Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Amul Milk Price Rice : અમૂલ દૂધની કિંમતોમાં વધારો

અમૂલ દ્વારા દૂધની કિંમતોમાં વધારો કરી દેવાયો છે. અમૂલે પ્રતિ લિટર 2 રુપિયા જેટલો ભાગવધારો કરી દીધો છે. સમગ્ર ભારતમાં અમૂલ ફ્રેશ દૂધના ભાવમાં 1 લિટર દીઠ 2 રુપિયાના વધારાની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ અમૂલ દૂધમાં સરેરાશ 4 ટકાનો વધારો થશે.

Himanee Chauhan
Himanee Chauhan
Amul Milk prices Hike
Amul Milk prices Hike

અમૂલ દ્વારા દૂધની કિંમતોમાં વધારો કરી દેવાયો છે. અમૂલે પ્રતિ લિટર 2 રુપિયા જેટલો ભાવ વધારો કરી દીધો છે. સમગ્ર ભારતમાં અમૂલ ફ્રેશ દૂધના ભાવમાં 1 લિટર દીઠ 2 રુપિયાના વધારાની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ અમૂલ દૂધમાં સરેરાશ 4 ટકાનો વધારો થશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં લોકોને વેપાર-ધંધાની મંદી વચ્ચે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો સહન કરી રહેલા  લોકોને હવે દૂધના ભાવવધારાનો માર  સહન કરવો પડશે. તમને જણાવી દઈએ કે 8 મહિનામાં જ અમૂલે ફરીવાર દૂધના ભાવમાં લિટર દીઠ 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. આ પહેલા અમૂલે 1 જુલાઈ 2021ના રોજ પ્રતિ લિટર રૂપિયા 2નો ભાવ વધારો કરી દીધો હતો.
ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરાયેલો ભાવવધારો લાગુ થઈ ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે આમ દૂધના ભાવમાં વાર્ષિક 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

​મહત્વની વાત છે કે ઈનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા GCMMF ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડેરેશનના સભ્ય સંઘો દ્વારા પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી કિંમતમાં પ્રતિ કિલો ફેટ રૂપિયા 35થી રૂપિયા 40નો વધારો કરવામાં આવ્યો છે. જે પાછલા વર્ષ કરતા 5 ટકા વધુ છે.

દૂધના વિવિધ પાઉચના ભાવમાં જોઈએ તો અમૂલ ગોલ્ડ દૂધનું 500 ગ્રામ પાઉચ જે પ્રતિ લિટર 28 રુપિયા મળતું હતું તે હવે 30 રુપિયામાં મળી રહ્યું છે  એટલે કે રુપિયા 60ના લિટરના ભાવે ગ્રાહકો સુધી પહોંચશે. જ્યારે અમૂલ તાજા, અમૂલ શક્તિ સહિત છાશ સહિતના ઉત્પાદનોમાં ભાવ પણ વધારો કરવામાં આવ્યો છે.

નવા ભાવ

અમૂલ રૂપિયા ગોલ્ડ 500 ML 30 રૂપિયા

શક્તિ 500 ML 27 રૂપિયા

તાજા 500 ML 24 રૂપિયા

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે તેના દ્વારા અમૂલ ફ્રેશ દૂધનું સમગ્ર ભારતની માર્કેટોમાં જ્યાં પણ વેચાણ કરે છે ત્યાં દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂપિયા 2 નો વધારો તારીખ 1 માર્ચ, 2022થી અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. ગુજરાતની અમદાવાદ અને સૌરાષ્ટ્રની માર્કેટોમાં અમૂલ ગોલ્ડની કિંમત 500 મિલી. દીઠ રૂપિયા 30 રહેશે, અમૂલ તાજાની કિંમત 500 મિલી  દીઠ રૂપિયા 24 અને અમૂલ શક્તિની કિંમત 500 મિલી. દીઠ રૂપિયા 27 રહેશે.

આ પણ વાંચો : FPO યોજના નાના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી કૃષિ મંત્રીએ શું કરી વાત

આ પણ વાંચો : ‘મેરી પોલિસી, મેરે હાથ’ સ્કીમમાં 3 દિવસમાં મળશે વળતર

Share your comments

Subscribe Magazine

More on News

More