Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

નહેરુ યુવા કેન્દ્ર સંગઠન, નર્મદા દ્વારા યુવા ઉત્સવનું આયોજન

G20 સમિટના યજમાનપદની ઉજવણીના ભાગરૂપે આજે આઇ ટી આઇ, વાઘડીયા ખાતે આયોજિત યુવા ઉત્સવમાં યુવાઓ બહોળી સંખ્યામાં ભાગ લેશે

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

G20 સમિટના યજમાનપદની ઉજવણીના ભાગરૂપે આજે આઇ ટી આઇ, વાઘડીયા ખાતે આયોજિત યુવા ઉત્સવમાં યુવાઓ બહોળી સંખ્યામાં ભાગ લેશે

નહેરુ યુવા કેન્દ્ર
નહેરુ યુવા કેન્દ્ર

યુવાઓમાં રહેલી સર્જન શક્તિનો પરિચય  કરાવવા તેમજ તેઓનું કૌશલ્ય નિખારવા માટે આઇ ટી આઇ વાઘડીયા અને નેહરુ યુવા કેન્દ્ર, નર્મદાના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લાના તમામ યુવા વર્ગને પ્લેટફોર્મ પૂરું પાડવા તા. 17 માર્ચ, 2023 શુક્રવારનાં આઇ ટી આઇ, વાઘડીયાનાં યજમાન પદે યુવા પ્રતિભાઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે. પાંચ કેટેગરી જેવી કે ફોટોગ્રાફી, વકતૃત્વ, ચિત્રકલા, કવિતા લેખન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં ભાગ લેનાર યુવાઓને રુ. 5000 સુધીની રોકડ ઈનામ જીતવાની સુવર્ણ તક મળશે. યુવાઓ સ્પર્ધામાં ભાગ લેવા માટે લિંક  https://forms.gle/iReLEGbF2HmCtaoPA અથવા nyknarmada9[at]gmail[dot]com ઇ મેઇલ  પર પોતાનું નામ રજીસ્ટર કરાવી શકશે.

આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય સંચાર બ્યૂરો, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર, સુરત દ્વારા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ - સંકલ્પથી સિધ્ધિ વિષય પર એક દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેમ કે મહિલા અને બાળવિકાસ, જિલ્લા ઉદ્યોગ કેંદ્ર, જિલ્લા રોજગાર કચેરી, આર ટી ઓ, વિવિધ એનજીઓ પોતાના વિભાગની કામગીરી અંગે અહીં તૈયાર કરેલા સ્ટોલ દ્વારા માહિતી આપશે. 

વધુ માહિતી માટે જિલ્લા નેહરુ યુવા કેન્દ્ર નર્મદા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા યુવા અધિકારી વી.બી.તાયડે એક અખબારી યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે સંપર્ક કરો +91 9428414926

આ પણ વાંચો:IDA ડેરી ઈન્ડસ્ટ્રી કોન્ફરન્સ 2023 આજથી શરૂ થઈ રહી છે.

Share your comments

Subscribe Magazine

More on News

More