Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવી એ 7 રીત જેનાથી ભારતીય ખેતીને બનાવાશે આધુનિક અને સ્માર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM Modi કહ્યું છે કે છેલ્લા સાત વર્ષમાં અમે બીજથી લઈને માર્કેટ સુધી આવી ઘણી નવી સિસ્ટમ તૈયાર કરી છે, જેનાથી કૃષિ ક્ષેત્રને ઘણો ફાયદો થશે. જૂની સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે.

Himanee Chauhan
Himanee Chauhan
Indian Agriculture Will Be Made Modern And Smart
Indian Agriculture Will Be Made Modern And Smart

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM Modi કહ્યું છે કે છેલ્લા સાત વર્ષમાં અમે બીજથી લઈને માર્કેટ સુધી આવી ઘણી નવી સિસ્ટમ તૈયાર કરી છે, જેનાથી કૃષિ ક્ષેત્રને ઘણો ફાયદો થશે. જૂની સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે.

દેશનું કો-ઓપરેટીવ ક્ષેત્ર ખૂબ જ ગતિશીલ The Co-Operative Sector Of The Country Is Very Dynamic

વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM Narendra Modi એ કહ્યું કે ભારતનું કો-ઓપરેટીવ ક્ષેત્ર ખૂબ જ ગતિશીલ છે. ખાંડની મિલ હોય, ખાતરના કારખાના હોય, ડેરી હોય, લોનની વ્યવસ્થા હોય કે અનાજની ખરીદી હોય દરેકમાં કો-ઓપરેટીવ ક્ષેત્રની ભાગીદારી વિશાળ છે. માત્ર 6 વર્ષમાં કૃષિ બજેટમાં અનેકગણો વધારો થયો છે, ખેડૂતો માટે કૃષિ લોનમાં પણ 7 વર્ષમાં અઢી ગણો વધારો કરવામાં આવ્યો છે. કોરોનાના કપરાં સમયગાળા દરમિયાન 3 કરોડથી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ Kisan Credit Card સાથે પણ જોડવામાં આવ્યા છે.

નાના ખેડૂતોને મળી મદદ Small Farmers Are Getting Help

સૂક્ષ્મ સિંચાઈ Micro-Irrigation થી નાના ખેડૂતોને મદદ મળી રહી છે. વડાપ્રધાને કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા પ્રાકૃતિક ખેતી, હાઈટેક એગ્રીકલ્ચર, બાજરીના મહત્વ, સ્માર્ટ એગ્રીકલ્ચર અને ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાના મુદ્દા પર ચર્ચા કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતુ. વડાપ્રધાન મોદીએ મુખ્યત્વે કૃષિને આધુનિક અને સ્માર્ટ બનાવવા માટે સાત રસ્તાઓ બતાવ્યા હતા.

અગાઉ તેમણે કેન્દ્રીય બજેટ 2022-23ની જોગવાઈઓ અને સકારાત્મક અસરો પર સમજાવી હતી. તેમણે કહ્યું કે વર્ષ 2023 બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ International Year Of Millets છે. આમાં આપણું કોર્પોરેટ જગત પણ આગળ આવી અને ભારતના બરછટ અનાજને બ્રાન્ડિંગ કરીને તેને પ્રોત્સાહન આપવું જોઈએ.

ભારતમાં બાજરીના પોષણ મૂલ્યો વિશે આપો માહિતી Explain The High Nutritional Value Of Millet In India  

અન્ય દેશોમાં આપણા જે મોટા મિશન્સ છે, તેઓએ પણ તેમના દેશોમાં મોટા સેમિનારો યોજવા જોઈએ, લોકોને જાગૃત કરવા જોઈએ કે ભારતનું બરછટ અનાજ કેટલું સારું છે. ટેસ્ટના દૃષ્ટિકોણથી તે કેટલું મહત્વપૂર્ણ છે. આયાતકાર અને નિકાસકાર વચ્ચે આપણે બાજરી વિશે વાત કરી શકીએ છીએ. ભારતમાં બાજરીનું પોષણ મૂલ્ય કેટલું ઊંચું છે. તેના પર આપણે ભાર મૂકી શકીએ છીએ.

