Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ઓર્ગેનિક ફાર્મિગને વધુ પ્રખ્યાત કરવા માટે કરવામાં આવ્યું “ઓર્ગેનિક ખેડૂત હાટ” નું આયોજન

GCCI, યોગીધામ (આત્મિયા યુનિવર્સિટી), અને નવરંગ નેચર ક્લબ દ્વારા સંયુક્ત રીતે 12-14 એપ્રિલ, 2024 દરમિયાન આત્મીય યુનિવર્સિટી કેમ્પસ, કાલાવડ રોડ, રાજકોટ,

Amansinh Jadeja
Amansinh Jadeja
ઓર્ગેનિક ખેડૂત હાટ
ઓર્ગેનિક ખેડૂત હાટ

GCCI, યોગીધામ (આત્મિયા યુનિવર્સિટી), અને નવરંગ નેચર ક્લબ દ્વારા સંયુક્ત રીતે 12-14 એપ્રિલ, 2024 દરમિયાન આત્મીય યુનિવર્સિટી કેમ્પસ, કાલાવડ રોડ, રાજકોટ, ગુજરાત ખાતે સવારે 8:00 થી 10:00 વાગ્યા દરમિયાન 3-દિવસીય "ઓર્ગેનિક ફાર્મર હાટ"નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટનો હેતુ ખેડૂતો દ્વારા ઓર્ગેનિક ઉત્પાદનોના વેચાણ અને માર્કેટિંગની સુવિધા આપવાનો છે.

ખેડૂતો માટે અગત્યની વિગતો:

નોંધણી ફી: રૂ. 2000

અવધિ: ત્રણ દિવસ

એક ટેબલ, બે ખુરશીઓ, લાઇટિંગ, પાણી અને સ્ટોલની સફાઇ તેમ જ જમવાણું આપવામાં આવશે.

સૂચનાઓ

ખેડૂતે ગ્રામ પંચાયતના લેટરપેડ લખાવવાનુ રહેશે.

         હું .....ગામનો ખેડુત...... છેલ્લા. .... વર્ષથી પ્રાકૃતિક ખેતી કરુ છુ. જેમાં  વર્ષ 2023 - 24 માં ખરીફ સિઝનમાં (1) ....(2)....(3)...પાકનુ, શિયાળુ સિઝનમાં (1)...(2)...(3)...(4)...(5)... વાવેતર કર્યું છે.

(જેમાં પાકના નામ સાથે વીઘા લખવા દા.ત. ઘઉં 7 વીઘા)

આ લેટરપેડ ઉપર નીચે મુજબના લોકોની સહી નામ અને મોબાઈલ નંબર લખવા પડશે

(1) સરપંચ

(2) તલાટી કમ મંત્રી

(3) ગ્રામ સેવક

(4) આચાર્ય પ્રા. શાળા

(5) શેઢા પાડોશી

ઉપરોકત વિગત સાથેનો લેટર અને ફી ની રકમનો સ્ક્રીન શોટ મો. 97252 28774 ઉપર મોકલવાનો રહેશે.

નોંધ : રિજેક્ટ થનાર ખેડૂતને ફી પરત મળશે.

સ્ટોલ માટે સૂચના

બેનર સાઈઝ 4×2 એક બેનર લાવવા

સ્ટોલ સાઈઝ 7×10 ફુટ

(2) ઓર્ગેનિક મોલ / શોપ, મધ, મશરૂમ, ગુલકંદ, FPO, આયુર્વેદ, ગૌ - પ્રોડકટ સહિતના માટે

ફી 4000 રૂપિયા

એક ટેબલ બે ખુરશી લાઈટ પાણી

જે લોકો ખેડૂતો પાસેથી ખરીદી કરીને વેચાણ કરે છે તેમના માટે ખેડૂતોનુ નામ, નંબર, ગામ અને ગ્રામ પંચાયતનો ઉપરોકત  વિગતવાળો લેટર જરૂરી છે. દુકાનદારે દરેક ખેડૂતનો લેટર આપવો પડશે.

(3) ઓર્ગેનિક દવા ખાતરના ઉત્પાદક

10000/- રૂપિયા

નોંધ :- ગીર અથવા કાકરેજ ગોબર ગૌમૂત્રમાંથી બનાવવામાંથી આવે છે તે પ્રમાણભૂત સાબિત કરવા ગ્રામ પંચાયતના અથવા GCCIના લેટરપેડ ઉપર લખાણ જરૂરી છે.

સ્ટોલ પસંદગી સમિતી

મો. 97252 28774

Share your comments

Subscribe Magazine

More on News

More