં 3 દિવસમાં મળશે વળતર
                                                                                                                                                                                                                                                                                                      આ પણ વાંચો : PMFBY : સરકાર ડોર-ટુ-ડોર કરશે પ્રચાર, ‘મેરી પોલિસી મેરે હાથ’ અભિયાન ચલાવશે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More