Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

શેરડીના ખેડૂતોને હવે મળશે પ્રતિ ક્વિન્ટલ આટલો ભાવ, મોદી સરકારનો મોટો નિર્ણય

એક બાજૂ દેશના ખેડૂતોએ દરેક પાક પર એમએસપીની માંગણીને લઈને દિલ્લી કૂચ કરવાની તૈયારીમાં છે. જેમને હરિયાણાની મનોહર સરકાર દ્વારા પંજાબ-હરિયાણાના બોર્ડર પર રોકી દેવામાં આવ્યું છે. બીજી બાજુ કેન્દ્રની મોદી સરકાર શેરડીના ભાવ વધારાને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે શેરડીની વાજબી અને મહેનતાણું કિંમત 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહેશે.

Amansinh Jadeja
Amansinh Jadeja
શેરડીના પાકની લણણી કરતી મહિલા ખેડૂત
શેરડીના પાકની લણણી કરતી મહિલા ખેડૂત

એક બાજૂ દેશના ખેડૂતોએ દરેક પાક પર એમએસપીની માંગણીને લઈને દિલ્લી કૂચ કરવાની તૈયારીમાં છે. જેમને હરિયાણાની મનોહર સરકાર દ્વારા પંજાબ-હરિયાણાના બોર્ડર પર રોકી દેવામાં આવ્યું છે. બીજી બાજુ કેન્દ્રની મોદી સરકાર શેરડીના ભાવ વધારાને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે શેરડીની વાજબી અને મહેનતાણું કિંમત 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહેશે. જો કે ખાંડની સિઝન 2024-25 માટે લાગુ થશે. જણાવી દઈએ કે ગયા વર્ષ સુધી એફઆરપી 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. એટલે કે ખેડૂતોના આંદોલન અને ચૂંટણીની મોસમ વચ્ચે કેન્દ્ર સરકારે ખેડૂતોને રીઝવવા માટે પ્રતિ ક્વિન્ટલના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. જેને કેબિનેટે મંજૂરી આપી દીધી છે.

શેરડીમાં ખાંડની રિકવરી પર ખેડૂતોને થશે ફાયદો

શેરડીની આ એફઆરપી 10.25 ટકા સુગર રિકવરી પર ઉપલબ્ધ થશે. જો કે શેરડીમાં ખાંડની રિકવરી 10.25 ટકાથી વધુ હોય, તો ખેડૂતને દર 0.1 ટકાના વધારા માટે 3.32 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધુ મળશે. વસૂલાતમાં દરેક 0.1% ઘટાડા માટે, સમાન રકમ કાપવામાં આવશે. જ્યારે ખાંડ મિલોની રિકવરી 9.5 ટકા અથવા તેનાથી ઓછી છે, એફઆરપી 315.10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી હતી.

વર્તમાન ભાવથી 8 ટકા વધું કિંમત

કેન્દ્ર સરકારના આ નિર્ણય પછી શેરડીનો હજુ સુધીનો તે ઐતિહાસિક ભાવ છે. જો આપણે વર્તમાન સિઝન એટલે કે 2023-24થી તેની તુલના કરીએ તો તે 8 ટકા વધું છે. શેરડીની A2+FL કિંમત કરતાં 107 ટકા વધુ એફઆરપી શેરડીના ખેડૂતોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે. નોંધનીય છે કે ભારત પહેલાથી જ વિશ્વમાં શેરડી માટે સૌથી વધુ કિંમત ચૂકવી રહ્યું છે અને તેમ છતાં સરકાર ભારતના સ્થાનિક ગ્રાહકોને વિશ્વની સૌથી સસ્તી ખાંડ સુનિશ્ચિત કરી રહી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી શેરડીના 5 કરોડથી વધુ ખેડૂતો અને ખાંડ ક્ષેત્ર સાથે સંકળાયેલા લાખો અન્ય લોકોને ફાયદો થશે.આ મંજૂરી સાથે, ખાંડ મિલો 10.25% ની વસૂલાત પર પ્રતિ ક્વિન્ટલ 340 રૂપિયાના દરે શેરડીની FRP ચૂકવશે. જો કે, શેરડીનો લઘુત્તમ ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 315.10 છે જે 9.5% ની રિકવરી પર છે.

ખેડૂતોને પાકની યોગ્ય કિંમત યોગ્ય સમય પર

આ નિર્ણય પછી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુનો કહવું છે કે જ્યારથી મોદી સરકાર આવી છે એટલે કે 2014 થી ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત યોગ્ય સમયે મળી રહી છે. છેલ્લી ખાંડની સિઝન 2022-23ના શેરડીના લેણાંના 99.5 ટકા અને અન્ય તમામ ખાંડની સિઝનના 99.9 ટકા ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે, જેના કારણે શેરડીના બાકી લેણાં ખાંડ ક્ષેત્રના ઇતિહાસમાં સૌથી ઓછા છે.તેમને દાવો કર્યો કે સરકાર દ્વારા સમયસર નીતિગત હસ્તક્ષેપથી, ખાંડ મિલો આત્મનિર્ભર બની છે. ખાંડની સિઝન 2021-22 પછી સરકાર દ્વારા તેમને કોઈ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી નથી. તેમ છતાં, કેન્દ્ર સરકારે ખેડૂતો માટે શેરડીની 'ચોક્કસ એફઆરપી અને ખાતરીપૂર્વકની ખરીદી' સુનિશ્ચિત કરી છે.

શું હોય છે એફઆરપી

એફઆરપીએ લઘુત્તમ ભાવ છે જેના પર ખાંડ મિલોએ ખેડૂતો પાસેથી શેરડી ખરીદવાની હોય છે. કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઈસ દર વર્ષે તેની ભલામણ કરે છે. સરકાર સુગરકેન કંટ્રોલ ઓર્ડર, 1966 હેઠળ એફઆરપી નક્કી કરે છે. ખાંડની સીઝન 2023-24 માટે, સરકારે શેરડીની એફઆરપીમાં પ્રતિ ક્વિન્ટલ ફક્ત 10  રૂપિયાનો વધારો કરીને 305 રૂપિયાથી 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દેવામાં આવ્યા હતા.

Share your comments

Subscribe Magazine

More on News

More