Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

PM Kisan Samman Nidhi Scheme: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ત્રણ વર્ષ પૂર્ણ

દેશના કરોડો ખેડૂતો માટે વરદાન બનેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. દેશના તમામ નાના-મોટા ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરી 2019ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી આ યોજનાની ઔપચારિક શરૂઆત કરી હતી. જ્યારે તેની બિનસત્તાવાર શરૂઆત 1લી ડિસેમ્બર 2018થી કરવામાં આવી હતી.

Himanee Chauhan
Himanee Chauhan
PM Kisan Samman Nidhi Scheme
PM Kisan Samman Nidhi Scheme

દેશના કરોડો ખેડૂતો માટે વરદાન બનેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. દેશના તમામ નાના-મોટા ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરી 2019ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી આ યોજનાની ઔપચારિક શરૂઆત કરી હતી.

મોદી સરકાર દ્વારા ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી સૌથી મોટી યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના PM Kisan Samman Nidhi Scheme એ ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “આ યોજના નાના ખેડૂતો માટે મોટી મદદ તરીકે ઉભરી આવી છે. આ અંતર્ગત દેશના લગભગ 11 કરોડ ખેડૂતોને 2 લાખ કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે. માત્ર એક ક્લિકથી 10 થી 12 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા સીધા ટ્રાન્સફર થાય છે.

દેશમાં પ્રથમવાર ખેડૂતોના બેંક ખાતામાં સીધા નાણાં મોકલનારી આ યોજના સત્તાધારી પક્ષ માટે પણ એક મોટી પરીક્ષાથી ઓછી નહોતી. કારણ કે દેશમાં 86 ટકા નાના અને સીમાંત ખેડૂતો છે, જેમના જીવનમાં વાર્ષિક 6000 રૂપિયાની રકમ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : તમારા ઘરમાં થયુ છે નવા મહેમાનનું આગમન, તો રેશનકાર્ડમાં આ રીતે ઓનલાઈન અને ઓફલાઈન ઉમેરી શકો છો નામ

લાભાર્થીઓને કેટલા ફાયદા

પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર વાર્ષિક 14.5 કરોડ લોકોને પૈસા આપવા માંગતી હતી. અને અત્યાર સુધી માત્ર સવા 11 કરોડ લાભાર્થીઓ છે, જેમને ત્રણ વર્ષમાં 1.82 લાખ કરોડ રૂપિયા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી લગભગ 3 કરોડ ખેડૂતોએ આ યોજના માટે નોંધણી કરાવી નથી અથવા તેઓ તેની શરતોના દાયરામાં આવતા નથી. રાજનેતાઓ અને અધિકારીઓ આ નાણામાં ભ્રષ્ટાચાર ન કરી શકે તે માટે પ્રથમ વખત કેન્દ્ર સરકારે ખેડૂતોના બેંક ખાતામાં સીધા પૈસા મોકલવાનું શરૂ કર્યું હતું. આ અંતર્ગત નોંધાયેલા ખેડૂત પરિવારોને ત્રણ હપ્તામાં વાર્ષિક 6000-6000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : Atma Yojana In Gujarat : કર્મચારીઓના પગારમાં વધારો

અત્યારે જ કરાવો નોંધણી

આ યોજના માટે નોંધણી હજુ પણ ચાલુ છે. જો તમે આવકવેરાદાતા નથી અને તમારી પાસે ખેતીલાયક જમીન છે તો તમે તેમાં નોંધણી કરાવી શકો છો. આ યોજનામાં ખેડૂત પરિવાર એટલે પતિ-પત્ની અને 18 વર્ષથી નીચેના બાળકો અને આ સિવાય જો કોઈનું નામ કૃષિના કાગળમાં હોય તો તેના આધારે તે અલગ લાભ લેવા પાત્ર છે.

આ યોજના ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય છે. કારણ કે તેમાં એક પણ પૈસો ભ્રષ્ટાચારનો શિકાર નથી થઈ રહ્યો. તેથી જો તેની માત્રામાં વધારો કરવામાં આવે તો ખેડૂતોનું આર્થિક સ્વાસ્થ્ય સુધરશે તેવું કૃષિ તજજ્ઞોનું માનવું છે. તેઓ માને છે કે ખેડૂતોને સીધા પૈસા આપવાથી વધુ ફાયદો થાય છે.

આ પણ વાંચો : એક એવી યોજના જેનાથી જગતના તાતને થશે લાભ

આ પણ વાંચો : PM Kisan FPO Scheme : કેન્દ્ર સરકાર ખેડૂતોને આપશે 15 લાખ રૂપિયા

 

Share your comments

Subscribe Magazine

More on News

More