આ પણ વાંચો: PM Kisan Samman Nidhi Scheme: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ત્રણ વર્ષ પૂર્ણ

કૃષિ અવશેષનું સંચાલન જરૂરી Manage Agricultural Residues

કૃષિ અવશેષ Agricultural Residues નું સંચાલન કરવું પણ એટલું જ જરૂરી છે. આ માટે આ બજેટમાં કેટલાક નવા પગલા લેવામાં આવ્યા છે, જેના કારણે કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે અને ખેડૂતોને આવક પણ થશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ 21મી સદીમાં ખેતી અને ખેતી સંબંધિત વેપારને સંપૂર્ણપણે બદલી નાખશે.

કિસાન ડ્રોનથી ખેતીને ખૂબ ફાયદો Farmer Gets Benefits From Farmer Drones

કિસાન ડ્રોનને દેશથી ખેતીમાં મહત્તમ ઉપયોગની પહેલ આ પરિવર્તનનો એક મોટો ભાગ છે. ડ્રોનની ટેક્નોલોજી ત્યારે જ ઉપલબ્ધ થશે, જ્યારે અમે એગ્રી સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપીશું. પ્રતિ ડ્રોપ મોર ક્રોપ પર સરકારનો ઘણો ભાર છે અને આ સમયની જરૂરિયાત પણ છે.

આ પણ વાંચો: ગોબર ધન પ્લાન્ટનુ વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ધાટન, જેનાથી રોજ 17,000 કિલો CNGનું થશે ઉત્પાદન

ખેતીને આધુનિક બનાવવાની 7 રીત The Way To Modernize Agriculture

  1. ગંગાના બંને કિનારે 5 કિમીની ત્રિજ્યામાં કુદરતી ખેતી Narural Farming કરવાનું લક્ષ્ય છે. જેમાં હર્બલ, ઔષધીય વનસ્પતિઓ અને ફળો અને ફૂલો પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
  2. ખેતી અને બાગાયતમાં ખેડૂતોને આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  3. ખાદ્યતેલની આયાત ઘટાડવા માટે સરકાર મિશન પામ ઓઈલ તેમજ તેલીબિયાં પર બળ આપીને શક્ય તેટલું મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.
  4. ચોથો ધ્યેય એ છે કે પીએમ ગતિશક્તિ યોજના દ્વારા કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે લોજિસ્ટિક્સની નવી સિસ્ટમ બનાવવામાં આવશે.
  5. પાંચમી રીતે એ છે કે એગ્રી-વેસ્ટ મેનેજમેન્ટ વધુ સંગઠિત કરવામાં આવશે. વેસ્ટ ટુ એનર્જીનાં પગલાંથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.
  6. દેશની દોઢ લાખથી વધુ પોસ્ટ ઓફિસોને નિયમિત બેંકો જેવી સુવિધાઓ મળશે, જેથી ખેડૂતોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે.
  7. કૃષિ સંશોધન અને શિક્ષણને લગતા અભ્યાસક્રમમાં કૌશલ્ય વિકાસ, માનવ સંસાધન વિકાસને આજના આધુનિક સમય અનુસાર બદલવામાં આવશે.

આ પણ વાંચો: PMFBY : સરકાર ડોર-ટુ-ડોર કરશે પ્રચાર, ‘મેરી પોલિસી મેરે હાથ’ અભિયાન ચલાવશે.

આ પણ વાંચો: ગાય-ભેંસના ડેરી ફાર્મ માટે પ્રોપર્ટી ગીરવે રાખ્યા વગર મળશે 4 લાખ સુધીની લોન

Share your comments

Subscribe Magazine

More on News

More